AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SENSEX ની TOP – 10 કંપનીઓના માર્કેટ કેપમાં 2.72 લાખ કરોડનો વધારો, જાણો કોણ છે નંબર – 1

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓનું માર્કેટ કેપ 2.72 લાખ કરોડ વધીને રિલાયન્સ(Reliance) ટોચ પર રહ્યું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC Bank , Infosys, ICICI Bank, HUL, SBI, HDFC, Bajaj Finance અને Bharti Airtel આવે છે.

SENSEX ની TOP - 10 કંપનીઓના માર્કેટ કેપમાં 2.72 લાખ કરોડનો વધારો, જાણો કોણ છે નંબર - 1
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 8:10 AM
Share

શેરબજાર(Share Market)માં સપ્તાહના કારોબાર દરમિયાન સેન્સેક્સ(Sensex)ની ટોપ-10 (Top – 10) કંપનીઓના માર્કેટ કેપ(Mcap)માં વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં 10 કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.72 લાખ કરોડનો વધારો થયો છે. વૈશ્વિક બજારમાં તેજીના વલણ વચ્ચે ભારતીય બજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો. છેલ્લા સપ્તાહમાં 10 કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 2.72 લાખ કરોડનો વધારો થયો છે. ટોપ-10 સેન્સેક્સ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે.સેન્સેક્સની ટોચની 10 કંપનીઓનું માર્કેટ કેપ 2.72 લાખ કરોડ વધીને રિલાયન્સ(Reliance) ટોચ પર રહ્યું છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC Bank , Infosys, ICICI Bank, HUL, SBI, HDFC, Bajaj Finance અને Bharti Airtel આવે છે.

Company

MCap( Cr.)

RELIANCE INDUSTRIES LTD. 1677447.33
TATA CONSULTANCY SERVICES LTD. 1359475.36
HDFC Bank Ltd 820747.17
INFOSYS LTD. 779948.32
ICICI BANK LTD. 500174.83
HINDUSTAN UNILEVER LTD. 493907.58
STATE BANK OF INDIA 447792.38
HOUSING DEVELOPMENT FINANCE CORP.LTD. 437859.67
Bajaj Finance Limited 422325.91
BHARTI AIRTEL LTD. 396963.73
KOTAK MAHINDRA BANK LTD. 361007.19

સેન્સેક્સ 4.16 ટકા વધ્યો

તહેવારોની મોસમના સપ્તાહ દરમિયાન 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 2,313.63 પોઈન્ટ અથવા 4.16 ટકા વધ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટી 656.60 પોઈન્ટ અથવા 3.95 ટકા વધ્યો હતો. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓની માર્કેટ મૂડીમાં સામૂહિક રીતે રૂ. 2,72,184.67 કરોડનો વધારો થયો છે.

રિલાયન્સ, TCS ,ઇન્ફોસીસની માર્કેટ કેપમાં વધારો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 54,904.27 કરોડ વધીને રૂ. 16,77,447.33 કરોડ થયું છે. IT સેક્ટરની કંપનીઓમાં, Tata Consultancy Services (TCS) અને Infosys Technologiesના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 41,058.98 કરોડનો વધારો થયો છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન TCSનું M-Cap રૂ. 27,557.93 કરોડ વધીને રૂ. 13,59,475.36 કરોડ થયું હતું. બીજી તરફ ઈન્ફોસિસ રૂ. 13,501.05 કરોડ વધીને રૂ. 7,79,948.32 કરોડ થઈ હતી.

બેન્કિંગ સેક્ટરમાં તેજી

દેશની ટોચની બેંકો એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના માર્કેટ કેપમાં વધારો થયો છે. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 46,283.99 કરોડ વધીને રૂ. 8,20,747.17 કરોડ થયું છે. SBIનું માર્કેટ કેપ રૂ. 27,978.65 કરોડ વધીને રૂ. 4,47,792.38 કરોડ અને ICICI બેન્કનું માર્કેટકેપ રૂ. 29,127.31 કરોડ વધીને રૂ. 5,00,174.83 કરોડ થયું છે.

HULએ માર્કેટ કેપમાં પણ વધારો કર્યો છે

હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ની બજાર સ્થિતિ રૂ. 1,703.45 કરોડ વધીને રૂ. 4,93,907.58 કરોડ થઈ છે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ વેલ્યુએશન રૂ. 22,311.87 કરોડ વધીને રૂ. 4,22,325.91 કરોડ થયું છે.

HDFC ને પણ ફાયદો થયો

HDFCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 33,438.47 કરોડ વધીને રૂ. 4,37,859.67 કરોડ થયું છે. સપ્તાહ દરમિયાન ટેલિકોમ કંપની ભારતી એરટેલનું માર્કેટ કેપ રૂ. 15,377.68 કરોડ વધીને રૂ. 3,96,963.73 કરોડ થયું હતું.

રિલાયન્સ સૌથી ધનવાન કંપની

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચ પર છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, Infosys, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, SBI, HDFC, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ આવે છે.

આ પણ વાંચો : રીઅલ એસ્ટેટ ક્ષેત્રે આનંદો ! ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહીનામાં પ્રોપર્ટીનું ધૂમ વેચાણ, સ્ટેમ્પ ડ્યુટી-રજિસ્ટ્રેશન ફી કલેક્શન 1 લાખ કરોડને પાર

આ પણ વાંચો : સુઝુકી ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના ઉત્પાદન માટે રૂ. 10,445 કરોડનું રોકાણ કરશે

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">