AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક સેવિંગ એકાઉન્ટ કરતા વધુ વ્યાજ કમાવવું છે ? ઓછા સમયના રોકાણ માટે લિક્વિડ અને અલ્ટ્રા શોર્ટ ફંડમાંથી કયો ઓપ્શન છે બેસ્ટ

જો તમારી પાસે થોડા મહિના માટે વધારાના પૈસા પડ્યા છે અને તમે સુરક્ષિત રોકાણ સાથે સારો નફો મેળવવા માંગો છો તો લિક્વિડ ફંડ અને અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. જાણો તમારા સમયગાળા પ્રમાણે કયું ફંડ સૌથી વધુ કમાણી કરાવી આપશે.

બેંક સેવિંગ એકાઉન્ટ કરતા વધુ વ્યાજ કમાવવું છે ? ઓછા સમયના રોકાણ માટે લિક્વિડ અને અલ્ટ્રા શોર્ટ ફંડમાંથી કયો ઓપ્શન છે બેસ્ટ
| Updated on: Jul 02, 2026 | 9:14 PM
Share

ઘણા લોકો પોતાના વધારાના પૈસા બેંકના સેવિંગ એકાઉન્ટમાં મૂકી રાખે છે જ્યાં ખૂબ જ ઓછું વ્યાજ મળે છે. જો તમે તમારા પૈસા થોડા દિવસો કે મહિનાઓ માટે રોકીને બેંક કરતા વધુ સારું વળતર મેળવવા માંગો છો તો ડેટ મ્યુચ્યુઅલ ફંડની બે કેટેગરી લિક્વિડ ફંડ (Liquid Fund) અને અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ (Ultra Short Duration Fund) તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. આ બંને ફંડમાં જોખમ ઘણું ઓછું હોય છે પરંતુ રોકાણના સમય અને વળતર (Return) ની બાબતમાં બંને વચ્ચે મોટો તફાવત છે જે દરેક રોકાણકારે સમજવો જરૂરી છે.

લિક્વિડ ફંડ એવા ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે જે માત્ર 91 દિવસ સુધીની પાકતી મુદત ધરાવતા સરકારી બોન્ડ, ટ્રેઝરી બિલ અને શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં નાણાંનું રોકાણ કરે છે. જો તમારી પાસે એવા પૈસા છે જેની જરૂર તમને આગામી થોડા દિવસો અથવા 2 થી 3 મહિનામાં પડવાની છે તો લિક્વિડ ફંડ સૌથી સુરક્ષિત ઓપ્શન છે. આ ફંડ પર બજારના ઉતાર-ચઢાવની બહુ ઓછી અસર થાય છે અને તમે ગમે ત્યારે ખૂબ જ ઝડપથી તમારા પૈસા પાછા નિકાળી શકો છો.

અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ શું છે

અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ પણ ડેટ ફંડ જ છે પરંતુ તે 3 થી 6 મહિનાના સરેરાશ સમયગાળા વાળા સરકારી અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. જો તમારો રોકાણનો લક્ષ્યાંક 3 મહિનાથી લઈને 6 કે 12 મહિના સુધીનો હોય તો આ ફંડ લિક્વિડ ફંડની સરખામણીમાં થોડું વધારે વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. જો કે આમાં સમયગાળો થોડો લાંબો હોવાથી લિક્વિડ ફંડ કરતા જોખમ સામાન્ય વધું હોઈ શકે છે.

બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત

આ બંને ફંડ વચ્ચેનો સૌથી મોટો તફાવત રોકાણના સમયગાળાનો છે. લિક્વિડ ફંડ ખૂબ જ ટૂંકા ગાળાના આયોજન માટે બનેલા છે જ્યારે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ થોડા વધુ મહિના માટે પૈસા રોકી શકતા લોકો માટે યોગ્ય છે. વળતરની વાત કરીએ તો લિક્વિડ ફંડમાં વળતર સ્થિર અને ઓછું જોખમી હોય છે જ્યારે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડમાં વ્યાજ દરોના ફેરફારની અસર થોડી વધુ થતી હોવાથી વળતરમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે પરંતુ તે લિક્વિડ ફંડ કરતા વધુ પ્રોફિટ આપી શકે છે.

કયા રોકાણકારે ક્યાં પૈસા રોકવા જોઈએ

જો તમને એવું લાગે છે કે ગમે ત્યારે અચાનક પૈસાની જરૂર પડી શકે છે તો આંખ બંધ કરીને લિક્વિડ ફંડ પસંદ કરવું જોઈએ. તેનાથી વિપરીત જો તમને ખાતરી હોય કે તમારા પૈસા આગામી 6 મહિના કે એક વર્ષ સુધી ફ્રી પડ્યા રહેવાના છે અને તમારે બેંક કરતા વધુ વ્યાજ કમાવવું છે તો અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ તમારા માટે વધુ ફાયદાકારક સોદો સાબિત થશે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

27 કરોડની કમાણી કરી આલીશાન બંગલો બનાવ્યો છતાં ન ભરવો પડ્યો એક પણ રૂપિયો ઇનકમ ટેક્સ, જાણો ITAT નો ઐતિહાસિક ચુકાદો

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">