AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : સેન્સેક્સ 1750 તો નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 8 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોએ બજારની ચિંતા વધારી છે. સેન્સેક્સમાં 889 પોઈન્ટની નબળાઈ આવી છે અને તે 57012 ના સ્તર પર બંધ થયો છે.

Share Market : સેન્સેક્સ 1750 તો નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 8 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 1:17 PM
Share

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(Stock Market)ની જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ (Sensex)1750 અંક તૂટ્યો છે જયારે નિફટી(Nifty) પણ 500 અંક કરતા વધુના ઘટાડા સાથે નજરે પડી રહ્યો છે.પ્રથમ 60 સેકન્ડમાં માર્કેટ કેપ 5.53 લાખ કરોડ રૂપિયા ઘટીને 253.94 લાખ કરોડ થઈ ગયું હતું. હાલમાં તે 9.5 લાખ કરોડ ઘટ્યું છે. શુક્રવારે તે રૂ. 259.47 લાખ કરોડ હતું.

વૈશ્વિક સંકેત નબળાં વિશ્વભરના બજારોમાંથી નબળા સંકેતો મળ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે બીજી તરફ શુક્રવારે યુએસ બજારો પણ ઘટાડા સાથે બંધ થયા છે. શુક્રવારે ડાઉ જોન્સમાં 532 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 35,365ના સ્તરે બંધ થયો હતો. નાસ્ડેક 11 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. S&P 500 ઇન્ડેક્સમાં પણ 48 પોઇન્ટની નબળાઇ જોવા મળી હતી. કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને ચિંતા વધી રહી છે, વિશ્વના તમામ દેશોમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ રહી છે. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની જાહેરાતને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ પણ બગડ્યું છે. વિશ્વની તમામ સેન્ટ્રલ બેંકો વ્યાજ દરો વધારવાની તૈયારી કરી રહી છે. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં નબળાઈ છે. Nikkei 225, Strait Times, Hang Seng, Kospi, Taiwan Weighted અને Shanghai Composite પણ લાલ નિશાન નીચે જોવા મળે છે.

શ્રીરામ પ્રોપર્ટીઝનું નબળું શ્રીરામ પ્રોપર્ટીઝના શેરએ આજે 20 ડિસેમ્બર 2021 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં નબળી શરૂઆત કરી છે. શ્રીરામ પ્રોપર્ટીઝના શેરોએ શેર દીઠ રૂ 94 પર ટ્રેડિંગ શરૂ કર્યું છે જે શેર દીઠ રૂ. 118ના IPO ભાવથી રૂ. 24 અથવા 20.34% ઘટીને. લિસ્ટિંગ છે. શ્રીરામ પ્રોપર્ટીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,594.47 કરોડ હતું. 600 કરોડની પ્રારંભિક જાહેર ઓફરની આ મહિનાની શરૂઆતમાં શરૂ કરવામાં આવી હતી તેને 4.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. પબ્લિક ઇશ્યુમાં રૂ. 250 કરોડના ઇક્વિટી શેરની નવી ઇશ્યુ અને રૂ. 350 કરોડની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ છે. શ્રીરામ પ્રોપર્ટીઝ દક્ષિણ ભારતમાં મોટી હાજરી ધરાવે છે તેણે વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને ઘણા બાંધકામ હેઠળ છે.

માર્કેટના અગત્યના ડેટા NSE પર F&O હેઠળ આજે એટલે કે 20 ડિસેમ્બરે 3 શેરોમાં ટ્રેડિંગ પ્રતિબંધ રહેશે. આ શેરોમાં Escorts, Indiabulls Housing Finance અને Vodafone Idea નો સમાવેશ થાય છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ શુક્રવારે બજારમાંથી રૂ 2069.90 કરોડ ઉપાડ્યા હતા. તે જ સમયે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) એ બજારમાંથી રૂ. 1478.52 કરોડ ઉપાડ્યા હતા.

શુક્રવારે બજારમાં ઘટાડો નોંધાયો હતો છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોએ બજારની ચિંતા વધારી છે. સેન્સેક્સમાં 889 પોઈન્ટની નબળાઈ આવી છે અને તે 57012 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી 263 પોઈન્ટ ઘટીને 16985ની સપાટીએ બંધ રહ્યો હતો. આ દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 4.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. ટોપ લુઝર્સમાં INDUSINDBK, KOTAKBANK, HINDUNILVR, TITAN, MARUTI, ASIANPAINT, AXISBANK, BAJAJ-AUTO, BAJFINANCE, M&M અને ITCનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો :  ITR : 31 ડિસેમ્બર સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરનારે આ લાભ ગુમાવવા પડશે, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : ચાલુ સપ્તાહે IPO બજારને વ્યસ્ત રાખશે, 5 કંપનીઓ લિસ્ટ થશે જયારે 3 IPO લોન્ચ થશે, રોકાણ પહેલા જાણો સંપૂર્ણ માહિતી

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">