AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાબા રામદેવે કરી મોટી જાહેરાત, યોગગુરુ RUCHI SOYA FPO ઉપરાંત PATANJALI IPO લાવશે , જાણો શું છે યોજના

એક નિવેદનમાં બાબા રામદેવે(BABA RAMDEV) કહ્યું હતું કે પતંજલિનો આઇપીઓ (Patanjali IPO )આવતા વર્ષે આવી શકે છે. તેમણે કહ્યું કે રૂચી સોયા(Ruchi Soya) પહેલા અમે પતંજલિનો આઈપીઓ લાવવાનો વિચાર કર્યો ન હતો. પરંતુ હવે ડર દૂર થઈ ગયો છે અને તે આવતા વર્ષે બજારમાં લિસ્ટ થશે.

બાબા રામદેવે કરી મોટી જાહેરાત, યોગગુરુ RUCHI SOYA FPO ઉપરાંત PATANJALI IPO લાવશે , જાણો શું છે યોજના
Baba Ramdev
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 12:00 PM
Share

આજકાલ લગભગ દરેક કંપની પોતાનો IPO લઈને આવી રહી છે. આ જ ક્રમમાં સ્વામી રામદેવ(Baba Ramdev)ની કંપની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayurved) પણ તેનો આઈપીઓ લાવવા વિચારી રહી છે. એક નિવેદનમાં બાબા રામદેવે કહ્યું હતું કે પતંજલિનો આઇપીઓ (Patanjali IPO )આવતા વર્ષે આવી શકે છે. તેમણે કહ્યું કે રૂચી સોયા(Ruchi Soya) પહેલા અમે પતંજલિનો આઈપીઓ લાવવાનો વિચાર કર્યો ન હતો. પરંતુ હવે ડર દૂર થઈ ગયો છે અને તે આવતા વર્ષે બજારમાં લિસ્ટ થશે.

પતંજલિ આયુર્વેદે નાદાર કંપની રૂચી સોયા હસ્તગત કરી હતી અને 27 જાન્યુઆરી, 2020 ના રોજ રુચી સોયાના શેર ફરીથી લિસ્ટિંગ કરવામાં આવ્યા હતા. એક ન્યુઝ મીડિયા સાથે મુલાકાતમાં બાબા રામદેવે કહ્યું કે 17 રૂપિયાની આસપાસનો સ્ટોક 6 મહિનામાં 1500 રૂપિયાને પાર કરી ગયો. પ્રથમ 6 મહિનામાં અમને લગભગ 8900 ટકાનું શાનદાર વળતર મળ્યું છે. કંપનીનું માર્કેટ કેપ રૂ 32,500 કરોડ છે.

IPO આવતા વર્ષે આવી શકે છે બાબા રામદેવે કહ્યું કે શેરબજારમાં ઘણી તાકાત છે. આપણે 50-60 વર્ષમાં જેકરવા જઈએ છીએ એ બજાર દ્વારા 5 વર્ષમાં કરી શકીએ છીએ. માટે આગળ અમે પતંજલિનું IPO લાવી શકીએ છે. આ એક નવો IPO હશે. પતંજલિએ આયુર્વેદિક દવા કંપની તરીકે શરૂઆત કરી હતી. તે હવે એફએમસીજી કંપની બની ગઈ છે. નાણાંકીય વર્ષ 2020-21માં પતંજલિનું ટર્નઓવર 30,000 કરોડને પાર કરી ગયું છે.

યુનિલીવરને પાછળ ધકેલવાનું લક્ષ્ય તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય યુનિલિવર કરતાં વધુ માર્કેટ કેપ વધારવાનું છે. પતંજલિ અને રૂચી સોયા સાથે મળીને અમે 5 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ બનાવીશું.

રુચિ સોયામાં 10 થી 15 ટકા હિસ્સો ઘટાડશે બાબા રામદેવે કહ્યું કે રૂચી સોયામાં 10 થી 15 ટકાની વચ્ચેનો હિસ્સો ઘટાડશે. ફ્લોર પ્રાઇસ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. અમારું પહેલું લક્ષ્ય રુચી સોયાને દેવામાંથી બહાર કાઢવાનું છે. અમે રૂચી સોયા દ્વારા પ્રીમિયમ બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. રૂચી સોયાની FPO ને મંજૂરી આપવામાં આવી છે. કંપની FPO મારફતે 4300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

પતંજલિ 5 વર્ષમાં 5 લાખ લોકોને રોજગાર આપશે બાબા રામદેવે કહ્યું કે પતંજલિ 5 વર્ષમાં 5 લાખથી વધુ લોકોને રોજગાર આપ્યો છે. હવે આવતા 5 વર્ષમાં 5 લાખ નવી નોકરી આપીશું. તેમણે ઉમેર્યું કે 2 લોકોથી શરૂઆત કર્યા પછી અમે 200 દેશોમાં યોગને પહોંચાડવામાં સફળ થયા છીએ. અમે 100 થી વધુ સંશોધન આધારિત દવાઓ તૈયાર કરી છે. આટલું જ નહીં અમે રૂચી સોયાના કારોબારને વધારીને રૂ 16,318 કરોડ કરી દીધો છે. અમે રૂચિ સોયાને 24.4 ટકાના દરે આગળ લાવ્યા છે. આગળ કંપનીનું સંપૂર્ણ ધ્યેય સંશોધન, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ પર રહેશે. નાણાકીય વર્ષ 2020-21માં પતંજલિનું ટર્નઓવર આશરે 30,000 કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચો :   Gautam Adani : 3 મહિનામાં અદાણી ગ્રુપના શેર 52% સુધી ગગડયા, જાણો શું છે કારણ

આ પણ વાંચો :   IPO માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટર્સ મોટા ખેલાડી સાબિત થઇ રહ્યા છે, નવી કંપનીઓની લિસ્ટિંગમાં ઝડપી વધારો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">