PENSIONERS માટે રાહતના સમાચાર , હવે પોસ્ટ ઓફિસ LIFE CERTIFICATE આપશે

પેન્શનરને જીવન પ્રમાણ પત્ર મેળવવા માટે તેના એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડે છે. ઈન્ડિયા પોસ્ટના આ પ્રસ્તાવથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરો અને વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સરકારી એજન્સીઓના પેન્શનરોને સુવિધા મળશે.

PENSIONERS માટે રાહતના સમાચાર ,  હવે પોસ્ટ ઓફિસ LIFE CERTIFICATE આપશે
The post office will provide LIFE CERTIFICATE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:40 AM

ઇન્ડિયા પોસ્ટ(India Post) તરફથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે સારા સમાચાર છે. ઈન્ડિયા પોસ્ટએ જાહેરાત કરી છે કે હવે પેન્શનરો અને અન્ય તમામ વરિષ્ઠ નાગરિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસથી જીવન પ્રમાણપત્ર(Life Certificate) મેળવી શકશે. આ પેન્શનરો અને અન્ય વરિષ્ઠ નાગરિકો કે જેઓ ટેક સમજશક્તિ ધરાવતા નથી અને તેઓને જીવન પ્રમાણપત્ર માટે તેમની બેંકની મુલાકાત લેવી પડતી હતી પરંતુ હવે મોટી રાહત મળી રહી છે.

હકીકતમાં કેટલાક પ્રસંગોએ પેન્શનરને જીવન પ્રમાણ પત્ર મેળવવા માટે તેના એમ્પ્લોયરનો સંપર્ક કરવો પડે છે. ઈન્ડિયા પોસ્ટના આ પ્રસ્તાવથી કેન્દ્ર સરકારના આશરે 60 લાખ પેન્શનરો અને વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સરકારી એજન્સીઓના પેન્શનરોને સુવિધા મળશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ઈન્ડિયા પોસ્ટે ટ્વીટ કર્યું છે ઈન્ડિયા પોસ્ટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી આ પહેલ અંગે જાહેરાત કરી અને કહ્યું કે વરિષ્ઠ નાગરિકો હવે નજીકની પોસ્ટ ઓફિસના CSC કાઉન્ટર પર સરળતાથી જીવન પ્રમણ સેવાઓ મેળવી શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા માટે દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાનું જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આના દ્વારા તે પ્રમાણિત થાય છે કે પેન્શનર જીવિત છે. જો આ પ્રમાણપત્ર સબમિટ કરવામાં ન આવે તો પેન્શન અટકી શકે છે.

તમારી નજીકની પોસ્ટ ઓફિસથી પ્રમાણપત્ર મેળવો ઈન્ડિયા પોસ્ટ દ્વારા જાહેરાત કર્યા પછી પેન્શનર પેન્શન વિતરણ કરતી એજન્સી અથવા ક્યાં તેમને સર્વિસ કરી છે તે જગ્યાના સ્થાને નજીકની પોસ્ટ ઓફિસ પર જઈ શકે છે અથવા ભવિષ્યમાં પેન્શન પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે તેનું જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે. પેન્શનરો કે જેઓને પોસ્ટ ઓફિસ અથવા પેન્શન વિતરણ એજન્સી સુધી પહોંચવામાં મુશ્કેલી હોય તે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવવા માટે નજીકના જીવન પ્રમાણ કેન્દ્રની મુલાકાત લઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">