LPG Gas Cylinder Price: મોંઘવારીનો વધુ એક ફટકો,ગેસ સિલિન્ડર 105 રૂપિયા મોંઘો થયો

5 કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં 5 કિલોના સિલિન્ડરની કિંમત 569 રૂપિયા થશે.

LPG Gas Cylinder Price: મોંઘવારીનો વધુ એક ફટકો,ગેસ સિલિન્ડર 105 રૂપિયા મોંઘો થયો
રાંધણ ગેસની કિંમતમાં 105 રૂપિયાનો વધારો થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 8:15 AM

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC) એ માર્ચ મહિના માટે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ (LPG Gas Cylinder Latest Price)આજે જાહેર કર્યા છે. પહેલી માર્ચે 14 કિલો સબસિડી વગરના  LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કિંમત 899.5 રૂપિયા પર યથાવત છે. જોકે, તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 105નો વધારો કર્યો છે. ભાવ વધારા બાદ નવી દિલ્હીમાં 19 કિલોના ગેસ સિલિન્ડરનો નવો દર રૂ. 2,012 થઈ ગયો છે. નવી કિંમતો આજે  1 માર્ચ, 2022થી લાગુ થશે.

5 કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ 27 રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં 5 કિલોના સિલિન્ડરની કિંમત 569 રૂપિયા થશે. ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ભારતમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી 2022માં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ.91.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. 14 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયો નથી.

19 કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમતો

દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 105 રૂપિયા વધીને 2,012 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ કિંમત 1,907 રૂપિયા હતી. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 108 રૂપિયા વધીને 2,095 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 1,987 રૂપિયા હતી.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

મુંબઈમાં કોમર્શિયલ ગેસ રૂ. 1963 છે જે પહેલા 1857 રૂપિયા હતી અહીં રૂ. 106 નો વધારો થયો છે. ચેન્નાઈમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2145.5 રૂપિયા થઈ ગઈ છે.અહીં રૂ. 65 નો ઘટાડો થયો છે.અગાઉ સિલિન્ડરની કિંમત 2080.5 રૂપિયા હતી.

14 કિલોના સિલિન્ડરની નવી કિંમત

દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરની કિંમત રૂ. 899.50 છે. કોલકાતામાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 926, મુંબઈમાં તે રૂ. 899.50 છે. આ સિલિન્ડરની કિંમત ચેન્નાઈમાં 915.50 રૂપિયા છે.

એલપીજીની કિંમત આ રીતે ચેક કરો એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે તમારે રાજ્યની તેલ કંપની IOCની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર જારી કરે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.

આ પણ વાંચો : Russian Currency Fall: યુદ્ધના માઠાં પરિણામોમાંથી રશિયા પણ બાકાત નહીં, રૂબલ 30 ટકા ગગડ્યું

આ પણ વાંચો : Rajasthan: ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બાડમેરના બખાસરમાં મોટો વિસ્ફોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

g clip-path="url(#clip0_868_265)">