Share Market : પ્રારંભિક તેજી બાદ કારોબાર લાલ નિશન નીચે સરક્યો, Sensex 57,593.46 સુધી ગગડ્યો
ગુરુવારે શેરબજારમાં મજબૂતી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ 312 પોઈન્ટ અથવા 1.87% વધીને 16,975 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
Share Market : આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ(Sensex) 167 પોઈન્ટ વધીને 58,030 પર ખુલ્યો હતો. પરંતુ થોડા સમય પછી તેમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સની શરૂઆત નબળી રહી છે. સવારે 10 વાગ્યે, તે 216 પોઈન્ટથી વધુ ઘટીને 57,687 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફટી(Nifty)ની વાત કરીએતો ઇન્ડેક્સ 17,329.50 ઉપર ખુલ્યો હતો જેનું છેલ્લા સત્રની બંધ સ્તર17,287.05 હતું. નિફટી આજે ઉપલા સ્તરે 17,353.35 જયારે નીચલા સ્તરે 17,215.35 ઉપર જોવા મળ્યો હતો. આ અગાઉ ગુરુવારે સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ 312 પોઈન્ટ અથવા 1.87% વધીને 16,975 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
વૈશ્વિક સંકેત મજબૂત મળ્યા હતા
આજે સોમવારે ભારતીય બજારો માટે મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા છે. સતત ચોથા દિવસે શુક્રવારે યુએસ શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં લગભગ 300 પોઈન્ટનો વધારો થયો હતો જે બંને દિવસના ઊંચા સ્તરે બંધ થયા હતા. યુએસ બજારોની વાત કરીએ તો ગુરુવારે ડાઉ જોન્સમાં પણ 420 પોઈન્ટની તેજી જોવા મળી હતી. આ ઉપરાંત બોન્ડ યીલ્ડ પણ ઊંચાઈથી ઘટી છે. એશિયન માર્કેટમાં પણ હરિયાળીની લહેર છે. SGX નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે અને આ ઈન્ડેક્સ લીલા નિશાન પર ટ્રેડ થઈ રહ્યો છે. તેમજ યુરોપિયન બજારો પણ છેલ્લા સપ્તાહમાં મજબૂત રહ્યા છે.
કારોબારની નોંધપાત્ર બાબત
- યુએસમાં મજબૂત કાર્યવાહી બાદ ડાઉ જોન્સ 2 દિવસમાં 700 પોઈન્ટ ઉછળ્યો
- જેલેન્સકી રશિયા સાથે વાટાઘાટો કરવા તૈયાર છે
- બ્રેન્ટ 110 ડોલરને પાર
- જથ્થાબંધ ડીઝલના ભાવમાં `25નો વધારો
- FII ગુરુવારે 2800 કરોડની ખરીદી કરે છે
- Bernstein એ ઝોમેટો પર બ્રોકરેજ રિપોર્ટ બહાર પાડ્યો છે. અહીં આઉટપરફોર્મ રેટિંગ જાળવી ટાર્ગેટ પ્રાઇસ રૂ. 14 નક્કી કરવામાં આવે છે.
FII-DII ડેટા
17 માર્ચે ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIએ રૂ. 2800.14 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 678.45 કરોડ ઉપાડ્યા હતા.
સપ્તાહની મહત્વપૂર્ણ ઘટનાઓ
- જાપાનનું બજાર આજે બંધ છે
- જેરોમ પોવેલ સહિત ફેડના કેટલાક સભ્યો ભાષણ આપશે
- ચીન સિવાય હવે યુરોપમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે
છેલ્લા સત્રનો કારોબાર
ગુરુવારે શેરબજારમાં મજબૂતી રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 1,039 પોઈન્ટ અથવા 1.86% વધીને 56,816 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીએ 312 પોઈન્ટ અથવા 1.87% વધીને 16,975 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. બેન્કિંગ શેરોએ બજારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો. સેન્સેક્સ 779 પોઈન્ટ અને 56,555 પર ખુલ્યો હતો.ઈન્ડેક્સનું 56,860 નું ઉપલું સ્તર અને 56,389 નું નીચું સ્તર બનાવ્યું હતું. સેન્સેક્સના તમામ 30 શેરોમાંથી માત્ર પાવરગ્રીડ અને સનફાર્મા નજીવા ઘટ્યા હતા. અલ્ટ્રાટેક મોટા શેરોમાં 4.18% વધીને બંધ રહ્યો હતો. આ પછી ઇન્ડસઇન્ડ બેન્ક અને એક્સિસ બેન્ક 3-3%થી વધુ વધીને બંધ થયા છે.