Netweb Technologies IPO ને જોરદાર પ્રતિસાદ મળ્યો, ઈશ્યુ પ્રાઇસ કરતા 70% ઉંચી કિંમતે લિસ્ટિંગ થવાનું અનુમાન
Netweb Technologies IPO : હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની નેટવેબ ટેક્નોલોજીસ(Netweb Technologies)ના IPO પર બિડ કરવાનો બુધવારે છેલ્લો દિવસ હતો. રોકાણકારોએ ઈશ્યુને 90.34 ગણો સબસ્ક્રાઇબ કર્યો છે. કંપનીનો રૂપિયા 631 કરોડનો IPO સોમવારે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો.

Netweb Technologies IPO : હાઇ-એન્ડ કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની નેટવેબ ટેક્નોલોજીસ(Netweb Technologies)ના IPO પર બિડ કરવાનો બુધવારે છેલ્લો દિવસ હતો. રોકાણકારોએ ઈશ્યુને 90.34 ગણો સબસ્ક્રાઇબ કર્યો છે. કંપનીનો રૂપિયા 631 કરોડનો IPO સોમવારે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપની પાસે કુલ 88,40,700 શેરનું ઈશ્યુ કદ છે અને BSE ડેટા મુજબ છેલ્લા દિવસે 800,437,800 શેર માટે બિડ પ્રાપ્ત થઈ છે.
QIB પોર્શનને સૌથી વધુ 220.69 ગણી બિડ મળી હતી. તે NII ભાગમાં 83.11 ગણું અને કર્મચારીઓ માટે અનામત ક્વોટામાં 53.12 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું. આ ઉપરાંત રિટેલ કેટેગરીમાં 19.48 ગણી બિડ મળી હતી. કંપની કર્મચારીઓ માટે 25 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.
આ ઈસ્યુ માટે પ્રાઇસ બેન્ડ રૂ 475-500 હતી
IPO ની લોટ સાઈઝ 30 ઈક્વિટી શેર હતી. તેમાં QIB માટે 50%, ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ માટે 15% અને છૂટક રોકાણકારો માટે 35%નો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કંપની જે ઉચ્ચ સ્તરીય કમ્પ્યુટિંગ સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તેની પાસે મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ્સ, મજબૂત બેલેન્સ શીટ અને વાજબી મૂલ્યાંકન છે. તેમનું કહેવું છે કે ભારતીય આઈટી ઉદ્યોગના વિકાસનો લાભ લેવા માટે કંપની સારી સ્થિતિમાં છે. તેની ફાળવણી 24 જુલાઈએ થવાની શક્યતા છે. BSE અને NSE પર તેનું લિસ્ટિંગ જુલાઈના અંતિમ સપ્તાહમાં થઈ શકે છે.
GMP કેટલું છે?
બજાર વિશ્લેષકોના જણાવ્યા અનુસાર Netweb Technologies કંપનીનો શેર ગ્રો માર્કેટમાં રૂપિયા 347ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેની ઈશ્યુ કિંમત કરતાં 70% વધારે છે. એટલે કે, ગ્રે માર્કેટ તેને રૂપિયા 847 પર લિસ્ટેડ થવાની અપેક્ષા રાખી રહ્યું છે. નિષ્ણાતોના મતે ઇશ્યૂ ખુલ્યા પહેલા Netweb Technologies GMP રૂપિયા 380 હતી. કંપનીએ ઈસ્યુ ખુલતા પહેલા એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 189.01 કરોડ એકત્ર કર્યા હતા. નોમુરા ફંડ્સ, ગોલ્ડમેન સૅક્સ ફંડ્સ, ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ (MF), HDFC MF, WhiteOak MF અને નિપ્પોન MF એ એન્કર રાઉન્ડમાં ભાગ લીધો હતો. ઇક્વિરસ કેપિટલ અને આઇઆઇએફએલ સિક્યોરિટીઝ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે જ્યારે લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા રજિસ્ટ્રાર છે.
નેટવેબ ટેકનોલોજી કંપની વર્ષ 1999માં શરૂ કરવામાં આવી હતી. FY 2022-23માં કંપનીએ રૂપિયા 46.94 કરોડનો નફો જાહેર કર્યો હતો. આ અગાઉના નાણાકીય વર્ષમાં કંપનીની કુલ આવક રૂ. 445.65 કરોડ નોંધાઈ હતી.