AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Opening Bell : સતત બીજા દિવસે શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યું, Sensex 59205 સુધી ગગડ્યો

બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 566 (0.94%) ઘટીને 59,610.41 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 149 (0.83%) ઘટીને  17,807 પર બંધ રહ્યો હતો.

Opening Bell : સતત બીજા દિવસે શેરબજાર લાલ નિશાન નીચે ખુલ્યું, Sensex 59205 સુધી ગગડ્યો
Bombay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 9:36 AM
Share

Share Market : વ્યાજદર વધવાની ચિંતાને કારણે યુએસ બજારોમાં દેખાયેલ ઘટાડાનું દબાણ વૈશ્વિક બજારોમાં અનુભવાયું હતું. ભારતીય શેરબજાર પણ આજે(Opening Bell) સતત બીજા દિવસે લાલ નિશાન નીચે ખુલ્યા છે.  સેન્સેક્સ(Sensex Today) આજે 59,402.61 ઉપર ખુલ્યો છે જે ગઈકાલના બંધ સ્તર કરતાં 207.80 અથવા 0.35% નીચે છે. બુધવારના કારોબાર ઉપર નજર કરીએતો સેન્સેક્સ 566 (0.94%) ઘટીને 59,610.41 પર બંધ રહ્યો હતો. આજે નિફટી(Nifty Today)એ પણ લાલ નિશાન નીચે કારોબારની શરૂઆત કરી છે. ગઈકાલના સત્રમાં ઇન્ડેક્સે 149 અથવા 0.83% ઘટીને  17,807 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. આજે નિફટી ગઈકાલની બંધ સપાટી કરતાં 73.80 અથવા 0.41% નીચે  17,733.85 ઉપર ખુલ્યો હતો.

શેરબજારની છેલ્લી  સ્થિતિ(9.20 AM )

SENSEX 59,333.75 −276.66 (0.46%)
NIFTY 17,735.30 −72.35 (0.41%)

કારોબારના ઉતાર – ચઢાવ ઉપર એક નજર

SENSEX

NIFTY

Open 59,402.61 Open 17,723.30
Prev close 59,610.41 Prev close 17,807.65
High 59,402.61 High 17,755.45
Low 59,205.36 Low 17,700.70
52-wk high 62,245.43 52-wk high 18,604.45
52-wk low 47,204.50 52-wk low 14,151.40

વૈશ્વિક સંકેત નબળા

આજે ફરી વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. વૈશ્વિક બજારો લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકી બજારોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. અસ્થિરતા વચ્ચે ડાઉ જોન્સ 150 પોઈન્ટ લપસી ગયો હતો. આ સિવાય નાસ્ડેકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. નાસ્ડેકમાં 300થી વધુ પોઈન્ટ એટલે કે 2.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વ્યાજદર વધવાની ચિંતાને કારણે યુએસ બજારો દબાણ હેઠળ હતા. આ સિવાય યુરોપિયન બજારો પણ બીજા દિવસે દબાણ હેઠળ કારોબાર કર્યો હતો.  એશિયન માર્કેટની વાત કરીએ તો SGX નિફ્ટીની શરૂઆત પણ લાલ નિશાન સાથે થઈ છે અને તે 100 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે.

Crude price hike

કોમોડિટી  અપડેટ્સ

  • ગઈકાલે સાંજે ભારે ઘટાડા બાદ ક્રૂડ થોડું સ્થિર થયું
  • ક્રૂડ ઓઇલમાં ગઈ કાલે સતત બીજા સત્રમાં ઘટ્યું
  • WTI ક્રૂડ 97 ડોલર ની નજીક અને બ્રેન્ટ 102 ડોલર આસપાસ રહ્યું
  • IEA દ્વારા 120 મિલિયન બેરલ તેલ આપવાની  જાહેરાત બાદ ક્રૂડમાં ઘટાડો
  • સોના અને ચાંદીમાં એવરેજ કારોબાર થયો
Paytm CEO Vijay Shekhar Sharma

Vijay Shekhar Sharma – CEO , Paytm

પેટીએમનો શેર કેમ ઘટ્યો? CEO વિજય શેખર શર્માએ શેરધારકોને આપ્યો જવાબ

Paytmના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) વિજય શેખર શર્માએ બુધવારે જણાવ્યું હતું કે ઝડપથી આગળ વધતા શેરો માટે બજારની પ્રતિકૂળ સ્થિતિને કારણે તાજેતરમાં તેમની કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયો છે. શર્મા, સ્થાપક અને સીઇઓ, One97 કોમ્યુનિકેશન્સ, Paytm બ્રાન્ડ હેઠળ કાર્યરત ડિજિટલ નાણાકીય સેવાઓ કંપનીએ જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે કંપની આગામી છ ત્રિમાસિક ગાળામાં EBITDA (વ્યાજ, કર, અવમૂલ્યન અને ઋણમુક્તિ પહેલાંની કમાણી)ના સંદર્ભમાં ખર્ચ વસૂલ કરશે. પદ પર રહેશે.

યસ બેંકના શેરમાં ઉછાળો

યસ બેન્કના શેરમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. આ શેરે એક મહિનામાં 20 ટકાનું વળતર આપ્યું છે. છેલ્લા ચાર દિવસમાં જ શેરમાં 23 ટકાનો વધારો થયો છે. હવે બજાર વિશ્લેષકોએ પણ આ સ્ટૉકને લઈને સકારાત્મક પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું છે. બજારના કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે નજીકના ભવિષ્યમાં આ સ્ટોક 16 થી 20 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. ટેક્નિકલ ચાર્ટ પર પણ સ્ટોક સારી પેટર્ન બનાવી રહ્યો છે. આગામી દિવસોમાં પણ આ સ્ટૉકમાં સારું વળતર મળે તેવી પૂરી શક્યતા છે. બુધવારે આ શેર 16.92 ટકા ઉછળ્યો હતો અને તે રૂ. 15.20 પર બંધ થયો હતો. આજે ગુરુવારે શેર 15.80 સુધી ઉપલા સ્તરે દેખાયો હતો

Yes Bank Stock Update
Open 15.3
High 15.8
Low 14.9
Mkt cap 39.09TCr
52-wk high 15.8
52-wk low 10.5

FII-DII ડેટા

6 એપ્રિલના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 2279.97 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 622.92 કરોડનું રોકાણ કર્યું હતું.

આજના કારોબારમાં આ સ્ટોકના રોકાણકારોને થયું નુકસાન (Nifty Top Losers )

Company Name High Low % Loss
HDFC 2,519.90 2,484.15 -1.93
HDFC Bank 1,541.35 1,520.60 -1.56
Wipro 592 583.6 -1.56
UPL 805 794 -1.4
ONGC 171.55 169.3 -1.13

છેલ્લા સત્રનો કારોબાર

બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 566 (0.94%) ઘટીને 59,610.41 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 149 (0.83%) ઘટીને  17,807 પર બંધ રહ્યો હતો. સૌથી મોટો ઘટાડો બેન્ક અને આઈટી ઈન્ડેક્સમાં થયો હતો.સેન્સેક્સ 361 પોઈન્ટ (0.72%) ઘટીને 59,815 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 115 (0.53%) પોઈન્ટ ઘટીને 17,842 પર ખુલ્યો હતો. સેન્સેક્સે 59,941.57ની ઊંચી અને 59,509.84ની નીચી સપાટી બનાવી છે.

આ પણ વાંચો :  હવે સરકાર આ કંપનીમાં પોતાનો હિસ્સો વેચશે, 3000 કરોડ એકત્રિત કરવા સરકાર OFS લાવશે, જાણો યોજના વિશે

આ પણ વાંચો :  ભાડાની કમાણી પર કેટલો લાગે છે ટેક્સ? મકાનમાલિક માટે બનાવાયો છે આ ખાસ નિયમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">