શું PPF સહિતની નાની બચત યોજનાઓ પર વ્યાજ દર ઘટી જશે? જાણો શું કહ્યું RBI એ
RBIની ગણતરી મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે PPF પર વ્યાજ દર 6.63 ટકા હોવો જોઈએ જે હાલમાં PPF પર વ્યાજ દર 7.10 ટકા છે.
ચાલુ મહિનામાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની મહત્વની બેઠક મળી હતી. RBI MPC દ્વારા ગયા અઠવાડિયે જારી કરાયેલી નોંધ અનુસાર ભારતીય રિઝર્વ બેંકે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સહિત તમામ નાની બચત યોજનાઓ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું સૂચન કર્યું છે. આરબીઆઈની ગણતરી મુજબ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે PPF પર વ્યાજ દર 6.63 ટકા હોવો જોઈએ જે હાલમાં PPF પર વ્યાજ દર 7.10 ટકા છે.
RBIએ કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા છ ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કારણે સરકાર 47-178 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ ચૂકવી રહી છે. આરબીઆઈની ગણતરી મુજબ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ માટે વર્તમાન વ્યાજ દર 6.14 ટકા હોવો જોઈએ જે 6.80 ટકા છે.
PPF પર વ્યાજ દર 6.63 ટકા હોવો જોઈએ RBIના ડેટા અનુસાર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે પીપીએફ પર વ્યાજ દર 6.63 ટકા હોવું જોઈએ જે 7.10 ટકા છે. 1 વર્ષની મુદતની ટર્મ ડિપોઝીટ માટે વ્યાજ દર 3.72 ટકા હોવું જોઈએ જે 5.50 ટકા છે. આ 1.78 ટકા વધુ છે. વ્યાજ દર 2 વર્ષ માટે 4.23 ટકા, 3 વર્ષ માટે 4.74 ટકા અને 5 વર્ષ માટે 6.01 ટકા હોવો જોઈએ. હાલમાં વ્યાજ દરો 5.50 ટકા, 5.50 ટકા અને 6.70 ટકા છે. આરબીઆઈની ગણતરી મુજબ તે અનુક્રમે 1.27 ટકા, 0.76 ટકા અને 0.69 ટકા વધુ છે.
રિકરિંગ ડિપોઝિટ પર 1.06 ટકા વધુ વ્યાજ રિકરિંગ ડિપોઝિટ માટે વ્યાજ દર 4.74 ટકા હોવું જોઈએ જે 5.80 ટકા છે. આ 1.06 ટકા વધુ છે. મન્થલી ઇન્કમ યોજના માટે વ્યાજ દર 5.98 ટકા હોવું જોઈએ જે 6.60 ટકા છે. આ 0.62 ટકા વધુ છે. કિસાન વિકાસ પત્ર માટે વ્યાજ દર 6.38 ટકા હોવું જોઈએ જે હવે 6.90 ટકા છે. આ 0.52 ટકા વધુ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે વ્યાજ દર 7.13 ટકા હોવો જોઈએ જે 7.60 ટકા છે. આ 0.47 ટકા વધુ છે.
આ પણ વાંચો : Air India – Tata ડીલ ઉપર લાગી અંતિમ મહોર, 18000 કરોડ રૂપિયાના કરારના શેર પરચેઝ એગ્રીમેન્ટ પર થયા હસ્તાક્ષર