ચાલુ સપ્તાહે IPO બજારને વ્યસ્ત રાખશે, 5 કંપનીઓ લિસ્ટ થશે જયારે 3 IPO લોન્ચ થશે, રોકાણ પહેલા જાણો સંપૂર્ણ માહિતી

આ સપ્તાહે શેરબજારમાં લિસ્ટ થનારા IPOમાં Shriram Properties IPO, MapmyIndia IPO, Metro Brands IPO, MedPlus Health Services IPO અને Data Patterns India IPOનો સમાવેશ થાય છે.

ચાલુ સપ્તાહે IPO બજારને વ્યસ્ત રાખશે, 5 કંપનીઓ લિસ્ટ થશે જયારે 3 IPO લોન્ચ થશે, રોકાણ પહેલા જાણો સંપૂર્ણ માહિતી
Macleods Pharmaceuticals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 8:06 AM

IPO Listing : દલાલ સ્ટ્રીટમાં IPO બજારમાં છેલ્લા એક સપ્તહથી ઘણી ચાલ – પહલ જોવા મળી રહી છે. દર બીજા દિવસે કંપની લિસ્ટ થઈ રહી છે.ઘણી કંપનીઓનું મૂલ્ય વધી રહ્યું છે. ઘણી કંપનીઓના આઈપીઓ ખુલ્લા છે અથવ એલોટમેન્ટ થઇ રહ્યું છે જેનું લિસ્ટિંગ થવાનું બાકી છે.

આ અઠવાડિયે લગભગ દરરોજ કોઈને કોઈ કંપનીનું લિસ્ટિંગ થવાનું છે. લગભગ 5 કંપનીઓનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. આ સાથે 20 ડિસેમ્બરથી 21 ડિસેમ્બરની વચ્ચે ત્રણ આઈપીઓ પણ ખુલવાના છે. આમાં Vivo Collaboration Solutions Limited IPO, CMS Info Systems Limited IPO અને Brandbucket Media & Technology Limited IPO નો સમાવેશ થાય છે.

આ સપ્તાહે શેરબજારમાં લિસ્ટ થનારા IPOમાં Shriram Properties IPO, MapmyIndia IPO, Metro Brands IPO, MedPlus Health Services IPO અને Data Patterns India IPOનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓએ આ મહિનાની શરૂઆતમાં તેમનો પબ્લિક ઈશ્યુ લાવી હતી જેને સારો પ્રતિસાદ મળ્યો છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

MapmyIndia IPO: ડિજિટલ મેપિંગ કંપની MapmyIndiaની મૂળ કંપની CE Info Systemsનો IPO 9 ડિસેમ્બરે ખુલ્યો અને 13 ડિસેમ્બરે બંધ થયો. MapmyIndia ના ઇશ્યુને રોકાણકારો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે 154.71 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીની ઇશ્યૂ પ્રાઇસ 1033 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં તે રૂ 950 પર ટ્રેડ કરી રહ્યો હતો. જે રૂ 1,000 થી રૂ 1,033ની ઇશ્યૂ કિંમત કરતાં 91 ટકા વધારે છે.

Shriram Properties IPO: શ્રીરામ પ્રોપર્ટીઝના શેર 20 ડિસેમ્બર 2021ના રોજ NSE અને BSE પર લિસ્ટ થવા જઈ રહ્યા છે. કંપનીનો IPO 8 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 10 ડિસેમ્બરે બંધ થયો હતો. આ IPOનું કદ કુલ રૂ. 600 કરોડ હતું. આમાં રૂ. 250 કરોડનો નવો ઈશ્યુ સામેલ છે. તેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 113 થી 118 હતી. તે 4.6 ગણું સબ્સ્ક્રાઇબ થયું હતું. તેની જીએમપી 15 રૂપિયા હતી. આ તેની ઈશ્યુ કિંમત કરતાં 12 ટકા વધુ છે.

Metro Brands IPO: દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)નું નામ મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડ સાથે સંકળાયેલા હોવા છતાં તેની જાહેર ઓફરને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો. છેલ્લા દિવસે તે 3.64 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. તેનો રિટેલ હિસ્સો 1.13 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. ઈશ્યુની કિંમત 485-500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી જ્યારે નોન-લિસ્ટિંગ શેર્સ ગ્રે માર્કેટમાં રૂ.535ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. તે પ્રાઇસ બેન્ડ કરતાં રૂ. 35 અથવા 7 ટકાનું પ્રીમિયમ હતું. કંપનીનો IPO 10 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 14 ડિસેમ્બરે બંધ થયો હતો. તેના IPOનું કદ રૂ 1,367 કરોડ હતું. આ કંપની 22 ડિસેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે.

Medplus Health Services IPO: મેડપ્લસ હેલ્થ સર્વિસિસ એ ભારતમાં બીજી સૌથી મોટી ફાર્મસી રિટેલર છે. કંપનીનો IPO 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે ખુલ્યો હતો. બિડર્સ દ્વારા ઇશ્યૂ 52.6 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. કંપનીના શેર 250 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેર દીઠ રૂ 780-796ની ઇશ્યૂ કિંમત કરતાં 31 ટકા વધુ છે. કંપની 23 ડિસેમ્બરે લિસ્ટ થશે. કંપનીનો IPO 13 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 15 ડિસેમ્બરે બંધ થયો હતો.

Data Patterns India IPO: સંરક્ષણ અને એરોસ્પેસ ઉદ્યોગને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ સપ્લાય કરતી કંપની ડેટા પેટર્ન ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) 14 ડિસેમ્બરે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લી હતી અને 16 ડિસેમ્બરે બંધ થઈ હતી. ગ્રે માર્કેટમાં કંપનીના શેર રૂ. 450 પ્રતિ શેરના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા. શેર દીઠ રૂ. 555-585ની ઇશ્યૂ કિંમત પર 77 ટકા પ્રીમિયમ છે. શેરબજારમાં કંપનીનું લિસ્ટિંગ 24 ડિસેમ્બરે થશે.

આ પણ વાંચો :  LIC IPO: ચાલુ નાણાકીય વર્ષમાં LIC નો IPO આવવાની શક્યતાઓ નહિવત, જાણો શું છે કારણ

આ પણ વાંચો : RIL ના માર્કેટકેપમાં 79હજાર કરોડનો ઘટાડો, ટોચની 10 કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં રૂ. 2.61 લાખ કરોડનું નુકસાન, જાણો વિગતવાર

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">