AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG: હવે એક મિસ્ડ કોલથી આપના ઘરે ગેસ સિલિન્ડર પહોંચશે, જાણો કઈ રીતે

હાલના ઈન્ડેન ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ ફોન નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ આપીને રિફિલ બુક કરી શકે છે. હવે તે જ નંબર પર નવા એલપીજી કનેક્શન સાથે ગેસ રિફિલ બુક કરવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવી છે.

LPG: હવે એક મિસ્ડ કોલથી આપના ઘરે ગેસ સિલિન્ડર પહોંચશે, જાણો કઈ રીતે
LPG Gas Connection by Missed Call
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 9:35 AM
Share

હવે નવું એલપીજી ગેસ કનેક્શન(LPG Gas Connection) મેળવવું હવે પહેલા જેવું મુશ્કેલ કામ રહ્યું નથી. એલપીજી કનેક્શન મિસ્ડ કોલ(Missed Call) પર ઉપલબ્ધ થશે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC) એ LPG કનેક્શન માટે નવી સુવિધા શરૂ કરી છે. ગ્રાહકો હવે મિસ્ડ કોલ પર નવું એલપીજી કનેક્શન મેળવી શકે છે. આ નંબર 8454955555 પર ડાયલ કરો અને ઘરે બેઠા LPG ગેસ કનેક્શન મેળવો. ઇન્ડિયન ઓઇલ (IOC) એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

આ ઉપરાંત હાલના ઈન્ડેન ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ ફોન નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ આપીને રિફિલ બુક કરી શકે છે. હવે તે જ નંબર પર નવા એલપીજી કનેક્શન સાથે ગેસ રિફિલ બુક કરવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવી છે.

સમયની બચત થશે બુકિંગ માટે ગ્રાહકોને કોલ કરવા પાછળનો સમય બચી જશે. હવે ફક્ત એક મિસ્ડ કોલથી સિલિન્ડર બુક કરાવી શકાશે. આ ઉપરાંત ગ્રાહકોના કોલ્સ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. વર્તમાન IVRS(INTERACTIVE VOICE RESPONSE SYSTME)માં સામાન્ય કોલ રેટને ચાર્જ થાય છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સુવિધા લોકોને રાહત આપશે જેઓને આઈવીઆરએસ સિસ્ટમમાં પોતાને આરામદાયક લાગતી નથી અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

મિસ્ડ કોલ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો? મિસ્ડ કોલ સુવિધા ખુબ સરળતાથી કામ કરે છે. રિફિલ બુકિંગ માટે ગ્રાહકોએ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ કરવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા માહિતી મળશે કે તમારું સિલિન્ડર બુક કરાયું છે. જે ટૂંક સમયમાં આપણા ઘરે પણ પહોંચશે.

આ પણ વાંચો :  Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સતત 22 માં દિવસે ઇંધણમાં ભાવ વધારો ન કરાયો , જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત

Follow Us
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
g clip-path="url(#clip0_868_265)">