Share Market : રોકાણકારોએ 4 દિવસમાં 9 લાખ કરોડ ગુમાવ્યા, સપ્તાહના અંતિમ કારોબારી દિવસે SENSEX 427 અંકના ઘટાડા સાથે બંધ થયો,
શેરબજારમાં ઘટાડાની સ્થિતિ આજે પણ યથાવત રહી છે. મોટા ઘટાડા સાથે પ્રારંભિક કારોબાર નજરે પડ્યો હતો.
Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ(Sensex ) અને નિફ્ટી(Nifty) બંને ટ્રેડિંગમાં નબળા પડ્યા છે. સેન્સેક્સ 400 પોઈન્ટની ઉપર તૂટી ગયો છે. જ્યારે નિફ્ટી 17600 ની નજીક બંધ રહ્યો હતો. નિફ્ટી પર બેન્ક ઇન્ડેક્સ લગભગ 0.75 ટકા નીચે છે. બીજી તરફ આઈટી ઈન્ડેક્સમાં લગભગ 1.5 ટકાની નબળાઈ જોવા મળી છે. ફાર્મા અને મેટલ ઇન્ડેક્સ અનુક્રમે 1.5 ટકા અને 2 ટકા ડાઉન છે.ફાઇનાન્શિયલ અને રિયલ્ટી ઇન્ડેક્સ અનુક્રમે 0.50 ટકા અને 2.5 ટકા જેટલા નબળા પડ્યા છે.
ઓટો શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. માત્ર એફએમસીજી ઇન્ડેક્સ વધીને બંધ રહ્યો હતો. લાર્જકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. સેન્સેક્સ 20 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 427 પોઈન્ટ ઘટીને 59,037.18 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 140 પોઈન્ટ તૂટીને 17617 પર બંધ થયો હતો. આ બધાની વચ્ચે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3 લાખ કરોડનો ઘટાડો થયો છે. આજના ટોપ લોસર્સમાં BAJAJFINSV, TECHM, TATASTEEL, INDUSINDBK, BHARTIARTL, LT, AXISBANK, DREDDY, INFY અને SBIનો સમાવેશ થાય છે.
શનિવારે આ કંપનીઓના પરિણામ આવશે
કેટલીક કંપનીઓ આવતીકાલે, 22 જાન્યુઆરીએ તેમના ત્રિમાસિક પરિણામો પણ જાહેર કરશે. તેમાં ICICI બેન્ક, યસ બેન્ક, શારદા ક્રોપકેમ, વક્રાંગી, વર્ધમાન ટેક્સટાઇલ અને વેલક્યુર ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે.
આજે આ કંપનીઓના પરિણામો જાહેર થઇ રહ્યા છે
આજે એટલે કે 21મી જાન્યુઆરીએ કેટલીક મોટી અને નાની કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરી રહી છે. આ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, બંધન બેંક, સીએસબી બેંક, ગ્લેન્ડ ફાર્મા, ગોકલદાસ એક્સપોર્ટ, હિન્દુસ્તાન ઝિંક, આઈડીબીઆઈ બેંક, વોડાફોન આઈડિયા, આઈનોક્સ લેઝર, કજરિયા સિરામિક્સ, એલ એન્ડ ટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, પીવીઆરનો સમાવેશ થાય છે. , રામકો ઇન્ડસ્ટ્રીઝ અને તન્લા પ્લેટફોર્મ્સ નો સમાવેશ થાય છે.
નબળી રહી હતી શરૂઆત
શેરબજારમાં ઘટાડાની સ્થિતિ આજે પણ યથાવત રહી છે. મોટા ઘટાડા સાથે પ્રારંભિક કારોબાર નજરે પડ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરની ગંભીર અસરો ન દેખાવા છતાં કેસની સંખ્યામાં વધારો ગભરાટ ફેલાવી રહ્યો છે. શરૂઆતી કારોબારમાં Sensex 59000 નીચે સરકી ગયો છે તો નિફટી પણ મોટો ઘટાડો દર્શાવી રહ્યો છે. NIFTY 17,525 સુધી લપસ્યો હતો.
ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
શેરબજારમાં ગુરુવારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ ટ્રેડિંગમાં નબળા પડ્યા હતા. સેન્સેક્સ 734 પોઈન્ટ ઘટીને 59,465 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 181 પોઈન્ટ તૂટીને 17757 પર બંધ થયો હતો. નિફ્ટી પર સૌથી વધુ નબળાઈ આઈટી અને ફાર્મા ઈન્ડેક્સમાં જોવા મળી હતી.TOP GAINERS માં POWERGRID, BHARTIARTL, ASIANPAINT, ULTRACEMCO, MARUTI અને ICICIBANKનો સમાવેશ થાય છે. જ્યારે TOP LOSERSમાં BAJAJFINSV, INFY, TCS, DRREDDY, SUNPHARMA, HINDUNILVR, HCLTECH અને HDFC નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : Share Market : પ્રારંભિક કારોબારમાં મોટા ઘટાડા બાદ થોડી રિકવરી આવી, SENSEX 58,683 અને NIFTY 17,525 સુધી લપસ્યા
આ પણ વાંચો : IT REFUND : 1.74 કરોડ કરતાં વધુ કરદાતાઓના ખાતામાં જમા થયું રિફંડ, આ રીતે તપાસો તમારા ખાતાનું સ્ટેટ્સ