LIC IPO : વિદેશી રોકાણનો માર્ગ મોકળો કરવા આજે મંત્રીમંડળની બેઠક મળશે, FDI પોલિસીમાં ફેરફાર પર નિર્ણય લેવાશે

LIC દ્વારા DRHP એટલે કે IPO દરખાસ્ત સેબી સમક્ષ 13મી ફેબ્રુઆરીના રોજ સબમિટ કરવામાં આવી હતી. સરકાર LICમાં તેનો 5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે.

LIC IPO : વિદેશી રોકાણનો માર્ગ મોકળો કરવા આજે મંત્રીમંડળની બેઠક મળશે, FDI પોલિસીમાં ફેરફાર પર નિર્ણય લેવાશે
Life Insurance Corporation of India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 12:50 PM

એલઆઈસીનો આઈપીઓ(LIC IPO) સરકાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ IPO સુપરહિટ બનાવો હોય તો વિદેશી રોકાણકારો(Foreign Investors) ની ભાગીદારી જરૂરી છે. વિદેશી રોકાણકારો માટે રસ્તો સાફ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં LICમાં ડિસઇન્વેસ્ટમેન્ટની સુવિધા માટે FDI પોલિસી (Foreign Direct Investment Policy)માં ફેરફાર કરવાના પ્રસ્તાવ પર વિચારણા કરવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ પ્રમોશન (DPIIT)એ નાણા મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ દરખાસ્ત મોકલી છે. હાલની એફડીઆઈ પોલિસી અનુસાર ઓટોમેટિક રૂટ હેઠળ વીમા ક્ષેત્રમાં 74 ટકા વિદેશી રોકાણને મંજૂરી છે. જો કે આ નિયમ ભારતીય જીવન વીમા નિગમને લાગુ પડતો નથી. તે એક અલગ કાયદા LIC એક્ટ દ્વારા સંચાલિત છે.

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)ના નિયમો અનુસાર FPI (Foreign Portfolio Investors) અને FDI (Foreign Direct Investment) બંનેને જાહેર ઓફર હેઠળ મંજૂરી છે. એલઆઈસી એક્ટમાં વિદેશી રોકાણ માટેની કોઈ જોગવાઈ ન હોવાથી વિદેશી રોકાણકારોની ભાગીદારીના સંદર્ભમાં સૂચિત એલઆઈસી આઈપીઓ સેબીના ધોરણોને અનુરૂપ લાવવાની જરૂર છે. કેબિનેટે ગયા વર્ષે જુલાઈમાં LIની પ્રારંભિક જાહેર ઓફરને મંજૂરી આપી હતી. એલઆઈસીએ આ મુદ્દા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીને અરજી કરી છે.

SBI પાસેથી 20 વર્ષ માટે 40 લાખની હોમ લોન પર EMI કેટલી ?
વરસાદમાં પલળ્યા પછી પગમાં આવી રહી છે ખંજવાળ? અજમાવો આ ઘરેલુ ઉપાય
વજન વધે છે ? આ સૂપર ફુડનું કરો સેવન, ચરબી મીણની જેમ ઓગળશે
સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાના ફાયદા
7 ઓગસ્ટે TATAનો ધમાલ ! લોન્ચ થશે કૂપ સ્ટાઈલ SUV 'Curvv'
Ambani Family: રાધિકાના લહેંગા પર જોવા મળી અનંત સાથેની લવ-સ્ટોરી

સરકાર 60 હજાર કરોડ એકત્ર કરી શકે છે

LIC દ્વારા DRHP એટલે કે IPO દરખાસ્ત સેબી સમક્ષ 13મી ફેબ્રુઆરીના રોજ સબમિટ કરવામાં આવી હતી. સરકાર LICમાં તેનો 5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આના દ્વારા સરકાર 60-63 હજાર કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકે છે. સરકાર આ IPOમાં 31.6 કરોડ શેર ઇશ્યૂ કરશે. એલઆઈસી પોલિસીધારકો અને કર્મચારીઓને ઈશ્યુ પ્રાઈસ કરતા ઓછી કિંમત ઓફર કરવામાં આવશે. આ સિવાય તેમના માટે સબસ્ક્રિપ્શનમાં પણ રિઝર્વેશન રહેશે.

બજાર મૂલ્ય  16 લાખ કરોડ

સેબી સમક્ષ સબમિટ કરાયેલા દસ્તાવેજ અનુસાર LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.4 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ 30 સપ્ટેમ્બર, 2021 સુધી છે. અત્યારે તેનું બજાર મૂલ્ય આપવામાં આવ્યું નથી. બજારનું માનવું છે કે LICનું બજાર મૂલ્ય રૂ. 16 લાખ કરોડ હોઈ શકે છે.

સૌથી મોટા IPO નો Paytm ના નામે રેકોર્ડ

LIC IPO ભારતના ઇતિહાસમાં સૌથી મોટો IPO હશે. આ રેકોર્ડ હાલમાં Paytm ના નામે છે જેણે 2021માં શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. IPOની કિંમત 18,300 કરોડ રૂપિયા હતી. કોલ ઈન્ડિયાનો આઈપીઓ 2010માં આવ્યો હતો જેની કિંમત રૂ. 15500 કરોડ. 2008માં રિલાયન્સ પાવરનો IPO રૂ. 11,700 કરોડનો હતો.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે ક્રૂડના ભાવમાં ઘટાડો થયો, શું પેટ્રોલ – ડીઝલ મામલે મળી શકે છે રાહતના સમાચાર?

આ પણ વાંચો : દેશના સૌથી મોટા કારોબારી અને સૌથી મોટા રોકાણકાર બનશે પડોશી, જાણો બિગબુલના આલીશાન બંગલા વિશે

Latest News Updates

ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
g clip-path="url(#clip0_868_265)">