AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO પહેલા આ કંપની લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર

IPO 28 માર્ચે રોકાણકારો માટે ખુલશે. તેની અંતિમ તારીખ 30 માર્ચ છે. આનો અર્થ એ થયો કે કંપનીનો IPO ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં બંધ થઈ જશે. કંપની 7 એપ્રિલે લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે.

LIC IPO પહેલા આ કંપની લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર
Uma Exports Limited IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 9:00 AM
Share

શેરબજાર(share market)માં IPOમાં રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. આવનાર અઠવાડિયું તેમના માટે મોટી કમાણી કરવાની તક છે. હકીકતમાં LICની પ્રારંભિક જાહેર ઓફર (LIC IPO)માં વિલંબ થવાની આશંકાઓ વચ્ચે ઉમા એક્સપોર્ટ્સ લિમિટેડનો IPO (Uma Exports Limited IPO)લોન્ચ થવા જઈ રહ્યો છે. IPO 28 માર્ચે રોકાણકારો માટે ખુલશે. તેની અંતિમ તારીખ 30 માર્ચ છે. આનો અર્થ એ થયો કે કંપનીનો IPO ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં બંધ થઈ જશે. કંપની 7 એપ્રિલે લિસ્ટેડ થવાની યોજના ધરાવે છે. ઉમા એક્સપોર્ટ્સે સપ્ટેમ્બર 2021માં માર્કેટ રેગ્યુલેટર સેબીને ડ્રાફ્ટ પેપર સબમિટ કર્યા હતા.

રૂપિયા 60 કરોડ એકત્ર કરવાની યોજના

ઉમા એક્સપોર્ટ્સ આ IPO દ્વારા આશરે રૂ 60 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. તેમાંથી રૂ 50 કરોડનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે. માર્ચ 2021 સુધી કાર્યકારી મૂડી સુવિધાઓ માટેની કુલ મંજૂર મર્યાદા રૂ. 85 કરોડ હતી.

કંપનીનો બિઝનેસ શું છે ?

કંપની કૃષિ ઉત્પાદનો અને ખાંડ, સૂકા લાલ મરચાં, હળદર, ધાણા, જીરું, ચોખા, ઘઉં, મકાઈ, જુવાર અને ચા, કઠોળ જેવા મસાલાના વેપાર અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. કંપની મુખ્યત્વે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમારમાંથી દાળ, ફેબા બીન્સ, કાળા અડદની દાળ અને અરહર કઠોળની આયાત કરે છે. શ્રીલંકા યુએઈમાં ખાંડ, અફઘાનિસ્તાનમાં મકાઈ અને બાંગ્લાદેશમાં મકાઈની નિકાસ કરે છે.

ઈમ્પોર્ટ ડ્યુટી બચશે

ઉમા એક્સપોર્ટ્સ સંપૂર્ણ માલિકીની પેટાકંપની મારફતે ઓસ્ટ્રેલિયામાં ઓફિસ સ્થાપવાની પ્રક્રિયામાં છે. આ તેને અન્ય વૈશ્વિક સ્થાનો પર સીધો માલ મોકલવાની મંજૂરી આપશે. કંપનીએ તેના ડ્રાફ્ટ પેપરમાં જણાવ્યું હતું કે આ પગલાથી કંપનીને નૂર અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં બચત કરવામાં મદદ મળશે.

કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે?

નાણાકીય વર્ષ 2021માં કંપનીની કુલ આવક રૂ. 752.03 કરોડ હતી જે એક વર્ષ અગાઉ રૂ. 810.31 કરોડ હતી. નાણાકીય વર્ષ 2021માં ચોખ્ખો નફો રૂ. 12.18 કરોડ હતો જે અગાઉના વર્ષમાં રૂ. 8.33 કરોડ હતો. કંપનીનો ઓપરેટિંગ નફો રૂ. 21.25 કરોડ હતો જે એક વર્ષ અગાઉ રૂ. 19.75 કરોડ હતો. આ સમયગાળા દરમિયાન કંપનીનું કુલ દેવું રૂ. 42.14 કરોડ હતું .

આ પણ વાંચો : રીઅલ એસ્ટેટ ક્ષેત્રે આનંદો ! ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહીનામાં પ્રોપર્ટીનું ધૂમ વેચાણ, સ્ટેમ્પ ડ્યુટી-રજિસ્ટ્રેશન ફી કલેક્શન 1 લાખ કરોડને પાર

આ પણ વાંચો : વિદેશી બજારોમાં મંદી, પુરવઠામાં વધારાને કારણે તમામ તેલીબિયાંના ભાવમાં ઘટાડો, સારા ભાવને કારણે તેલીબિયાંનું ઉત્પાદન વધ્યું

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">