AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Ramdevની કંપની Ruchi Soya રૂપિયા 4300 કરોડ એકત્ર કરવા FPO લાવશે, ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં આવી શકે છે ઈશ્યુ

કંપની ફોલો ઓન પબ્લિક ઈશ્યુ(follow on public issue) પર ફોલો લાવી શકે છે એટલે કે FPO (follow on public offer). આ FPO આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી શકે છે.

Baba Ramdevની કંપની Ruchi Soya રૂપિયા 4300 કરોડ એકત્ર કરવા FPO લાવશે, ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં આવી શકે છે ઈશ્યુ
Baba Ramdev
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 8:58 AM
Share

યોગ ગુરુ બાબા રામદેવ(Baba Ramdev)ની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદ (Patanjali Ayurved)ની માલિકીની ખાદ્ય તેલ કંપની રૂચી સોયા(Ruchi Soya) રૂ. 4300 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ માટે કંપની ફોલો ઓન પબ્લિક ઈશ્યુ(follow on public issue) પર ફોલો લાવી શકે છે એટલે કે FPO (follow on public offer). આ FPO આ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પતંજલિએ વર્ષ 2019માં રૂચી સોયાનું અધિગ્રહણ કર્યું હતું. પતંજલિએ નાદારી પ્રક્રિયા હેઠળ રૂચી સોયાને રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી.

ગયા વર્ષે ઓગસ્ટમાં FPO લાવવા માટે સેબી પાસેથી પરવાનગી લેવામાં આવી હતી

કંપનીને ગયા વર્ષે ઓગસ્ટમાં દેશના બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી તરફથી FPO લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. કંપનીએ જૂન 2021માં આ સંબંધમાં માર્કેટ રેગ્યુલેટરને ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કર્યો હતો.

FPO માં લઘુત્તમ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ

રુચિ સોયા સેબીની લિસ્ટેડ કંપનીઓ માટે લઘુત્તમ 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ નિયમને પહોંચી વળવા માટે આ FPO લાવી રહી છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની ફેબ્રુઆરી 2022ના છેલ્લા સપ્તાહમાં FPO લાવવાની તૈયારી કરી રહી છે.

રૂચી સોયાનું વેલ્યુએશન રૂ 24,114 કરોડ

અત્યારે રૂચી સોયાનું વેલ્યુએશન 24,114 કરોડ રૂપિયા છે જ્યારે કંપનીએ એફપીઓ રજૂ કરવાની યોજના બનાવી ત્યારે તેનું મૂલ્યાંકન રૂ. 33,255 કરોડ હતું.

રુચિ સોયામાં 10 થી 15 ટકા હિસ્સો ઘટાડશે

સૂત્રો અનુસાર બાબા રામદેવ સોયામાં 10 થી 15 ટકાની વચ્ચેનો હિસ્સો ઘટાડશે. ફ્લોર પ્રાઇસ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. અમારું પહેલું લક્ષ્ય રુચી સોયાને દેવામાંથી બહાર કાઢવાનું છે. અમે રૂચી સોયા દ્વારા પ્રીમિયમ બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રૂચી સોયાની FPO ને મંજૂરી આપવામાં આવી છે. કંપની FPO મારફતે 4300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચો : Adani Wilmar ના શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા, પ્રોફિટ બુકીંગ કરવું કે રોકાણ જાળવી રાખવું? જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

આ પણ વાંચો : Share Market Tips : આ 5 બાબતોથી દૂર રહેશો તો શેરબજારમાં ખોટ નહિ કમાણી કરશો

Follow Us
મમ્મી-પપ્પાની જાનમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાની જાનમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
g clip-path="url(#clip0_868_265)">