એર ઈન્ડિયાની કમાન એન ચંદ્રશેખરનના હાથમાં, ટાટા સન્સની સંભાળી રહ્યાં છે જવાબદારી
N Chandrasekaran Appointed As Air India Chairman સોમવારે ટાટા ગ્રુપની બોર્ડ મીટિંગમાં એરલાઈન કંપની એર ઈન્ડિયાના ચેરમેન પદને મંજૂરી આપવામાં આવી હતી. બોર્ડે એર ઈન્ડિયાની કમાન એન ચંદ્રશેખરનને સોંપી છે, જેઓ ટાટા સન્સની જવાબદારી સંભાળી રહ્યા છે. જેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.
ટાટા ગ્રુપ દ્વારા સોમવારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. વાસ્તવમાં, એર ઈન્ડિયાના (Air India) ચેરમેન પદ માટે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે, જૂથે સત્તાવાર રીતે ટાટા સન્સના (Tata Sons) ચેરમેન એન ચંદ્રશેખરનને (N Chandrasekaran) એરલાઈનના નવા ચેરમેન તરીકે ચૂંટ્યા છે. આ સંદર્ભમાં જાહેર કરાયેલા અહેવાલ મુજબ સોમવારે મળેલી બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના ભૂતપૂર્વ સીએમડી એલિસ જીવર્ગીસ વૈદ્યનને પણ બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવશે.
Ilkar IC એ Air India ના CEO બનવાનો કર્યો હતો ઇનકાર
તુર્કીના Ilkar IC એ એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનવાનો ઇનકાર કરી દીધો હતો. ટાટા સન્સે 14 ફેબ્રુઆરીએ તુર્કી એરલાઇન્સના ભૂતપૂર્વ વડા Ilkar IC ની એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.
કોણ છે નટરાજન ચંદ્રશેખરન
એન. ચંદ્રશેખરનનો જન્મ 1963માં તામિલનાડુના મોહનુરમાં થયો હતો. તેણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી MCA કર્યું છે. ચંદ્રશેખરન 1987માં ટાટા ગ્રૂપમાં જોડાયા હતા અને તેમના નેતૃત્વ હેઠળ TCS ટાટા જૂથની સૌથી મોટી કંપની બની હતી તેમજ નફાની દ્રષ્ટિએ સૌથી સફળ પણ બની હતી. ચંદ્રશેખરન, જેઓ ચંદ્રા તરીકે જાણીતા છે, તેમને ઓક્ટોબર 2016માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2017માં તેમની નિમણૂક કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2017માં તેમનું પદ સંભાળ્યું હતું. તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને TCS જેવી કંપનીઓના બોર્ડના ચેરમેન પણ છે. ચંદ્રશેખરન નટરાજન, જેમને તેમના મિત્રવર્તુળમાં ‘ચંદ્રા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Ukraine Russia war : રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ભારત ઉઠાવશે ફાયદો, ખરીદશે સસ્તુ ક્રુડ અને ખાતર
આ પણ વાંચોઃ