AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CAGના રિપોર્ટમાં થયો ખુલાસો, આ સેક્ટરમાં છૂપાયેલું છે કાળું ધન, આ ક્ષેત્રની 95% કંપનીઓ પાસે નથી PAN!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની સૌથી વધુ અસર રીઅલ એસ્ટેટ સેક્ટર પર પડી. આકાશને આંબી રહેલી કિંમતોમાં સુધારો થયો જે હજી સુધી જોવા મળી રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ મનાઈ રહ્યું છે કે રીઅલ એસ્ટેટમાં કાળા ધનનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો હતો અને એટલે પ્રોપર્ટીઝના ભાવ આટલા વધી રહ્યાં હતા. મોદી સરકાર ત્યારબાદ RERA […]

CAGના રિપોર્ટમાં થયો ખુલાસો, આ સેક્ટરમાં છૂપાયેલું છે કાળું ધન, આ ક્ષેત્રની 95% કંપનીઓ પાસે નથી PAN!
| Updated on: Feb 13, 2019 | 6:14 AM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની સૌથી વધુ અસર રીઅલ એસ્ટેટ સેક્ટર પર પડી. આકાશને આંબી રહેલી કિંમતોમાં સુધારો થયો જે હજી સુધી જોવા મળી રહ્યો છે.

તેનું સૌથી મોટું કારણ મનાઈ રહ્યું છે કે રીઅલ એસ્ટેટમાં કાળા ધનનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો હતો અને એટલે પ્રોપર્ટીઝના ભાવ આટલા વધી રહ્યાં હતા. મોદી સરકાર ત્યારબાદ RERA (રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ) કાયદો લઈને આવી. ત્યારબાદ પણ CAGના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

કેગના રિપોર્ટ પ્રમાણે, 95 ટકા રીઅલ એસ્ટેટ કંપનીઓ જે RoC (રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ)માં રજિસ્ટર્ડ છે, જેમની પાસે પાન કાર્ડ નથી કે જેની જાણકારી RoC પાસે નથી. કેગે આ રીપોર્ટ સંસદમાં સોંપ્યો છે.

રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે એવામાં જ જાણકારી હોય જ્યારે કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવે. કંપનીઓએ RoCને વાર્ષિક રીટર્નનો રિપોર્ટ પણ આપવાનો રહેતો હોય છે. કંપની નિયમ, 2014 અંતર્ગત કંપનીએ પોતાનો વાર્ષિક રિપોર્ટ આપનાનો રહે છે જેમાં અનિવાર્યપણે પાન નંબર આપવાનો રહે છે. કેગનું કહેવું છે કે તેને માત્ર 12 રાજ્યોના RoC પાસેથી રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કારોબાર કરતી કંપનીની જાણકારી મળી છે.

કેગના રિપોર્ટમાં કહેવાયું છે કે કુલ 54,578 રીઅલ એસ્ટેટ કંપનીઓના આંકડા ઑડિટ માચે ઉપલબ્ધ કરાવાયા છે. આરઓસી પાસે તેમાંથી 51,670 (95 ટકા) કંપનીઓના પાન કાર્ડની કોઈ જાણકારી નથી.

રિપોર્ટમાં ઑડિટરે કહ્યું છે કે આરઓસી પાસેથી મળેલી જાણકારી પરથી ઑડિટ કરવું ઘણું મુશ્કેલ છે કે શું કંપનીઓ આયકર વિભાગની હેઠળ નથી આવતી. માત્ર આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની જ આ જાણકારી આપવામાં આવી છે. આ બંને રાજ્યોના ઑડિટ દરમિયાન 147 કંપનીઓના પાન કાર્ડ નંબર આપવામાં આવ્યા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ઑડિટ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે જેના પાન કાર્ડ છે તેઓ નિયમિતપણે ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી રહ્યાં છે કે નહીં.

રિપોર્ટ  પ્રમાણે, 840 કંપનીઓ એવી છે જેની પાસે પાન કાર્ડ છે પરંતુ તેમાંથી 159 કંપનીઓ ઈન્કમટેક્સ રિટર્ન નથી ભરી રહી.

કેગે પોતાના રિપોર્ટનો નિષ્કર્ષ આપતા કહ્યું છે કે આયકર વિભાગ પાસે એવી કોઈ સુવિધા નથી જેનાથી એ સુનિશ્વિત કરી શકાય કે તમામ નોંધણી ધરાવતી કંપનીઓ, જેમની પાસે પાન કાર્ડ છે તેઓ નિયમિતપણે રિટર્ન ભરે.

[yop_poll id=1367]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">