LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો થયો, જાણો કેટલો થયો મોંઘો
ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર પછી 14.2 કિલોગ્રામ ( કિલો ) સિલિન્ડરની કિંમત કેટલી હશે ? જાણો જ્યારે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત સિલિન્ડર દીઠ 95 રૂપિયાથી વધારીને 1614 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે પ્રજા મોંઘવારીનો સામનો કરી રહી છે, ત્યારે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ પણ સતત વધી રહ્યા છે. સોમવારથી ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. આ ભાવમાં ફેરફાર પછી, નવી દિલ્હીમાં 14.2 કિગ્રા (કિલો) ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત 819 રૂપિયા હશે. જ્યારે 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત સિલિન્ડર દીઠ 95 રૂપિયાથી વધારીને 1614 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી છે.
સામાન્ય રીતે એવું બને છે કે દર મહિનાની શરૂઆતમાં એલપીજીના ભાવમાં ફેરફાર થાય છે. ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત જાન્યુઆરી 2021 માં સિલિન્ડર દીઠ 694 રૂપિયાથી વધારીને 4 ફેબ્રુઆરી 2021 ના રોજ સિલિન્ડર માટે 719 રૂપિયા કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરી 2021 ના રોજ, દિલ્હીમાં ફરીથી સિલિન્ડર દીઠ ભાવ વધારીને 769 કરવામાં આવ્યા હતા.
25 ફેબ્રુઆરીએ એલપીજીના ભાવમાં 25 રૂપિયા વધારો કરાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં આ ત્રીજી વૃદ્ધિ હતી. અગાઉ, 4 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
દામ વધવાના કારણે ગુજરાતમાં LPG નાં ભાવ 826 ની આસપાસ રહેશે
ડિસેમ્બરમાં, એલપીજી સિલિન્ડરની કિંમતમાં બે વાર વધારો કરવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરે, તેની કિંમત 594 રૂપિયાથી વધારીને 644 રૂપિયા કરવામાં આવી હતી અને પછી 15 ડિસેમ્બરે ફરીથી તે વધારીને રૂ. 694 કરવામાં આવી હતી. એટલે કે, એક મહિનામાં 100 રૂપિયા વધારવામાં આવ્યા હતા. જો કે જાન્યુઆરીમાં કિંમતોમાં વધારો કરવામાં આવ્યો ન હતો. જાન્યુઆરીમાં, સબસિડી વિનાના એલપીજી (14.2 કેજી) ની કિંમત 694 રૂપિયા હતી.