AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેવિંગ્સ એકાઉન્ટને ભૂલી જાઓ ! આજના યુગ પ્રમાણે જાણો કયું સુરક્ષિત એકાઉન્ટ આપશે બમણું વળતર

કટોકટીના સમય માટે રાખવામાં આવેલા ઇમરજન્સી ફંડ પર બેંક બહુ ઓછું વ્યાજ આપે છે. વધતી મોંઘવારી સામે પોતાના પૈસાનું મૂલ્ય જાળવી રાખવા માટે 'લિક્વિડ ફંડ' એક સ્માર્ટ અને સુરક્ષિત વિકલ્પ છે. શું આ એક સેફ રોકાણ છે કે પછી છે જોખમ? ચાલો જાણીએ વિગતવાર માહિતી.

સેવિંગ્સ એકાઉન્ટને ભૂલી જાઓ ! આજના યુગ પ્રમાણે જાણો કયું સુરક્ષિત એકાઉન્ટ આપશે બમણું વળતર
Image Credit source: AI
| Updated on: May 26, 2026 | 8:42 PM
Share

આપણામાંથી મોટાભાગના લોકો પોતાની મહેનતની કમાણીનો એક ચોક્કસ હિસ્સો ‘ઇમરજન્સી ફંડ’ તરીકે બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રાખે છે. અચાનક આવી પડતી કોઈ તબીબી આફત કે નોકરી જવાના સમયે આ પૈસા કામ આવે છે. બેંક એકાઉન્ટમાં આ નાણાં સુરક્ષિત જરૂર રહે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વધતી મોંઘવારીની સરખામણીએ ત્યાં તમારું ભંડોળ બહુ ઓછું વળતર કમાઈ રહ્યું છે?

બેંકના બચત ખાતાનું વ્યાજ ઘણું ઓછું હોય છે, જેના કારણે લાંબા ગાળે તમારા પૈસાનું મૂલ્ય ઘટે છે. આવા માહોલમાં મ્યુચ્યુઅલ ફંડની એક ખાસ કેટેગરી ‘લિક્વિડ ફંડ’ (Liquid Funds) તમારા ઇમરજન્સી ફંડને સાચવવા માટે બેંક કરતાં ઘણો વધુ સ્માર્ટ અને ફાયદાકારક વિકલ્પ સાબિત થઈ શકે છે. આવો સરળ ભાષામાં સમજીએ કે લિક્વિડ ફંડ શું છે અને તે બેંક એકાઉન્ટ કરતાં કેમ ચડિયાતું છે,

શું હોય છે આ લિક્વિડ ફંડ્સ?

લિક્વિડ ફંડ્સ એ મ્યુચ્યુઅલ ફંડનો જ એક પ્રકાર છે. આ ફંડ્સ તમારા પૈસાને કોઈ જોખમી શેરબજારમાં રોકવાને બદલે સરકારી બોન્ડ્સ, કોમર્શિયલ પેપર્સ અને ડિપોઝિટ સર્ટિફિકેટ જેવા અત્યંત સુરક્ષિત અને ટૂંકા ગાળાના સરકારી સાધનોમાં રોકે છે. આમાં નાણાં બહુ ઓછા સમય માટે રોકાતા હોવાથી તેમાં જોખમ નહિવત એટલે કે ન બરાબર હોય છે.

બેંક એકાઉન્ટ કરતાં ડબલ રિટર્ન કેવી રીતે મળે છે?

સામાન્ય રીતે બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં વાર્ષિક અંદાજે 2.5% થી 3.5% સુધીનું જ વ્યાજ મળે છે. તેની સામે લિક્વિડ ફંડ્સનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે તે કોઈ પણ પ્રકારનું જોખમ વધાર્યા વિના વાર્ષિક આશરે 6% થી 7% સુધીનું ઉત્તમ રિટર્ન આપે છે. એટલે કે, બેંકમાં રાખેલા પૈસા કરતાં અહીં તમારી કમાણી સીધી ડબલ થઈ શકે છે.

કટોકટીના સમયે પૈસા પાછા મેળવવા કેટલા સરળ?

ઘણા લોકો એવું વિચારીને મ્યુચ્યુઅલ ફંડમાં ઇમરજન્સી ફંડ નથી રોકતા કે જરૂરિયાતના સમયે પૈસા પાછા ઉપાડવામાં દિવસો નીકળી જશે. પરંતુ લિક્વિડ ફંડ તેના નામ પ્રમાણે જ અત્યંત ‘લિક્વિડ’ (સરળતાથી રોકડા થઈ શકે તેવા) હોય છે. આમાં તમે ગમે ત્યારે તમારા પૈસા પાછા ખેંચી શકો છો.

આજકાલ ઘણા લિક્વિડ ફંડ્સ ‘ઇન્સ્ટન્ટ રિડેમ્પશન’ (તાત્કાલિક ઉપાડ) ની સુવિધા આપે છે, જેનાથી તમે મોબાઈલ એપમાં માત્ર એક ક્લિક કરશો એટલે ગણતરીની મિનિટોમાં જ પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જાય છે. સામાન્ય સંજોગોમાં પણ આ નાણાં 1 થી 2 વર્કિંગ ડેઝની અંદર મળી જતા હોય છે.

રોકાણ કરતાં પહેલાં આટલી બાબતોનું ધ્યાન રાખો

લિક્વિડ ફંડમાં માત્ર એ જ પૈસા રોકો જે તમારો બેકઅપ પ્લાન છે અથવા જેની જરૂરિયાત તમને આગામી થોડા મહિનાઓમાં પડી શકે છે. આ ફંડમાંથી મળતા વળતર પર તમારા ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગુ થાય છે, તેથી પોતાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું. કોઈ પણ સ્કીમ પસંદ કરતાં પહેલાં સર્ટિફાઇડ ફાયનાન્સિયલ એડવાઇઝરની સલાહ લો અથવા બજારમાં જે સ્કીમનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય અને રેટિંગ સારું હોય તેની પસંદગી કરવી હિતાવહ છે.

ડિસ્ક્લેમર: મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આ આર્ટિકલ માત્ર માહિતી માટે છે અને તેને કોઈપણ પ્રકારે રોકાણની સલાહ તરીકે ગણવામાં ન આવે. TV9 ગુજરાતી પોતાના વાચકો અને દર્શકોને પૈસા સાથે જોડાયેલો કોઈપણ નિર્ણય લેતા પહેલા પોતાના નાણાકીય સલાહકારો (ફાયનાન્સિયલ એડવાઇઝર્સ) ની સલાહ લેવાનું સૂચન કરે છે.

બનાસકાંઠામાં પતિએ 50 હજારમાં મિત્રને પત્ની વેચી દીધી… સાત દિવસ સુધી ગોંધી રાખી આચર્યું દુષ્કર્મ

Follow Us
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
g clip-path="url(#clip0_868_265)">