ડેબિટ કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો શું કરવું ? જાણો SBI નો જવાબ

ડેબિટ કાર્ડ ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો શું કરવું ? જાણો SBI નો જવાબ
state bank of India debit card

આવી સ્થિતિમાં તમારું ડેબિટ કાર્ડ બ્લોક કરવું ખૂબ જ જરૂરી છે. અન્યથા કોઈ તમારી સાથે બેંક ફ્રોડ કરી શકે છે. ગુનેગાર મિનિટોમાં તમારું એકાઉન્ટ સાફ કરી શકે છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Dec 25, 2021 | 6:30 AM

ક્યારેક આપણી સાથે એવું બને છે કે આપણું ડેબિટ કાર્ડ (Debit Card)ખોવાઈ જાય છે અથવા આપણે તેને કોઈ જગ્યાએ મૂકી ભૂલી જઈએ છીએ અને શોધ્યા પછી પણ તે મળતું નથી. આવી સ્થિતિમાં તમારું ડેબિટ કાર્ડ બ્લોક કરવું ખૂબ જ જરૂરી છે. અન્યથા કોઈ તમારી સાથે બેંક ફ્રોડ કરી શકે છે. ગુનેગાર મિનિટોમાં તમારું એકાઉન્ટ સાફ કરી શકે છે. આવી સ્થિતિમાં માહિતીના અભાવે ઘણી વખત તમારે ડેબિટ કાર્ડ બ્લોક કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ડેબિટ કાર્ડને બ્લોક કરવું બિલકુલ મુશ્કેલ નથી. તમે તમારું ડેબિટ કાર્ડ સરળતાથી બ્લોક કરી શકો છો અને ઘરે બેઠા નવું કાર્ડ ઈશ્યુ કરી શકો છો. આ માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ પણ ચૂકવવો પડશે નહીં. આ પ્રક્રિયા ટોલ-ફ્રી IVR સિસ્ટમ દ્વારા કરી શકાય છે. આમ કરવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા 1800 1234- આ નંબર પર કૉલ કરવો પડશે.

કાર્ડને કી રીતે બ્લોક કરી શકાય? તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને કાર્ડ નંબરનો ઉપયોગ કરીને કાર્ડને બ્લોક કરવા માટે ટોલફ્રી ડાયલ કરી નંબર 1 દબાવો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને એકાઉન્ટ નંબરનો ઉપયોગ કરીને કાર્ડને બ્લોક કરવા માટે નંબર 2 દબાવવો પડશે.

જો તમે નંબર 1 દબાવો છો, તો તમે જે કાર્ડને બ્લોક કરવા માંગો છો તેના છેલ્લા પાંચ અંકો દાખલ કરો. પછી પુષ્ટિ કરવા માટે 1 પર ક્લિક કરો. આ પછી તમે જે ATM કાર્ડને બ્લોક કરી રહ્યાં છો તેના પાંચ અંકો ફરીથી દાખલ કરવા માટે નંબર 2 દબાવો. આમ કરવાથી તમારું કાર્ડ સફળતાપૂર્વક બ્લોક થઈ જશે. બ્લોકની પુષ્ટિ કરવા માટે બેંક તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS મોકલશે.

નવા કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી હવે જો તમે રિપ્લેસમેન્ટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો તેના માટે 1 દબાવો. પાછલા મેનુ માટે નંબર 7 દબાવો. મુખ્ય મેનુ માટે તમારે નંબર 8 દબાવવો પડશે. જો ગ્રાહક રિપ્લેસમેન્ટ કાર્ડ માટે 1 દબાવશે તો તેણે હવે તેના જન્મનું વર્ષ દાખલ કરવું પડશે. તમારું નવું કાર્ડ તમારા રજિસ્ટર્ડ ઘરના સરનામા પર મોકલવામાં આવશે. અને રિપ્લેસમેન્ટ ચાર્જ રહેશે. પુષ્ટિ કરવા માટે 1 અને વિનંતીને રદ કરવા માટે 2 દબાવો.

જો તમે કાર્ડને બ્લોક કરવા માટે 2 દબાવ્યું હોય, તો પહેલા તમારા એકાઉન્ટ નંબરના છેલ્લા પાંચ અંકો દાખલ કરો. આ અંકોની પુષ્ટિ કરવા માટે 1 દબાવો. એકાઉન્ટ નંબરના છેલ્લા પાંચ અંકો ફરીથી દાખલ કરવા માટે 2 દબાવો. હવે તમારું કાર્ડ સફળતાપૂર્વક બ્લોક થઈ ગયું છે. નવું કાર્ડ મેળવવા માટે પહેલા જેવી જ પ્રક્રિયાને અનુસરવી પડશે.

આ પણ વાંચો :  Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

આ પણ વાંચો : રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આવશે રોકાણ, આવતા વર્ષે 1 લાખ કરોડથી વધુ રોકાણની સંભાવના

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati