AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR : 31 ડિસેમ્બર સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરનારે આ લાભ ગુમાવવા પડશે, જાણો સંપૂર્ણ માહિતી

જો કોઈ કારણોસર તમે 31 ડિસેમ્બર 2021 ની અંતિમ તારીખ પહેલાં તમારું ITR ફાઇલ કરી શકતા નથી તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે.

ITR : 31 ડિસેમ્બર સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નહિ કરનારે આ લાભ ગુમાવવા પડશે, જાણો સંપૂર્ણ માહિતી
ITR Filing
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 8:44 AM
Share

નાણાકીય વર્ષ 2020-21 માટે અત્યાર સુધીમાં 3.7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન (Income Tax Return)ફાઈલ કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલયે તાજેતરમાં આ માહિતી આપી છે. મંત્રાલયે કહ્યું કે કરદાતાઓ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.

નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે ઈન્ક્મ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલને 17 ડિસેમ્બર 2021 સુધી મૂલ્યાંકન વર્ષ 2021-22 માટે 3,71,74,810 કરોડથી વધુ ITR પ્રાપ્ત થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ITR1 (2.12 કરોડ) , ITR2 (31.04 લાખ), ITR3 (35.45 લાખ), ITR4 (87.66 લાખ), ITR5 (3.38 લાખ), ITR6 (1.45 લાખ) અને ITR7 (0.25 લાખ) છે.

વિલબથી ITR ફાઈલ કરવાના ઘણા ગેરફાયદા જો કોઈ કારણોસર તમે 31 ડિસેમ્બર 2021 ની અંતિમ તારીખ પહેલાં તમારું ITR ફાઇલ કરી શકતા નથી તો તમારે દંડ ચૂકવવો પડી શકે છે. કોરોનાવાયરસ રોગચાળા અને નવા લોંચ થયેલા આવકવેરા પોર્ટલ પરના અવરોધોને કારણે સરકારે વિલંબિત ITR ફાઇલ કરવાની નિયત તારીખ પણ 31 માર્ચ, 2022 સુધી લંબાવી છે.

સરકારે ITR મોડું ફાઈલ કરવા માટે લેટ ફી વસૂલવાની વ્યવસ્થા ઉભી કરી છે. આવકવેરા કાયદાની કલમ 234A હેઠળ કરદાતાએ દર મહિને એક ટકાના દરે ટેક્સની રકમ પર વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સરકાર દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ પછી ITR ફાઇલ કરો છો તો તમારી પાસેથી 5,000 રૂપિયાની લેટ ફાઇલિંગ ફી લેવામાં આવશે.

આવકવેરામાં  મુક્તિ નહિ મળે ITR ફાઈલ કરવામાં વિલંબ થવાના કિસ્સામાં કરદાતાએ દંડ ભરવો પડે છે તેમજ આવા લોકોને ઘણા પ્રકારની આવકવેરામાં છૂટ પણ મળતી નથી. દંડની સાથે આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B હેઠળની છૂટ પણ ઉપલબ્ધ નથી. તે જ સમયે આવા લોકોને કલમ-80IA, 80IAB, 80IC, 80ID અને 80IE હેઠળ પણ છૂટ મળતી નથી.

ઉપરાંત આવકવેરા રિટર્ન મોડું ફાઈલ કરવાને કારણે કરદાતાને આઈટી એક્ટની કલમ-80IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB હેઠળ કપાતનો લાભ મળતો નથી.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ન મળી કિંમતમાં ઘટાડાની રાહત, જાણો 1 લીટર પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ

આ પણ વાંચો :  ચાલુ સપ્તાહે IPO બજારને વ્યસ્ત રાખશે, 5 કંપનીઓ લિસ્ટ થશે જયારે 3 IPO લોન્ચ થશે, રોકાણ પહેલા જાણો સંપૂર્ણ માહિતી

દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
દ્વારકામાં છેતરપિંડી અને કાળી કરતૂતનો પર્દાફાશ - જુઓ Video
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
પ્રેમલગ્ન બાદ પાટીદાર સમાજના રોષનો ભોગ બનેલી ગાયિકા આરતીએ ઠાલવી વેદના
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
તમિલનાડુ પોલીસ સુરતના વેપારીઓને કરી રહી પરેશાન, એકાઉન્ટ કર્યા ફ્રિઝ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
ગેરકાયદેસર પશુ હેરાફેરી રોકાઈ: અડાલજ ખાતે 16 પશુઓનો બચાવ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
હવે કાશ્મીર નહીં, સુરતમાં જ જોવા મળશે ‘વેલી ઓફ ફ્લાવર્સ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
કપાતર છોકરાઓએ માતાને મિલકત માટે આપ્યો માનસિક ત્રાસ
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
2025ના વર્ષની છેલ્લી 'મન કી બાત' માં શું બોલ્યા PM મોદી ?
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
વેસ્ટર્ન ટ્રંકલાઈનનું લોકાર્પણ થતા 10 લાખ નાગરિકોને મળશે સુવિધા
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
ગુજરાતમાં 35 હોદ્દેદારોનું ભાજપનું નવુ સંગઠન માળખુ જાહેર
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
આ રાશિના લોકોએ પૈસા ઉધાર આપતી વખતે ધ્યાન રાખવું, સરપ્રાઈઝ મળી શકે છે
g clip-path="url(#clip0_868_265)">