રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આવશે રોકાણ, આવતા વર્ષે 1 લાખ કરોડથી વધુ રોકાણની સંભાવના

એવું માનવામાં આવે છે કે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આવતા વર્ષે દેશમાં 15 બિલિયન ડોલર અથવા 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવશે. સરકાર 2022માં 175 ગીગાવોટ ક્લીન એનર્જીનું લક્ષ્યાંક ધરાવે છે.

રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આવશે રોકાણ, આવતા વર્ષે 1 લાખ કરોડથી વધુ રોકાણની સંભાવના
Indian companies have started exploring foreign markets to raise funds.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 9:53 PM

આ વર્ષે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કર્યા બાદ 2022 માં 15 અરબ ડોલરથી વધુના સંભવિત રોકાણ સાથે દેશના રિન્યુએબલ એનર્જી સ્પેસમાં (renewable energy space) તેજીની અપેક્ષા છે.  સરકાર વીજળીથી ચાલતા ઇલેક્ટ્રિક વાહનો (electric vehicles), ગ્રીન હાઇડ્રોજન (green hydrogen), સૌર ઉપકરણોના (solar equipment) ઉત્પાદનની સાથે – સાથે 175000 મેગાવોટની રીન્યુએબલ એનર્જી ક્ષમતાના લક્ષ્યને હાંસિલ કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સરકારના આ પગલાથી રિન્યુએબલ એનર્જી સ્પેસને વેગ મળવાની અપેક્ષા છે.

આ શ્રેણીમાં, કેન્દ્ર સરકારે વર્તમાન રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતાને વર્ષ 2022માં 150,000 મેગાવોટથી વધારીને 175,000 મેગાવોટ (175 GW) કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ઉર્જા અને નવીન તેમજ નવીકરણીય ઉર્જા મંત્રી આરકે સિંહે જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે વર્ષ 2022 દરમિયાન રિન્યુએબલ એનર્જી સ્પેસમાં રોકાણ ઓછામાં ઓછા 15 અરબ ડોલરના આંકને પાર કરી જશે.”

2020માં  6.2 અરબ ડોલરનું આવ્યું હતું રોકાણ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બર્ગ ન્યૂ એનર્જી ફાઇનાન્સ (BNEF)ના રિપોર્ટ અનુસાર, 2020માં દેશની સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં નવું રોકાણ 6.2 અરબ ડોલર હતું. 2019 માં આમાં 9.3 અરબ ડોલર અને 2018 માં 10.8 અરબ ડોલરનું રોકાણ આવ્યું હતું. જોકે દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી ઘણા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પ્રભાવિત થયા છે, તેમ છતાં 2021માં નવી તકો ઉભી થઈ છે.

2030 સુધીમાં 500 ગીગાવોટનું લક્ષ્ય

ભારતીય કંપનીઓએ ભંડોળ ઊભું કરવા માટે વિદેશી બજારોની શોધખોળ શરૂ કરી દીધી છે અને ઓગસ્ટમાં રિન્યુ પાવર યુએસ સ્ટોક એક્સચેન્જ નૈસ્ડૈક પર લિસ્ટેડ થનારી પ્રથમ ભારતીય રિન્યુએબલ એનર્જી કંપની બની છે.  સરકારે હવે 2030 સુધીમાં 500,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી (RE) સ્થાપિત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

શું છે પીએમ મોદીનું સપનું?

ગ્લાસગોમાં આયોજિત આબોહવા પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન ધરાવતો દેશ બની જશે. આ સિવાય 2030 માટે અન્ય ઘણા લક્ષ્યાંકો પણ નક્કી કરવામાં આવ્યા છે. ભારત 2030 સુધીમાં તેની ઓછી કાર્બન પાવર ક્ષમતાને 500 GW સુધી વધારવાનું અને 2030 સુધીમાં તેની 50 ટકા ઉર્જાની જરૂરિયાતોને રીન્યુએબલ એનર્જીમાંથી પૂરી કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ગૌતમ અદાણી 5 લાખ કરોડનું રોકાણ કરશે

આ તરફ દેશને ગ્રીન એનર્જીના સંદર્ભમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે, અબજોપતિ ગૌતમ અદાણીએ આગામી દસ વર્ષ માટે 70 બિલિયન ડોલર એટલે કે 5 લાખ કરોડથી વધુનો મેગા પ્લાન તૈયાર કર્યો છે. ગૌતમ અદાણીએ કહ્યું કે અદાણી ગ્રુપ વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની હશે. આ કંપની વિશ્વમાં સૌથી ઓછા ખર્ચે હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. આ માટે ગ્રુપ આગામી 10 વર્ષમાં 70 બિલિયન ડોલરનું જંગી રોકાણ કરશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) હાલમાં વિશ્વની સૌથી મોટી સોલાર પાવર ડેવલપર છે. કંપની 2030 સુધીમાં 45 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ ઉપરાંત, 2022-23 સુધીમાં, કંપની દર વર્ષે 2 ગીગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે 2 અબજ ડોલરનું રોકાણ કરશે.

આ પણ  વાંચો :  મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં એક હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, રાજ્ય સરકારે આપી લેખિતમાં માહિતી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">