LIC IPO : LICએ IPO પહેલાં રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સના સુનિલ અગ્રવાલને CFO નિયુક્ત કર્યા

સુનિલ અગ્રવાલની નિમણૂક પહેલા શુભાંગી સંજય સોમણ LICમાં ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ (F&A)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પોસ્ટને બદલીને CFO કરવામાં આવી છે

LIC IPO : LICએ IPO પહેલાં રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્શ્યોરન્સના સુનિલ અગ્રવાલને CFO નિયુક્ત કર્યા
Life Insurance Corporation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 6:47 AM

LIC IPO : દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને (Life Insurance Corporation) શેરબજારમાં લિસ્ટિંગ પહેલા સુનિલ અગ્રવાલને LICના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (chief financial officer) તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા સુનીલ અગ્રવાલ 12 વર્ષ સુધી રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સના CFO હતા. અગાઉ તેમણે ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ સાથે 5 વર્ષ સુધી કામ કર્યું છે. LICએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં CFOના પદ માટે અરજીઓ મંગાવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે શેરબજારોમાં આવેલી વધઘટને ધ્યાનમાં રાખીને LICના IPOની ટાઈમલાઈન લંબાવી શકે છે.

સુનિલ અગ્રવાલની નિમણૂક પહેલા શુભાંગી સંજય સોમણ LICમાં ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ (F&A)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પોસ્ટને બદલીને CFO કરવામાં આવી છે કારણ કે LIC હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે. LICએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં CFOના પદ માટે અરજીઓ મંગાવી હતી. LICએ જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે CFOનું પદ ત્રણ વર્ષની મુદત માટે અથવા સંબંધિત વ્યક્તિ 63 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી કરાર પર રહેશે. વધુમાં પોસ્ટ માટે મહેનતાણું વાર્ષિક રૂ.75 લાખ રહેશે

યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ વૈશ્વિક તણાવને કારણે LICનો IPO સવાલોના ઘેરામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે શેરબજારોમાં આવેલી વધઘટને ધ્યાનમાં રાખીને LICના IPOની ટાઈમલાઈન લંબાવી શકે છે. LIC IPOનું કદ રૂ. 66,000 કરોડથી વધુ હોઈ શકે છે. એલઆઈસીએ સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યું છે અને એવું માનવામાં આવે છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં એલઆઈસીને આઈપીઓ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળી જશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

સરકાર આગામી નાણાકીય વર્ષમાં IPO લાવવા વિચાર કરી શકે છે

સરકાર IPOના સમય માટે વિચારણા કરી શકે છે .ચાલુ નાણાકીય વર્ષમાં LIC IPO આવવાની શક્યતા ઓછી છે. સરકારનો ઉદ્દેશ્ય 31 માર્ચ 2022 સુધી વર્ષ માટે બજેટ ખાધ ઘટાડવાનો છે. DRHP એટલે કે IPO પ્રસ્તાવ LIC વતી 13મી ફેબ્રુઆરીએ સેબી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. સરકાર LICમાં તેનો 5 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. માનવામાં આવે છે કે આના દ્વારા સરકાર 60-63 હજાર કરોડ રૂપિયાનું ફંડ એકત્ર કરી શકે છે.સેબી સમક્ષ સબમિટ કરાયેલા દસ્તાવેજ અનુસાર LICનું એમ્બેડેડ મૂલ્ય રૂ. 5.4 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ 30 સપ્ટેમ્બર 2021 અનુસાર છે. અત્યારે તેનું બજાર મૂલ્ય આપવામાં આવ્યું નથી. બજારનું માનવું છે કે LICનું બજાર મૂલ્ય રૂ. 16 લાખ કરોડ હોઈ શકે છે.

આ પણ વાંચો : Share Market : મજબૂત શરૂઆત છતાં લાલ નિશાન નીચે કારોબાર પૂર્ણ થયો, SENSEX 366 અંક તૂટ્યો

આ પણ વાંચો : રશિયામાં ભારતની બે બેંકોની ઉપસ્થિતિ, વૈશ્વિક પ્રતિબંધોના પગલે રશિયા સાથે કારોબાર અટકાવ્યો

g clip-path="url(#clip0_868_265)">