AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : 137 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 90.18 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : 137 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 8:20 AM
Share

Petrol Diesel Price Today : દેશમાં લાંબા સમય બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો(Petrol Diesel Price Hike) થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ 137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કર્યો છે. ગયા વર્ષના નવેમ્બર પછી આ પ્રથમ વધારો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવે એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે એક લિટર ડીઝલની કિંમત 87.47 રૂપિયા છે. રાજ્યના ઇંધણ રિટેલર્સએ આજે મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ 80 પૈસાનો વધારો કર્યો છે.  ત્રણ સરકારી ઈંધણ રિટેલર્સ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન ભારતમાં ઈંધણના છૂટક વેચાણ પર પ્રભુત્વ ધરાવે છે અને સાથે સાથે તેમના ભાવમાં વધારો કરે છે.

દેશના મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હીમાં મંગળવારે એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા અને ડીઝલની કિંમત 87.47 રૂપિયા થઇ છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત 110.78 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 94.94 રૂપિયા પ્રતિ લીટર છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 102.2 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.23 રૂપિયા છે. કોલકાતામાં આજે પેટ્રોલની કિંમત 105.47 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.59 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.15 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 90.18 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.93 89.80
Rajkot 95.69 89.74
Surat 95.81 89.86
Vadodara 95.58 89.61

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : 1 માર્ચ પહેલા આ ખાતાઓમાં મિનિમમ એમાઉન્ટ જમા કરો નહીંતર નુકસાનનો સામનો કરવો પડશે

આ પણ વાંચો :  Tax Saving Mutual Fund : આ રોકાણ ટેક્સ બચત સાથે સારી કમાણી આપી રહ્યા છે, જાણો વિગતવાર

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">