Income Tax : શું તમે મૂંઝવણમાં છો કે તમને ITR નું કયું ફોર્મ લાગુ પડશે? આ અહેવાલ તમારા માટે મદદરૂપ સાબિત થશે

એવું નથી કે તમે જે ઇચ્છો તે કોઈ પણ ફોર્મ ભરો. આવકનો સ્રોત, પગારની આવક અથવા ધંધામાં નફો આ તે માપદંડ છે જેના આધારે ફોર્મ ભરવાનું રહે છે.

Income Tax : શું તમે મૂંઝવણમાં છો કે તમને ITR નું કયું ફોર્મ લાગુ પડશે? આ અહેવાલ તમારા માટે મદદરૂપ સાબિત થશે
ITR Filing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:15 AM

Income tax return: વર્તમાન નાણાકીય વર્ષ માટે આવકવેરાના ફોર્મ્સને સૂચિત કરવામાં આવ્યા છે. આમાં આઇટીઆર-1, આઇટીઆર-2, આઇટીઆર-3, આઇટીઆર-4, આઇટીઆર-5, આઇટીઆર-6 અને આઇટીઆર-7 શામેલ છે. ઘણીવાર ક્યુ ફોર્મ કામનું છે અને કાયા ફોર્મ પાછળ મહેનત નકામી બનશે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આઇટીઆર (ITR) વિવિધ નંબરો સાથે સંકળાયેલ ફોર્મ નક્કી કરે છે કે કયા પ્રકારનાં લોકો માટે કયું ફોર્મ છે. એવું નથી કે તમે જે ઇચ્છો તે કોઈ પણ ફોર્મ ભરો. આવકનો સ્રોત, પગારની આવક અથવા ધંધામાં નફો આ તે માપદંડ છે જેના આધારે ફોર્મ ભરવાનું રહે છે. ચાલો આપણે જાણીએ કે કોને કયું ફોર્મ લાગુ પડે છે.

ITR-1 જેમની કુલ આવક 50 લાખ આસપાસ હય તેઓ આ કેટેગરીમાં આવશે. પગારની આવક, અન્ય સ્રોતોમાંથી થતી આવક અને 5,000 રૂપિયા સુધીની કૃષિ આવકને આમાં રાખવામાં આવી છે. આ ફોર્મ કોઈપણ ભારતીય નાગરિક હોય તેના દ્વારા ભરી શકાય છે. આ ફોર્મ એવા લોકો માટે લાગુ નથી જે કંપનીના ડિરેક્ટર છે. જેઓએ અસૂચિબદ્ધ કંપનીમાં રોકાણ કર્યું છે, મૂડી લાભ મેળવે છે, વ્યવસાયથી કમાણી કરે છે, ઘરની મિલકતથી આવક થાય છે, ઘોડાની રેસમાંથી કમાણી થાય છે, લોટરી દ્વારા કમાય છે, કાનૂની જુગારમાં છે, વિદેશમાં સંપત્તિ છે, તો તેઓ આ ફોર્મ ભરી શકશે નહીં.

ITR-2 જે લોકો પગાર અથવા પેન્શન મેળવે છે, ઘરની મિલકતથી કમાણી કરે છે, ટૂંકી અને લાંબી મૂડી લાભ ધરાવતા લોકો, ઘોડેસવારી પર સટ્ટો લગાવતા, લોટરી અથવા કાનૂની જુગારમાંથી કમાણી કરે છે, કૃષિ ક્ષેત્રે 5,000થી વધુ કમાણી કરે છે, તે કંપનીમાં ડિરેક્ટર હોય, જેઓ અસૂચિબદ્ધ કંપનીમાં રોકાણ કરે છે, જ્યારે પત્ની અને બાળકોની આવક પોતાની આવકમાં ઉમેરવામાં આવે છે, ત્યારે આવી આવકવાળા લોકો આઇટીઆર ફોર્મ-2 ફાઇલ કરી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ITR-3 જે લોકોનો પોતાનો વ્યવસાય અથવા ઉદ્યોગ છે અને નફો અથવા ખોટ કરી રહ્યા છે, તે કંપનીના ડિરેક્ટર છે, કોઈપણ કંપનીમાં ભાગીદાર છે, અસૂચિબદ્ધ શેરો, પગાર, મકાનની સંપત્તિ, મૂડી લાભ, ઘોડાની રેસ, લોટરી વગેરેથી કમાણી કરી રહ્યા છે તો આઈટીઆર ફોર્મ-3 ભરી શકો છો.

ITR-4 જેની ધંધામાંથી અંદાજિત આવક કલમ 44 એડી, 44 એડીએ, 44 એઈ હેઠળ આવે છે, આવકનો સ્રોત 50 લાખ સુધીનો છે, તે ભારતના નાગરિક છે, તેઓ આ ફોર્મ ભરી શકે છે. જેમની કમાણી 50 લાખથી વધુ છે, વ્યવસાય અથવા વ્યવસાયનું ટર્નઓવર 2 કરોડથી વધુ છે, તે કંપનીના ડિરેક્ટર છે, અનલિસ્ટેડ શેરમાં રોકાણ કર્યું છે, તમે ભારતની બહારના કોઈપણ ખાતામાં સાઈનિંગ ઓથોરિટી છો, તો પછી આ ફોર્મ ભરી શકાતું નથી.

ITR-5 આઇટીઆર-5 થી આઈટીઆર-7 સુધીના ફોર્મ એવા લોકો માટે છે કે જે ઘણા લોકોના જૂથ છે. પછી ભલે તે કોઈ ફર્મ હોય, નોંધાયેલ ટ્રસ્ટ હોય, કંપની હોય, આ બધા ફોર્મ ભરી શકાય છે. કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરી શકતું નથી. જો કરદાતાએ આવકવેરાની કલમ 139 (4એ) અથવા 139 (4બી) અથવા 139 (4સી) અથવા 139 (4ડી) હેઠળ રિટર્ન ફાઇલ કરવું હોય, તો તે આઇટીઆર-7 ફાઇલ કરી શકે છે.

આ પણ વાંચો :  ITR Filing: શું તમે જાણો છો! ઇન્કમટેક્સ રિટર્ન કરબચત ઉપરાંત આ 5 લાભ પણ આપે છે, જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ચિંતાના સમાચાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઉછાળાથી શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">