AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં 0.7 ટકાનો ઉછાળો

મંગળવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટી 16750 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો. સેન્સેક્સ 497 પોઈન્ટ ઉછળીને 56,319 ના સ્તર પર બંધ થયો.

Share  Market : સારા વૈશ્વિક સંકેત સાથે શેરબજારની મજબૂત શરૂઆત, Sensex અને Nifty માં 0.7 ટકાનો ઉછાળો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 9:21 AM
Share

Share Market  : આજે સતત બીજા દિવસે શેરબજાર સારી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. મજબૂત વૈશ્વિક સંકેત સાથે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યા છે. આજે સેન્સેક્સ 56,599.47 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 16,865.55 ઉપર કારોબારની શરૂઆત કરી છે. કારોબારની ગણતરીની પળોમાં સેન્સેક્સ 450 અંક ઉછળ્યો હતો જયારે નિફટી 16900 ને પાર નજરે પડ્યો હતો.

વૈશ્વિક સંકેત મજબુત ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત છે. ઓમિક્રોનના કારણે સતત વેચવાલી બાદ વૈશ્વિક બજારોમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે. આજના કારોબારમાં SGX નિફ્ટી સહિત મુખ્ય એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ મંગળવારે યુએસ બજારો પણ મજબૂતી સાથે બંધ થયા છે. મંગળવારે ડાઉ જોન્સમાં 561 અંકોની મજબૂતી છે અને તે 35492.70 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ નાસ્ડેક 360 પોઈન્ટની મજબૂતાઈ સાથે બંધ રહ્યો હતો. S&P 500 ઈન્ડેક્સમાં 81 પોઈન્ટનો વધારો થયો છે. કોવિડ 19ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસ પછી પણ રોકાણકારોએ ખરીદી કરી હતી. યુએસ સરકારે સંકેત આપ્યો છે કે તે ઓમિક્રોનને કારણે લોકડાઉન લાદવાનો ઇરાદો ધરાવતી નથી. આના કારણે રિઓપનિંગ થીમ આધારિત શેરોમાં સારી તેજી જોવા મળી છે.

F&O હેઠળ NSE પર પ્રતિબંધ આજે એટલે કે 22 ડિસેમ્બરના ટ્રેડિંગમાં NSE પર F&O હેઠળ 3 શેરમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આ શેરોમાં એસ્કોર્ટ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને ઝી એન્ટરટેઈનમેન્ટનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 21 ડિસેમ્બરના વેપારમાં બજારમાંથી રૂ. 1209.82 કરોડ ઉપાડ્યા હતા. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ આ સમયગાળા દરમિયાન રૂ. 1404.89 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

મંગળવારે બજારમાં તેજી રહી હતી મંગળવારે શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટી 16750 ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો. સેન્સેક્સ 497 પોઈન્ટ ઉછળીને 56,319 ના સ્તર પર બંધ થયો. નિફ્ટીમાં 157 પોઈન્ટનો વધારો થયો છે અને તે 16771 ના સ્તરે બંધ થયો છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ લગભગ 2 ટકા વધ્યો છે. સેન્સેક્સ 30ના 23 શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. ટોપ ગેઇનર્સમાં HCLTECH, WIPRO, TECHM, TATASTEEL, TITAN, SUNPHARMA, ULTRACEMCO, NESTLEIND, LT અને ICICIBANK નો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો :  Income Tax : શું તમે મૂંઝવણમાં છો કે તમને ITR નું કયું ફોર્મ લાગુ પડશે? આ અહેવાલ તમારા માટે મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ચિંતાના સમાચાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઉછાળાથી શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે?

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">