Insurance privatisation અંગે મોટા સમાચાર, લોકસભાની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે લીલી ઝંડી

જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ નેશનલાઈઝેશન એમેન્ડમેન્ટ બિલ 2021 30 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.

Insurance privatisation અંગે મોટા સમાચાર, લોકસભાની જનરલ ઇન્શ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે લીલી ઝંડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:49 AM

Insurance privatisation: વીમા કંપનીના ખાનગીકરણનો રસ્તો સાફ થયો છે. લોકસભાએ એક બિલ પસાર કર્યું છે જે સરકારને જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ કરવાની મંજૂરી આપે છે. જનરલ ઇન્શ્યોરન્સ બિઝનેસ નેશનલાઈઝેશન એમેન્ડમેન્ટ બિલ 2021 30 જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સોમવારે તેને મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે કેબિનેટે GIBNA Act હેઠળ અગાઉથીજ લીલી ઝંડી દેખાડી દીધી છે.

મોદી સરકાર દરેક ક્ષેત્રમાં ખાનગી કંપનીઓના પ્રવેશનો માર્ગ સરળ કરી રહી છે. સરકાર માને છે કે તેનાથી કાર્યક્ષમતામાં સુધારો થશે અને વર્ષોથી ખોટમાં રહેલી સરકારી કંપનીઓ માટે સારા દિવસો આવશે. મેનેજમેન્ટ નવેસરથી કામ કરશે અને પછી આવી કંપનીઓ સરકાર પર બોજ બનશે નહીં. GIBNA બિલ 2021 મંજૂર થયા બાદ વીમા કંપનીઓમાં સરકારનો હિસ્સો 51 ટકાથી ઓછો હોઈ શકે છે. જનરલ ઇન્શ્યોરન્સ લો 1972 મુજબ સરકાર કોઈપણ સામાન્ય વીમા કંપનીમાં તેનો હિસ્સો 51 ટકાથી ઓછો કરી શકતી નથી.

અર્થતંત્રમાં સુધારો આવશે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જનરલ ઇન્શ્યોરન્સ એક્ટ 1972 માં સુધારાની જરૂરિયાત ઉભી થઇ છે. જો સમાજના વધુમાં વધુ લોકોને લાભ આપવો હોય તો કાયદામાં જરૂરી ફેરફાર કરવા પડશે. તેના કારણે દેશની અર્થવ્યવસ્થા પણ ઝડપથી સુધરશે. બજેટમાં નિર્મલા સીતારમણે જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીના ખાનગીકરણની જાહેરાત કરી હતી. બંને કામોમાં કાયદાકીય સુધારાની જરૂર છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જનરલ ઇન્શ્યોરન્સમાં ચાર કંપનીઓ છે જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓ અસ્તિત્વમાં છે. તેમના નામ નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની છે. આ ચારમાંથી કોઈપણ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે. હાલમાં કંપનીની પસંદગી કરવામાં આવી નથી. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે 1.75 લાખ કરોડના વિનિવેશ અને ખાનગીકરણનું લક્ષ્ય નક્કી કર્યું છે.

આ કંપનીઓ યાદીમાં ટોચ પર છે રિપોર્ટ અનુસાર જ્યારે ખાનગીકરણને ગૃહ દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે સરકાર નક્કી કરશે કે કઈ વીમા કંપનીનું ખાનગીકરણ કરવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર યુનાઇટેડ ઇન્ડિયા, ઓરિએન્ટલ અને નેશનલ ઇન્શ્યોરન્સને ખાનગીકરણ માટે પસંદ કરવામાં આવશે. સૂત્રએ એમ પણ કહ્યું છે કે કોરોનાને કારણે આ પ્રક્રિયામાં વિલંબ થશે અને ચાલુ નાણાકીય વર્ષમાં વીમા કંપનીના ખાનગીકરણની શક્યતા ઘણી ઓછી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">