વર્તમાન નાણાકીય વર્ષ 2021-22માં ચાર લેબર કોડનો (Labour codes) અમલ રાજ્યો દ્વારા નિયમોના મુસદ્દામાં વિલંબને કારણે મુશ્કેલ લાગી રહ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે લેબર કોડના અમલીકરણમાં વિલંબનું બીજું કારણ રાજકીય છે – જેમ કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી.
આ કાયદાઓનું અમલીકરણ એ દ્રષ્ટિકોણથી મહત્વનું છે કે જેવો આ કાયદાઓનો અમલ થશે કે તરત જ કર્મચારીઓના હાથમાં આવતો પગાર (Salary) ઘટશે અને કંપનીઓએ ઉચ્ચ ભવિષ્ય નિધિ (Provident Fund) જવાબદારીનો બોજ સહન કરવો પડશે.
સૂત્રએ કહ્યું કે શ્રમ મંત્રાલય (Ministry of Labour) ચાર કોડ હેઠળ નિયમો સાથે તૈયાર છે. પરંતુ નવા કોડ હેઠળ રાજ્યો આ નિયમોને આખરી ઓપ આપવા માટે સુસ્તી દાખવી રહ્યું છે. આ સિવાય, કેન્દ્ર સરકાર પણ રાજકીય કારણોસર આ કોડ લાગુ કરવા માંગતી નથી. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં, સરકાર આ કોડ્સને અત્યારે લાગુ કરવા માંગતી નથી.
લેબર કોડ સંસદ દ્વારા પસાર થઈ ચુક્યા છે
આ ચાર કોડ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે. પરંતુ કેન્દ્ર સિવાય રાજ્ય સરકારો માટે પણ આ કોડ, નિયમોને સૂચિત કરવા જરૂરી છે. તે પછી જ તેમને સંબંધિત વિસ્તારોમાં લાગુ કરી શકાય છે. સુત્રોએ સ્પષ્ટતા કરી હતી કે વર્તમાન નાણાકીય વર્ષમાં આ કોડ્સનો અમલ શક્ય નથી.
એકવાર આ કોડ્સ અમલમાં મુકાયા બાદ બેઝિક પે અને પ્રોવિડન્ટ ફંડ (PF) ની ગણતરીની પદ્ધતિમાં મોટો ફેરફાર થશે.
1 એપ્રિલ 2021 થી થવાનો હતો અમલ
શ્રમ મંત્રાલય દ્વારા 1 એપ્રિલ, 2021 થી ઓદ્યોગિક સંબંધો, વેતન, સામાજિક સુરક્ષા અને વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની શરતોનો કોડ લાગુ થવાનો હતો. આ ચાર કોડથી 44 કેન્દ્રીય શ્રમ કાયદાઓને સુસંગત કરવામાં આવશે. મંત્રાલયે આ ચાર કોડ હેઠળ નિયમોને અંતિમ રૂપ આપી દીધુ છે. પરંતુ ઘણા રાજ્યો આ નિયમોને સૂચિત કરવાની સ્થિતિમાં નથી, આ કારણથી તેમનો અમલ હજુ શક્ય નથી.
આ રાજ્યોએ 4 લેબર કોડના ડ્રાફ્ટ નિયમો પર કામ કર્યું
સૂત્રએ કહ્યું કે કેટલાક રાજ્યોએ ચાર લેબર કોડના ડ્રાફ્ટ નિયમો પર કામ કર્યું છે. તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા, ઓડિશા, પંજાબ, ગુજરાત, કર્ણાટક અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
નવા વેતન કોડ હેઠળ, ભથ્થાઓની મર્યાદા 50 ટકા હશે. આનો અર્થ એ છે કે કુલ પગારનો અડધો ભાગ કર્મચારીઓના મૂળ પગાર હશે. પ્રોવિડન્ટ ફંડ યોગદાનની ગણતરી મૂળભૂત પગારની ટકાવારી તરીકે થાય છે. તેમાં મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : મહામારી બન્યું સોશીયલ મીડીયા ઈન્ફ્લુએન્સર્સ માટે વરદાન, સેલીબ્રીટીઓ કરતા વધારે કમાઈ રહ્યા છે નામ