ભાડાની કમાણી પર કેટલો લાગે છે ટેક્સ? મકાનમાલિક માટે બનાવાયો છે આ ખાસ નિયમ
જો તમે સસ્તું ઘર ખરીદો છો, તો હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની ટેક્સ છૂટ મળે છે. આ નિયમ સરકારે 1 ફેબ્રુઆરી 2021 ના બજેટમાં જાહેર કર્યો હતો.
જો તમે મકાનમાલિક છો અને ભાડાની આવક (Rental Income) મેળવો છો તો તમારે આવકવેરાના નિયમો જાણવા આવશ્યક છે. તમારે ભાડાની આવક પર ટેક્સ કેવી રીતે બચાવવો તે પણ જાણવું જોઈએ. કમાયેલા ભાડા પરના ટેક્સ(Tax on Rental Income)ની ગણતરી વ્યક્તિના સ્લેબ દર મુજબ કરવામાં આવે છે. એટલે કે વ્યક્તિ જે ટેક્સના સ્લેબમાં છે તેણે તે જ દરે ભાડાની આવક પર ટેક્સ(Taxable income) ચૂકવવો પડશે. જો તે વ્યક્તિ અન્ય કોઈ સ્ત્રોતમાંથી કમાણી કરતી નથી અને ભાડાની આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે તો કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં. ટેક્સ લાગુ પડતો નથી કારણ કે તેની કમાણી કરપાત્ર આવક કરતા ઓછી છે.
ધારો કે મકાનમાલિક એક વર્ષમાં ભાડામાંથી રૂ. 2.5 લાખ કમાય છે. પરંતુ જો તેની ભાડાની આવક એક વર્ષ પછી 20% વધી જાય તો શું? શું આવક વધ્યા પછી પણ તેના પર ટેક્સ નહીં લાગે? આ કિસ્સામાં કર બચત પ્રક્રિયા અથવા કપાતનો લાભ લેવામાં આવે તો જ કર લાગુ થશે નહીં. જાણો વિગતવાર
આ ઉદાહરણથી સમજો
જેમ જેમ કમાણી વધે તેમ મકાનમાલિક ભાડા પર ટેક્સ બચાવી શકે છે જેના માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ કરવું પડે છે. મકાનમાલિકે ભાડાની કુલ આવક પર 30 ટકા સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ કરવી પડશે. ધારો કે કોઈ વ્યક્તિ ભાડામાંથી 3.20 લાખ રૂપિયા કમાય છે. તે કોર્પોરેશન ટેક્સ પેટે રૂ. 20,000 જમા કરે છે. અહીં નેટ એસેટ વેલ્યુ 3.00 લાખ હશે કારણ કે કોર્પોરેશન ટેક્સ 3.20 લાખની કમાણીમાંથી બાદ કરવામાં આવે છે. હવે નેટ એસેટ વેલ્યુ જે રૂ. 90,000 છે તેના પર 30% નું પ્રમાણભૂત કપાત લાગુ થશે. આ રીતે જો તમે 3 લાખમાંથી 90 હજાર રૂપિયા બાદ કરો તો મકાનમાલિકની ચોખ્ખી આવક 210,000 રૂપિયા થશે. આ કમાણી કરપાત્ર આવક કરતાં ઓછી છે, તેથી કોઈ કર વસૂલવામાં આવશે નહીં.
હોમ લોન પર કર બચત
જો તમે સસ્તું ઘર ખરીદો છો, તો હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ પર 1.5 લાખ રૂપિયા સુધીની વધારાની ટેક્સ છૂટ મળે છે. આ નિયમ સરકારે 1 ફેબ્રુઆરી 2021 ના બજેટમાં જાહેર કર્યો હતો. આ સાથે, 31 માર્ચ, 2022 સુધી 3.5 લાખ સુધીની કર કપાતની છૂટ આપવામાં આવી હતી. આ કપાત કલમ EEA હેઠળ માન્ય છે જેમાં ચૂકવવામાં આવેલ હોમ લોનના વ્યાજ પર 1.5 લાખ સુધીનો આવકવેરો લાભ આપવામાં આવે છે. 50,000 ના વધારાના વ્યાજ કરનો લાભ પ્રથમ વખત ઘર ખરીદનારાઓને કલમ 80EE હેઠળ જ આપવામાં આવે છે. આ કિસ્સામાં, હોમ લોનની રકમ 35 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. મિલકતની કિંમત 50 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.