નવ વિવાહીત દંપતી માટે ખૂબ ઉપયોગી છે ‘મેટરનીટી ઈન્શ્યોરન્સ’, જાણો આ સંબંધિત કામની તમામ બાબતો

આપણા દેશમાં હજુ સુધી કોઈ ખાસ મેટરનીટી ઈન્શ્યોરેન્સ પોલિસી નથી. હાલમાં તે સામાન્ય આરોગ્ય વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે. દરેક વીમા કંપની માટે વેઈટીંગ પિરિયડ પણ હોય છે. આવી સ્થિતિમાં આનું અગાઉથી આયોજન કરવું પડે છે.

નવ વિવાહીત દંપતી માટે ખૂબ ઉપયોગી છે 'મેટરનીટી ઈન્શ્યોરન્સ', જાણો આ સંબંધિત કામની તમામ બાબતો

જો તમે ફેમિલી પ્લાનીંગ (Family Planning) કરી રહ્યા છો તો હાલના સમયમાં તમારી પાસે પર્યાપ્ત મેડીકલ ઈન્શ્યોરેન્સ (Medical Insurance) હોય તે ખૂબ મહત્વનું છે. આ સિવાય ઘણા પ્રકારના ખર્ચ હોય છે. આ ખર્ચ બાળકના આયોજનથી જ શરૂ થઈ જતા હોય છે. તે પછી બાળકનો જન્મ થાય છે અને આગામી કેટલાક મહિનાઓ સુધી મેડિકલ ખર્ચ ચાલુ રહેતો હોય છે. આવી પરીસ્થિતિમાં જો ફેમિલી પ્લાનીંગ યોગ્ય રીતે કરવામાં ન આવે તો તે આર્થિક બોજ પણ બની શકે છે.

 

આવી સ્થિતિમાં Maternity Insurance ખૂબ ઉપયોગી મેડીકલ ઈન્શ્યોરેન્સ છે. જો કે આપણા દેશમાં અત્યાર સુધી કોઈ પણ વીમા કંપની અલગ સ્પેશિયલ મેટરનીટી ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ લઈને આવી નથી. આ તમારા બેઝિક હેલ્થ ઈન્શ્યોરેન્સનો જ ભાગ હોય છે.

 

એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આયોજનની શરૂઆતથી લઈને ડિલિવરીથી પહેલા સુધીના ઓપીડી પણ ખૂબ ખર્ચાળ હોય છે. દર મહિને ડોક્ટર પાસે જવાનું, ઘણા પ્રકારના ટેસ્ટ, દવાઓ જેવા ખર્ચ સામાન્ય છે. આ ખર્ચ કોઈપણ વીમા દ્વારા આવરી લેવામાં આવતો નથી.

 

કંપનીઓ મેટરનીટીને કેવી રીતે કવર કરે છે તે જાણો

આવી સ્થિતિમાં જો તમે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમામ વીમા કંપનીઓ પાસેથી જાણો કે તેમની પોલિસી મેટરનીટીને આવરી લે છે કે નહીં. જો પોલિસીમાં મેટરનીટીને કવર કરવામાં આવી રહ્યું છે તો તે શું શું અને કેટલી રકમને આવરી લે છે. આવી બાબતો પહેલા જ જરૂરથી જાણી લો. બજારમાં બજાજ આલિઆન્ઝ, ભારતી એક્સા હેલ્થ ઈન્શ્યોરન્સ, સ્ટાર હેલ્થ ઈન્શ્યોરન્સ જેવી ઘણી કંપનીઓ છે જે પ્રસૂતિને લગતા વિવિધ કવરેજ અને સુવિધાઓ પૂરી પાડે છે.

 

અગાઉથી જ નક્કી કરી લો હોસ્પિટલ અને અંદાજે કેટલો ખર્ચ થશે તે પણ જાણી લો

જો તમે આવી ખાસ પોલીસી પસંદ કરો છો તો પહેલેથી જ નક્કી કરી લો કે કઈ હોસ્પિટલમાં બાળકનો જન્મ થશે. તે હોસ્પિટલમાં ઓપરેશનની મદદથી અને નોર્મલ ડિલિવરીથી બાળકના જન્મ, બંનેનો ખર્ચ કેટલો છે? આ સિવાય બંને કિસ્સાઓમાં વધારાના ખર્ચ શું શું હોય છે.

 

નોર્મલ ડિલિવરીનો ચાર્જ લગભગ 50 હજાર રૂપિયા 

Bajaj Allianz ગુરદીપ સિંહે એક પ્રતિષ્ઠીત મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોઈપણ સારી હોસ્પિટલમાં સામાન્ય ડિલિવરીનો ખર્ચ આશરે 50 હજાર અને ઓપરેશનનો ખર્ચ 75 હજારની નજીક હોય છે. જો કે જ્યારે મેડિકલ કોમ્પ્લીકેશન વધે ત્યારે આ બજેટ પણ વધી જતું હોય છે.

 

સિંહે કહ્યું કે આપણા દેશમાં આ આરોગ્ય વીમામાં આવરી લેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં પોલિસી ખરીદતા પહેલા જાણી લો કે તેની સબ લીમીટ કેટલી છે. વીમા કંપની તમને નોર્મલ ડિલિવરી, સિઝેરિયન કવર, રૂમ ચાર્જ, ડોક્ટર ચાર્જ, મેડિકલ ખર્ચના નામ પર કેટલા પૈસા આપશે.

 

30 દિવસ પહેલાનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે

ઉપરાંત, ધ્યાન રાખો કે વિવિધ વીમા કંપનીઓ માટે વેઈટીંગ પિરિયડ અલગ અલગ હોય છે. ત્યારબાદ જ તે મેટરનીટીને કવર કરતી હોય છે. IRDAI માર્ગદર્શિકા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાના 30 દિવસ પહેલા સુધીનો ખર્ચ મેટરનિટી ખર્ચ હેઠળ આવરી લેવામાં આવે છે. ઘણી પોલીસીમાં ઈમર્જન્સી એમ્બ્યુલન્સ ચાર્જ પણ સામેલ હોય છે.

 

આ પણ વાંચો :  Mumbai: ક્રુઝ ડ્રગ પાર્ટી બાદ DRIએ પોર્ટ પર પાડી રેડ, મગફળીના તેલના કન્સાઈનમેન્ટમાં છુપાવેલુ 125 કરોડની કિંમતનું હેરોઈન મળી આવ્યું

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati