AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : શેરબજાર પ્રારંભિક કારોબારમાં રિકવરીના મૂડમાં, Sensex 61400 ને પાર પહોંચ્યો

શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 18200 ની નીચે બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ પણ 300 અંક કરતા વધારે ઘટીને બંધ રહ્યો હતો.

Share Market : શેરબજાર પ્રારંભિક કારોબારમાં રિકવરીના મૂડમાં, Sensex 61400 ને પાર પહોંચ્યો
Stock Market
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 9:42 AM
Share

ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી દેખાઈ રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ 0.3% વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહયા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 61,400 ને પાર પહોંચ્યો હતો જયારે નિફટીએ 18,300 થી વધુનું આજનું ઉપલું સ્તર બતાવ્યું હતું. ટ્રેડિંગ દરમ્યાન સેન્સેક્સ 61,005.56 સુધી સરક્યો હતો જે આજે 61,044.54 ઉપર ખુલ્યો હતો. સેન્સેક્સનું ગઈકાલની બંધ સપાટી 60,923.50 હતી. નિફટીની વાત કરીએતો આજે ઇન્ડેક્સ 18230 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 18178 હતું.

ભારતીય શેરબજાર માટે આજે વૈશ્વિક સંકેતો વધુ સારા દેખાઈ રહ્યા છે. અમેરિકાના મુખ્ય બજારોમાં ગુરુવારે સારી એક્શન જોવા મળી છે. ડાઉ જોન્સએ ઇન્ટ્રાડેમાં નવી સપાટી નોંધાવી હતી. જોકે વેચવાલી પછી ડાઉ જોન્સ 6 પોઈન્ટ નબળો થઈને 35,603 પર બંધ થયો હતો.S&P 500 ઇન્ડેક્સ રેકોર્ડ સપાટી નજીક બંધ થયો છે. નાસ્ડેકમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મેગાકેપ કંપનીઓના ઉછાળાને કારણે બજારને ટેકો મળ્યો છે. સારી કમાણીની સિઝનમાં પણ બજારમાં ખરીદી જોવા મળી છે. જોકે, બજારની ચિંતા મોંઘવારી , મજૂરોની અછત અને સપ્લાય ચેઇનને લઇને છે. બીજી બાજુ, મુખ્ય એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી, નિક્કી 225 સહિત તમામ મુખ્ય સૂચકાંક મજબૂત વેપાર કરી રહ્યા છે.

આજે આ કંપનીઓના પરિણામ જાહેર થશે આજે કેટલીક મોટી અને નાની કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો રજૂ કરવાની છે. તેમાં એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ, ક્રોમ્પ્ટન ગ્રીવ્સ, ગ્લેન્ડ ફાર્મા, યસ બેન્ક, એપોલો પાઇપ્સ, ડોડલા ડેરી, ફેડરલ બેન્ક, હિન્દુસ્તાન ઝીંક, આઇનોક્સ લેઝર, જ્યુબિલેન્ટ ફાર્મોવા, કજરિયા સિરામિક્સ, પોલીકેબ ઇન્ડિયા, પીવીઆર, સુબ્રોસ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટાટા એલ્ક્સીનો સમાવેશ થાય છે. .

આ શેર્સમાં NSE પર F&O નહિ થાય કેટલાક શેરો આજે એનએસઈ પર એફ એન્ડ ઓ હેઠળ વેપાર કરશે નહીં. તેમાં અમરા રાજા બેટરી, એસ્કોર્ટ્સ, વોડાફોન આઈડિયા, આઈઆરસીટીસી, એલ એન્ડ ટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, નાલ્કો, પીએનબી, સેલ, સન ટીવી નેટવર્ક અને ટાટા પાવરનો સમાવેશ થાય છે.

ગુરુવારે બજારની સ્થિતિ શું હતી? શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 18200 ની નીચે બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ પણ 300 અંક કરતા વધારે ઘટીને બંધ રહ્યો હતો. આઇટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. બેન્કિંગ શેર્સની તેજીએ ઘટાડાને ઓછો કર્યો છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 336 પોઈન્ટ નબળો હતો અને 60924 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 89 પોઈન્ટ તૂટીને 18178 પર બંધ થયો હતો. TOP LOSERS માં ASIANPAINT, TATASTEEL, DRREDDY, INDUSINDBK, Infosys, BHARTIARTL અને TCS નો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ ગુરુવારે બજારમાં 2,818.90 કરોડ શેર વેચ્યા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ ગુરુવારે બજારમાં 428.45 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો : Share Market : શેરબજાર પ્રારંભિક કારોબારમાં રિકવરીના મૂડમાં, Sensex 61285 સુધી ઉપલા સ્તરે દેખાયો

આ પણ વાંચો : Sovereign Gold Bond: દિવાળી પહેલા સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો ક્યાંથી અને કઈ રીતે મળશે સસ્તું સોનું

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">