Flying Car : કરોડોની કિંમતના પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર ખરીદવાની ક્ષમતા નથી? ચિંતા ન કરો માત્ર 7 લાખ રૂપિયામાં આ કંપની તમારું સપનું પૂરું કરશે, જુઓ Video

Flying Car : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 270 જેટસન વન ફ્લાયિંગ કાર(jetson one flying car) બુકિંગ થઈ ચૂક્યા છે. કંપનીએ ડ્રોન જેવી કારની કિંમત 98,000 નક્કી ડોલર કરી છે. તે લગભગ 80 લાખ રૂપિયા છે. જોકે આ કાર માત્ર આઠ હજાર ડોલર ડાઉન પેમેન્ટ ચૂકવીને લઈ શકાય છે. સાડા ​​છ લાખની આસપાસ છે.

Flying Car : કરોડોની કિંમતના પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર ખરીદવાની ક્ષમતા નથી? ચિંતા ન કરો માત્ર 7 લાખ રૂપિયામાં આ કંપની તમારું સપનું પૂરું કરશે, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 9:42 AM

Flying Car : રસ્તાઓ પર ટ્રાફિક જામ સતત વધી રહ્યો છે. મોટા શહેરોમાં ઘરેથી કાર લઈને જતા લોકોને જામમાં ફસાઈ ચિંતા સતાવે છે. લોકોના જામમાં અટવાઈ જવાથી ઇંધણ અને સમય વેડફાય છે. જોકે હવે આ સમસ્યા દૂર થઈ શકે છે. આ માટે એક કંપનીએ ફ્લાઈંગ કાર બજારમાં ઉતારી છે. આ કારનું બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે તમારે આ કારમાં કોઈપણ પ્રકારનું ઈંધણ નાખવાની પણ જરૂર નથી. આ એક ઇલેક્ટ્રિક કાર છે. ફ્લાઈંગ કારની કિંમત હેલિકોપ્ટર કે પ્રાઇવેટ જેટ જેવી કરોડોમાં નથી. આ કારની ખાસિયત એ છે કે તમારે ફક્ત તેને ચાર્જ કરવાની છે અને તે હવામાં ઉડવા માટે તૈયાર થઈ જશે. આ કારને ઘરે લાવવા માટે તમારે ખુબ વધારે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. તમે તેને લગભગ 7 લાખ રૂપિયાની ડાઉન પેમેન્ટ સાથે ઘરે પણ લાવી શકો છો.

આ રીતે ઊડતી નજરે પડશે Flying Car

આ કંપનીએ કાર લોન્ચ કરી હતી

આ ફ્લાઈંગ કારને સ્વીડનની કંપનીએ લોન્ચ કરી છે. આ કારને જેટસન વન નામ આપવામાં આવ્યું છે. આ કાર માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કાર ઉડાડવી ખૂબ જ સરળ છે. આ કારના આવવાથી હવે હવામાં પણ ટ્રાફિક જોવા મળશે. લોકોને મુસાફરી કરવામાં સરળતા રહેશે. આ સાથે ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. અત્યાર સુધી વ્યક્તિગત એરો કંપનીઓ દ્વારા માત્ર પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યા છે. જો કે, તેઓ વેચાણ  કરવામાં નિષ્ફળ ગયા હતા. આવી સ્થિતિમાં જેટસન એરોએ ફ્લાઈંગ કારનું બુકિંગ શરૂ કરીને મોટું પગલું ભર્યું છે.

વર્ષ 2023 માટે બુકિંગ પૂર્ણ

બુકિંગ શરૂ થતાં જ કંપનીને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે કંપની 200 ફ્લાઈંગ કારની ડિલિવરી કરશે, જેના માટે બુકિંગ થઈ ચૂક્યું છે. હાલમાં 2023 માં ડિલિવરી માટે ઓર્ડર લઈ રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં લગભગ 270 જેટસન વન બુકિંગ થઈ ચૂક્યા છે. કંપનીએ ડ્રોન જેવી કારની કિંમત 1 લાખ ડોલર કરતા ઓછી નક્કી કરી છે. તે લગભગ 80 લાખ રૂપિયા આસપાસ ગણી શકાય છે. જોકે આ કાર માત્ર આઠ હજાર ડોલર ડાઉન પેમેન્ટ ચૂકવીને લઈ શકાય છે. સાડા ​​છ લાખની આસપાસ છે. તે ડ્રોન જેવું લાગે છે અને ઉડવામાં ખૂબ જ સરળ છે. કંપનીનો દાવો છે કે કોઈ પણ તેને થોડી જ મિનિટોમાં શીખી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">