AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Gas Cylinder Price : મોંઘવારી સામે મળી રાહત, ગેસ સિલિન્ડર 100 રૂપિયા સસ્તો થયો, જાણો લેટેસ્ટ રેટ

LPG Gas Cylinder Price : ઓગસ્ટ મહિનાની શરૂઆત સારા સમાચારની સાથે રહી છે.આજે  મંગળવારે મહિનાના પ્રથમ દિવસે, તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમત જાહેર કરી છે. 1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડર(LPG Gas Cylinder)ની કિંમતમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી.

LPG Gas Cylinder Price : મોંઘવારી સામે મળી રાહત, ગેસ સિલિન્ડર 100 રૂપિયા સસ્તો થયો, જાણો લેટેસ્ટ રેટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 7:12 AM
Share

LPG Gas Cylinder Price : ઓગસ્ટ મહિનાની શરૂઆત સારા સમાચારની સાથે રહી છે.આજે  મંગળવારે મહિનાના પ્રથમ દિવસે, તેલ કંપનીઓએ ગેસ સિલિન્ડરની કિંમત જાહેર કરી છે. 1 ઓગસ્ટથી એલપીજી સિલિન્ડર(LPG Gas Cylinder)ની કિંમતમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાના ઘટાડાની મોટી રાહત આપવામાં આવી હતી.

જ્યારે આ અગાઉ જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 7 રૂપિયાનો નજીવો વધારો થયો હતો. આ સામે આ મહિને 100 રૂપિયાના ઘટાડા દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આ ફાયદો માત્ર કોમર્શિયલ એટલે કે 19 કિલોના સિલિન્ડરમાં આપવામાં આવી રહ્યોછે. ઘરોમાં ઉપયોગમાં લેવાતા ઘરેલુ એટલેકે લાલ રંગના ડોમેસ્ટિક સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવ મહિનાના પહેલા દિવસે અપડેટ કરવામાં આવે છે. આ વખતે ઘરેલું ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1680 રૂપિયા થઈ ગઈ છે જે 4 જુલાઈના રોજ વધારા બાદ 1780 રૂપિયા પર પહોંચી ગઈ છે.

દેશના મહાનગરોમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત (રૂપિયામાં)

  • દિલ્હી  1680
  • કોલકાતા  1820.50
  • મુંબઈ  1640.50
  • ચેન્નાઈ. 1852.50

ઘરેલું સિલિન્ડરમાં કોઈ ફેરફાર નથી

ઘરેલુ સિલિન્ડર એટલે કે તમારા ઘરમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં પણ રાહત મળી છે કારણકે આ મહિને કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશની રાજધાનીદિલ્લીમાં હાલમાં ઘરેલુ LPG ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા છે. સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર આ આગાઉ 1 માર્ચ, 2023ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષમાં તેની કિંમત બમણી થઈ ગઈ છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે સરકાર ક્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને તેમને રાહત આપશે.

ઈન્ડિયન ઓઈલ, HPCL અને BPCLએ રાંધણ ગેસ સિલિન્ડરની સિક્યુરિટી એમાઉન્ટ વધારી દીધી છે. આ ત્રણ કંપનીઓ ભારતમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરે છે. લોકો પોતાની એજન્સીઓમાંથી ઘરેલું ગેસ સિલિન્ડર લે છે. તાજેતરના મહિનાઓમાં એલપીજીના ભાવમાં ઝડપથી વધારો થયો છે. તેની કિંમત 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. હવે તેમાં વધુ મોંઘવારી જોવા મળી રહી છે.

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">