AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: શું Cryptoમાં તેજીનો યુગ સમાપ્ત થઈ ગયો?

ક્રિપ્ટોકરન્સીને લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં ક્રિપ્ટો પર જુલાઈથી TDSનો નિયમ લાગુ થયો છે. યુરોપીયન દેશોએ પણ નિયમનનું માળખું તૈયાર કરી દીધું છે. અમેરિકામાં ક્રિપ્ટો ક્વીનના માથે જાહેર થયું છે કરોડોનું ઈનામ.

MONEY9: શું Cryptoમાં તેજીનો યુગ સમાપ્ત થઈ ગયો?
WHATS THE FUTURE OF CRYPTO
Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 18, 2022 | 5:54 PM
Share

MONEY9: પૈસા કમાવાની દૃષ્ટિએ વર્ષ 2022 બહુ ઓછા લોકોને ફળ્યું છે. શેરબજારના રોકાણકારો એવા દાઝ્યા છે કે, હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે અને જાજા હરખે ક્રિપ્ટોકરન્સી (CRYPTO CURRENCY)માં રોકાણ કરનારા કોઈને મોંઢું બતાવી શકવાની હાલતમાં પણ નથી રહ્યાં. ક્રિપ્ટોએ કસ નથી રહેવા દીધો.

ક્રિપ્ટોકરન્સીમાં ગાબડાં બહુ ચગેલી ક્રિપ્ટોકરન્સી બિટકૉઈનનો ભાવ ગયા વર્ષના નવેમ્બરમાં 69,000 ડૉલરે પહોંચ્યો હતો, પરંતુ અત્યારે તે 18,000 ડૉલરે પહોંચી ગયો છે. ક્રિપ્ટોના હાઈ લેવલથી ઘટાડાની જે સુનામી આવી તેમાં રોકાણકારોના 2 લાખ કરોડ ડૉલરથી પણ વધુ પૈસા ડુબી ગયા છે.

રિઝર્વ બેન્કે કર્યાં છે સાવધ ભારતના ક્રિપ્ટો માર્કેટની તો હાલત અત્યંત ખરાબ છે. રિઝર્વ બેન્કના ગવર્નરે આ કરન્સીને ખતરનાક ગણાવી છે. રિઝર્વ બેન્ક શરૂઆતથી જ ક્રિપ્ટો પ્રત્યે એલર્ટ મોડમાં રહી છે અને તેણે પોતાના તમામ રિપોર્ટમાં અને ટિપ્પણીઓમાં સરકાર તથા લોકોને ક્રિપ્ટોના ખતરાથી સાવધાન રહેવા જણાવ્યું છે.

ક્રિપ્ટો સંબંધિત નિયમો છે કડક ભારતમાં ક્રિપ્ટો સંબંધિત ટેક્સ નિયમો કડક બનાવવામાં આવ્યા છે, એટલે ક્રિપ્ટો ઈન્વેસ્ટર્સનો માર્ગ વધુ કાંટાળો બન્યો છે. ક્રિપ્ટોના ખરીદદારે પહેલી જુલાઈથી 1 ટકા ટીડીએસ ભરવો જરૂરી છે જ્યારે ક્રિપ્ટોના પ્રોફિટ પર 30 ટકા ટેક્સનો નિયમ તો એપ્રિલથી જ લાગુ થઈ ગયો છે.

ક્રિપ્ટોના ટર્નઓવરમાં ધરખમ ઘટાડો ક્રિપ્ટો પર ચારેકોરથી આફત વધતાં ક્રિપ્ટો એક્સચેન્જ પર તેના ખરીદદારો ઘટી રહ્યાં છે. ભારતનાં ત્રણ મુખ્ય ક્રિપ્ટો એક્સચેન્જ પર જાન્યુઆરીથી માર્ચમાં લગભગ 11 કરોડ ડૉલરનું દૈનિક ટર્નઓવર થતું હતું. એપ્રિલમાં ટેક્સનો નિયમ લાગુ થતાં જ આ ટર્નઓવર અડધું થઈ ગયું અને જુલાઈમાં ટીડીએસના નિયમ પછી તો ચોથા ભાગનું પણ ટર્નઓવર થતું નથી.

ક્રિપ્ટો માર્કેટમાં પૈસાની તંગી ક્રિપ્ટોનો કારોબારમાં હવે પૈસાની તંગી વરતાવા લાગી છે. કૉઈનબેસનો ટેકો ધરાવતા એક્સચેન્જ વૉલ્ડ(Vauld)એ જુલાઈના પ્રારંભથી તમામ વિથ્ડ્રોઅલ, ટ્રેડિન્ગ અને ડિપૉઝિટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તો કૉઈનસ્વિચ અને કૉઈનDCX સહિતની ક્રિપ્ટો કંપનીઓ પર EDએ સકંજો કસ્યો છે અને ફેમા સંબંધિત પૂછપરછ શરૂ કરી છે. સરકાર અને આરબીઆઈની કડક નીતિઓથી ડરી ગયેલી કેટલીક બેન્કોએ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સે ક્રિપ્ટો એક્સચેન્જને પોતાની સર્વિસ આપવાની ના પાડી દીધી છે.

યુરોપે કસ્યો સકંજો વૈશ્વિક માર્કેટની વાત કરીએ તો, યુરોપીયન યુનિયને મિકા (MiCA) કાયદા પર એગ્રીમેન્ટ કરવા સહમતિ સાધી છે, એટલે કે યુરોપના 27 દેશોમાં ક્રિપ્ટો પર રેગ્યુલેશનનું માળખું તૈયાર થઈ ગયું છે. આ માળખા હેઠળ ક્રિપ્ટો દ્વારા થતા સંભવિત મની લોન્ડરિંગને અટકાવવાના અને ક્રિપ્ટો સર્વિસ પ્રોવાઈડર્સ પર કડક નિયમો લાગુ કરવાના નિયમોની વાત છે.

સિંગાપોર પણ આકરા મૂડમાં અત્યાર સુધી ક્રિપ્ટો માટે ફ્રેન્ડલી વલણ અપનાવનાર સિંગાપોરની સરકાર લોકોને ગંભીર નુકસાનથી બચાવવા માટે હવે કડક નિયમો લાગુ કરવાની તૈયારી કરી રહી છે. સિંગાપોરમાં રિટેલ ટ્રેડિન્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમેરિકામાં ક્રિપ્ટો ક્વીન પર ઈનામ તો અમેરિકાની FBIએ ક્રિપ્ટોકરન્સીના નામે લોકોને અબજો ડૉલરનો ચુનો લગાવનાર ક્રિપ્ટો ક્વીન રૂજા ઈગ્નાતોવા (Ruja Ignatova)ને પકડાવનારને 1 લાખ ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.

કંપનીઓનાં ઉઠમણાં ક્રિપ્ટો માર્કેટ અત્યારે તો કફોડી હાલતમાં મૂકાઈ ગયું છે અને ક્રિપ્ટો સાથે જોડાયેલી કંપનીઓના પાટિયા પડવા લાગ્યા છે. ક્રિપ્ટો હેજ ફંડ થ્રી એરોઝ કેપિટલ અને ક્રિપ્ટોના અગ્રણી બ્રોકર વોએજર ડિજિટલે નાદારી નોંધાવવા માટે અરજી કરી છે.

ભવિષ્ય ડામાડોળ હવે નિષ્ણાતો આશા સેવી રહ્યાં છે કે, ક્રિપ્ટો માર્કેટમાં આવેલું આ તોફાન તેના ભાવમાં સ્થિરતા લાવશે. નિષ્ણાતોએ સેવેલી આશા તો સારી છે, પરંતુ વર્તમાન સમયમાં ક્રિપ્ટોકરન્સીનું ભવિષ્ય ડામાડોળ લાગી રહ્યું છે.

Follow Us
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
g clip-path="url(#clip0_868_265)">