HDFC Bank ના ગ્રાહકો માટે રાહતના સમાચાર: RBIએ તમામ નિયંત્રણો હટાવ્યા, નવા ક્રેડિટ કાર્ડ પણ ઈશ્યુ કરવામાં આવશે
લગભગ 1 વર્ષ પહેલા RBI દ્વારા HDFC બેંકની વ્યાપાર નિર્માણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અગાઉ ગયા વર્ષે ઓગસ્ટમાં આંશિક રીતે પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
ખાનગી ક્ષેત્રની HDFC Bank માં ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકે HDFC બેંક પરના તમામ નિયંત્રણો હટાવી લીધા છે. બેંકે જાતે આ અંગેની માહિતી આપી છે. બેંકે જણાવ્યું કે લગભગ 1 વર્ષ પહેલા RBI દ્વારા બેંકની વ્યાપાર નિર્માણ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે બેંકે સ્ટોક એક્સચેન્જને આ અંગે જાણકારી આપી હતી. સાથે જ બેંકે કહ્યું કે હવે તે નવા બિઝનેસ પ્લાનને સરળતાથી પૂર્ણ કરી શકશે. અગાઉ ગયા વર્ષે ઓગસ્ટમાં આંશિક રીતે પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
વર્ષ 2020 માં પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા
એચડીએફસી બેંકે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે આરબીઆઈએ બિઝનેસ જનરેટીંગ પ્રવૃત્તિઓ પરના તમામ નિયંત્રણો હટાવી લીધા છે. બેંકે 11 માર્ચ 2022 ના રોજ ડિજિટલ 2.0 હેઠળ વ્યવસાય નિર્માણ પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સેન્ટ્રલ બેંકે ડિસેમ્બર 2020 માં બેંક વિરુદ્ધ આ પગલું ભર્યું હતું.
કેમ પ્રતિબંધ લદાયો હતો?
બેંક એક મહિનામાં 2 લાખથી વધુ ક્રેડિટ કાર્ડ જારી કરે છે. વર્ષ 2020માં જોવા મળેલી ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ બેંકને નવા ક્રેડિટ કાર્ડ જારી કરતા અટકાવી દીધા હતા. આરબીઆઈએ કહ્યું હતું કે જ્યાં સુધી તે તેની ટેકનિકલ સમસ્યાઓને સુધારે નહીં ત્યાં સુધી તે નવા ક્રેડિટ કાર્ડ જારી કરી શકશે નહીં.
ICICI બેંક અને SBI ને સીધો ફાયદો થયો હતો
બેંકને કોઈપણ નવી પહેલ શરૂ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એચડીએફસી બેંક પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી બેંકના બિઝનેસ પર મોટી અસર પડી છે. આ સિવાય તેનો સીધો ફાયદો ICICI બેંક અને SBIને થયો હતો.
બેંક નવી યોજનાઓ લોન્ચ કરશે
બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રાહકોની ડિજિટલ જરૂરિયાતોને પહોંચી વળવા બેંક ટૂંકી, મધ્યમ અને લાંબા ગાળાની યોજનાઓ માટે આગામી દિવસોમાં ઘણી નવી પહેલો શરૂ કરવા જઈ રહી છે. બેંકે કહ્યું કે અમને ખુશી છે કે ફરી એકવાર અમે ગ્રાહકોને સારી સેવાઓ આપી શકીશું.