AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વર્ષ 2021માં IT સેક્ટરની આવક 200 અબજ ડોલરથી વધુ છતાં નોકરી છોડવાનો દર ઓલ ટાઈમ હાઈ

નાસકોમે તેના અહેવાલમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં 4.5 લાખ લોકોને સીધા રોજગારી મળી છે.

વર્ષ 2021માં IT સેક્ટરની આવક 200 અબજ ડોલરથી વધુ છતાં નોકરી છોડવાનો દર ઓલ ટાઈમ હાઈ
IT Sector માં 50 લાખ થી વધુ લોકો કામ કરે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 8:40 AM
Share

IT ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે(NASSCOM) મંગળવારે જણાવ્યું હતું કે દેશના IT સેક્ટર(IT Sector) માં નોકરી છોડવાનો દર (Attrition rate) ટોચ પર પહોંચી ગયો છે. નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (NASSCOM) ના વાઇસ પ્રેસિડેન્ટ ક્રિષ્નન રામાનુજમે જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં TOP-10 આઈટી કંપનીઓના ડેટા પર નજર કરવામાં આવે તો એવું લાગે છે કે કંપની છોડનારાઓની સંખ્યામાં ઘટાડો ન પણ થયો હોય તો પણ તે સ્થિર કહી શકાય છે.

આઈટી કંપની TCS ના બિઝનેસ અને ટેક્નોલોજી સેવાઓના વડા રામાનુજમે નાસકોમની વ્યૂહાત્મક સમીક્ષા પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે આશા છે કે આઈટી સેક્ટરમાં અમે આ સમસ્યાની ટોચ પર પહોંચી ગયા છીએ અને હવે પરિસ્થિતિમાં સુધારો થશે. તાજેતરના ક્વાર્ટર્સમાં વિશ્વભરની કંપનીઓ તરફથી ડિજિટાઇઝેશનની માંગ વધી હોવાથી ઘણી કંપનીઓએ 20 ટકાથી વધુ કર્મચારીઓએ નોકરી છોડી હોવાની જાણ કરી છે.

આઇટી કંપનીઓએ આયોજન કરતાં વધુ નવા સ્ટાફની ભરતી કરી છે. કર્મચારીને રોકવા માટે રીટેન્શન બોનસ આપવામાં આવે છે. સારો ગ્રોથ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી હતી અને જરૂરી કર્મચારીઓને બઢતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત HR વિભાગ દ્વારા વિવિધ રણનીતિઓ અપનાવવામાં આવી રહી છે.

50 લાખ થી વધુ લોકો કામ કરે છે

વિશ્વભરમાં IT સેવાઓની માંગ વધી છે. તેના કારણે સેક્ટરમાં લગભગ 15.5 ટકાનો વધારો થયો છે. આ છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. તે 227 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. હાલમાં આ ક્ષેત્રમાં 50 લાખથી વધુ લોકો કામ કરે છે.

ચાલુ નાણાકીય વર્ષમાં 4.5 લાખ લોકોને રોજગાર મળ્યો છે

નાસકોમે તેના અહેવાલમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2021-22માં અત્યાર સુધીમાં આ ક્ષેત્રમાં 4.5 લાખ લોકોને સીધા રોજગારી મળી છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આગામી નાણાકીય વર્ષ IT ક્ષેત્ર માટે શાનદાર રહેવાની અપેક્ષા છે. આવતા વર્ષે ડિજિટલ ડિમાન્ડ ચાલુ રહેશે જેના કારણે આ સેક્ટર ઝડપથી આગળ વધશે. 2026 સુધીમાં આ ઉદ્યોગ વધીને 350 અબજ ડોલર થશે.

આ પણ વાંચો : Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો

આ પણ વાંચો : LIC IPO: તમે પણ દેશના સૌથી મોટા IPO ની રાહ જોઈ રહ્યા છો? જાણો યોજનાની વિગત અને સંભવિત ઈશ્યુ પ્રાઇસ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">