બાબા રામદેવની કંપની રુચિ સોયા ટૂંક સમયમાં RHP ફાઇલ કરશે , FPO દ્વારા જનતા પાસેથી 4300 કરોડ એકત્ર કરવાની યોજના

રુચિ સોયા સેબી(SEBI)ની લિસ્ટેડ કંપનીઓ માટે લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણોને પૂર્ણ કરવા માટે આ FPO લાવી રહી છે. હાલમાં પતંજલિ ગ્રૂપ રૂચી સોયામાં લગભગ 98.9 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક શેરધારકો લગભગ 1.1 ટકા હિસ્સો ધરાવે છે.

બાબા રામદેવની કંપની રુચિ સોયા ટૂંક સમયમાં RHP ફાઇલ કરશે , FPO દ્વારા જનતા પાસેથી 4300 કરોડ એકત્ર કરવાની યોજના
Baba Ramdev
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 8:25 AM

યોગ ગુરુ બાબા રામદેવ(Baba Ramdev)ની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved) ની માલિકીની એડિબલ ઓઇલ કંપની રૂચી સોયા(Ruchi Soya) લગભગ રૂ. 4300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની ફોલો ઓન પબ્લિક ઓફર એટલે કે FPO (Follow on Public Offer) લાવશે. આ મામલા સાથે સંકળાયેલા લોકોએ સંકેત આપ્યો કે રુચિ સોયા આગામી બે અઠવાડિયામાં FPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરી શકે છે. કંપની રુચિ સોયામાં હિસ્સો ઘટાડશે .આ FPO બાદ કંપનીમાં પતંજલિ ગ્રૂપનો હિસ્સો ઘટીને લગભગ 81 ટકા અને જનતાનો હિસ્સો લગભગ 19 ટકા થઈ જશે.

રેગ્યુલેટરી નોર્મ્સ માટે FPO લવાશે

રુચિ સોયા સેબી(SEBI)ની લિસ્ટેડ કંપનીઓ માટે લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગના ધોરણોને પૂર્ણ કરવા માટે આ FPO લાવી રહી છે. હાલમાં પતંજલિ ગ્રૂપ રૂચી સોયામાં લગભગ 98.9 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક શેરધારકો લગભગ 1.1 ટકા હિસ્સો ધરાવે છે.

આ FPO પછી રૂચી સોયામાં પતંજલિ ગ્રૂપનો હિસ્સો ઘટીને લગભગ 81 ટકા થઈ જશે અને જનતાનો હિસ્સો લગભગ 19 ટકા થઈ જશે. કંપનીને ગયા વર્ષે ઓગસ્ટમાં દેશના માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી તરફથી FPO લાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પતંજલિએ વર્ષ 2019માં રૂચી સોયાને હસ્તગત કરી હતી

ઉલ્લેખનીય છે કે પતંજલિએ વર્ષ 2019માં રૂચી સોયાનું સંપાદનકર્યું હતું. પતંજલિએ નાદારી પ્રક્રિયા હેઠળ રૂચી સોયાને રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી.

પામતેલના વ્યવસાય પર બાબાનું ફોકસ વધ્યું

ભારત સરકારે પામ તેલમાં આત્મનિર્ભર બનવા માટે નેશનલ એડિબલ ઓઇલ-પામ ઓઇલ મિશન (NMEO-OP) ને મંજૂરી આપી હતી. આ મિશનની મંજૂરી મળ્યા બાદ બાબા રામદેવે આસામ, ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પામતેલના વાવેતર શરૂ કરવાની યોજના બનાવી હતી.

રૂચી સોયા 4300 કરોડની FPO લાવશે. કંપની FPO દ્વારા રૂ 4,300 કરોડ કરવા માટે પ્રયત્નશીલ છે. પતંજલિ આયુર્વેદે 2019 માં નાદાર કંપની રૂચી સોયાને 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. દેશના દિગ્ગ્જ કારોબારી ગૌતમ અદાણી પણ આ કંપનીને ખરીદવા પ્રયત્નશીલ હતા પાછળથી પાછળ હટવાનો નિર્ણય કર્યો.

રુચિ સોયામાં હિસ્સો ઘટાડશે

સૂત્રો અનુસાર બાબા રામદેવ સોયામાં હિસ્સો ઘટાડશે. ફ્લોર પ્રાઇસ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. કંપની રૂચી સોયા દ્વારા પ્રીમિયમ બ્રાન્ડ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. રૂચી સોયાની FPO ને મંજૂરી બાદ કંપની FPO મારફતે 4300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો : MONEY9: તમે તમારી PAY SLIP ધ્યાનથી વાંચી ? PAY SLIPમાં કઇ કઇ વિગતો હોય છે, જુઓ આ વીડિયોમાં

આ પણ વાંચો : MONEY9: બીજાની લોનમાં જામીન બનવું કે નહીં? સમજો આ વીડિયોમાં

g clip-path="url(#clip0_868_265)">