LIC IPO માં વધારાના લાભો મેળવવા માટે કાલે છેલ્લો દિવસ, જલ્દી કરી લો આ કામ

LIC IPO એ LIC પોલિસી ધારકો માટે રોકાણની સારી તક પણ છે. આ IPO ના 10 ટકા તેમના માટે આરક્ષિત રહેશે. LIC નો IPO ખરીદવા માટે, તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે.

LIC IPO માં વધારાના લાભો મેળવવા માટે કાલે છેલ્લો દિવસ, જલ્દી કરી લો આ કામ
IPO માર્કેટમાં મંદીનો માહોલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 11:57 PM

રશિયા-યુક્રેન વિવાદ (Ukraine-Russia Crisis) વચ્ચે રિટેલ રોકાણકારો એલઆઈસીના આઈપીઓ અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ માટે, માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે દસ્તાવેજો પણ સબમિટ કરવામાં આવ્યા છે. જો તમે પણ એલઆઈસીના આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો આ આતુરતા ટૂંક સમયમાં ખત્મ થવા જઈ રહી છે. દેશનો સૌથી મોટો IPO 10 માર્ચે ખૂલવાની ધારણા છે. જો તમે પણ તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે આ તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે કારણ કે આ IPOમાં તેનો 10 ટકા હિસ્સો LIC પોલિસી ધારકો માટે આરક્ષિત હશે. એટલે કે પોલિસી ધારકોને શેર મળવાની શક્યતાઓ વધી જશે. આ સિવાય તેમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે.

પોલિસી ધારકો-કર્મચારીઓનો શેર અનામત

લાંબી રાહ જોયા બાદ IPO એ સ્પષ્ટ કર્યું છે કે આમાં, એલઆઈસી પોલિસી ધારકો અને કંપનીના કર્મચારીઓ માટે શેર અનામત રાખવામાં આવ્યા છે. બંનેને LIC ઇશ્યૂ ડિસ્કાઉન્ટ પર આપવામાં આવશે. રિપોર્ટ અનુસાર, સેબીને સબમિટ કરવામાં આવેલા ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ, 10 ટકા ઇશ્યૂ પોલિસી ધારકો માટે અનામત રાખવામાં આવ્યો છે. એટલે કે, જો તમારી LIC પોલિસી સમાપ્ત થઈ ગઈ હોય, તો પણ તમે અનામત ક્વોટામાં બિડ કરી શકો છો. આ સિવાય LIC કર્મચારીઓ માટે 5 ટકા શેર અનામત રહેશે.

IPO માં રોકાણ કરતા પહેલા કરી લો ઓ તૈયારી

જો તમે પણ LIC IPOમાં રોકાણ કરવા માંગો છો, તો તેના માટે પહેલા કેટલાક દસ્તાવેજો તૈયાર રાખો. LIC IPO માં રોકાણ કરવા માટે, પહેલા તમારી પાસે તમારા LIC પોલિસી ખાતા સાથે PAN અને ડીમેટ એકાઉન્ટ લિંક થયેલ હોવું જરૂરી છે. એટલે કે, આ બંને કાર્યોને શક્ય તેટલી વહેલી તકે પતાવવું તમારા માટે જરૂરી છે. તેની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ રીતે પાન કાર્ડની ડીટેલ્સ અપડેટ કરો

  1. આ માટે સૌથી પહેલા LICની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  2. હવે હોમપેજ પર ‘Online PAN Registration’ વિકલ્પ પસંદ કરો.
  3. હવે રજીસ્ટ્રેશન પેજ પર ‘Proceed’ પર ક્લિક કરો.
  4. નવા પેજ પર, PAN, ઈમેલ, મોબાઈલ નંબર અને પોલિસી નંબર યોગ્ય રીતે ભરો.
  5. આ પછી, કેપ્ચા કોડ યોગ્ય રીતે દાખલ કરો.
  6. હવે OTP રીકવેસ્ટ પર ક્લિક કરો.
  7. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  8. હવે OTP દાખલ કરો અને સબમિટ કરો.
  9. આ પછી તમને સફળ રજીસ્ટ્રેશનનો મેસેજ મળશે.
  10. ફરી એકવાર જન્મ તારીખ, પોલિસી-પાન નંબર દ્વારા સ્ટેટસ ચેક કરી લો.

આ પણ વાંચો :  Multibagger Stocks: 35 પૈસાના આ શેરે કર્યો કમાલ, 6 મહીનામાં 1 હજાર રૂપિયાના 8 લાખ થયા

રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">