1 જાન્યુઆરીથી બેન્કિંગ સિસ્ટમમાં આવી રહ્યા છે આ મોટા ફેરફાર, જાણો શું આવી રહી છે નવી સિસ્ટમ

1 જાન્યુઆરીથી બેન્કિંગ સિસ્ટમમાં આવી રહ્યા છે આ મોટા ફેરફાર, જાણો શું આવી રહી છે નવી સિસ્ટમ

1 જાન્યુઆરીથી બેન્કિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ચેકના ફ્રોડને અટકાવવા નવી સિક્યોર સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો 5 લાખ રૂપિયાથી વધુના તમામ ચેક ફક્ત પોઝિટિવ પે ચેક દ્વારા જ આપવામાં આવશે. ચેક ઇસ્યુ કર્યા બાદ ગ્રાહકે બેંકને ઉપાડ વિશે માહિતી આપવી પડશે. બેંક, ચેક લેનારાની માહિતી મળ્યા બાદ જ ચેકને ક્લિયર કરશે. […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Jan 16, 2021 | 4:07 PM

1 જાન્યુઆરીથી બેન્કિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ચેકના ફ્રોડને અટકાવવા નવી સિક્યોર સિસ્ટમ લાગુ કરવામાં આવશે તો 5 લાખ રૂપિયાથી વધુના તમામ ચેક ફક્ત પોઝિટિવ પે ચેક દ્વારા જ આપવામાં આવશે. ચેક ઇસ્યુ કર્યા બાદ ગ્રાહકે બેંકને ઉપાડ વિશે માહિતી આપવી પડશે. બેંક, ચેક લેનારાની માહિતી મળ્યા બાદ જ ચેકને ક્લિયર કરશે.

   

બેંકને જાણ કઈ રીતે કરવી ગ્રાહકો એસ.એમ.એસ., એ.ટી.એમ., મોબાઈલ એપ દ્વારા ચેક લખવાની વિગતો બેન્કને આપી શકશે.  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકમાં છેતરપિંડીને રોકવા માટે Positive pay cheque શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ચુકવણી સમયે ચેકની ફરીથી પુષ્ટિ કરવાની જરૂર રહેશે. બેંક ચેકની માહતી અંગેનો નિયમ  50,000 રૂપિયાથી વધુની રકમ  પર  મરજીયાત અને 5 લાખથી વધુ રકમ  માટે ફરજીયાત બનાવી શકે છે.

5 લાખથી વધુના ચેક માટે ફરજીયાત બેંક પાંચ લાખ રૂપિયાથી વધુની રકમના ચેક માટે આ વ્યવસ્થા ફરજીયાત કરી શકે છે. Positive pay cheque હેઠળ, ચેક જારી કરનારને ઇલેક્ટ્રોનિક માધ્યમો અથવા એટીએમ દ્વારા ચેક વિશે જરૂરી વિગતો પ્રદાન કરવાની રહેશે. આમાં લાભકર્તાનું નામ,તારીખ, ચૂકવનાર અને રકમ વિશેની માહિતી આપવાની રહેશે.

ગરબડ હશે તો તુરંત પગલાં ભરાશે ચુકવણી માટે ચેક રજૂ કરવામાં આવે ત્યારે પેમેન્ટ પહેલાં માહિતી સાથે ખરાઈ કરવામાં આવશે. જો કોઈ ક્ષતિ જોવા મળે છે તો ચેક ટ્રાંન્ઝેક્શન સિસ્ટમ (CTS) દ્વારા બેંક અને ચેક બનાવનાર બેંકને માહિતી આપવામાં આવશે. આ સંજોગોમાં બોગસ ચેક અથવા ભૂલ અંગે માહિતી મળવાથી છેતરપિંડી અથવા નુક્શાનમાંથી બચી શકાશે.

Positive Pay cheque સિસ્ટમની હાઇલાઇટ્સ

  • ચેકને છેતરપિંડીથી બચાવવા માટે નવી વ્યવસ્થા કરવામાં આવશે
  • વિકસિત દેશોની જેમ ચેકનો ફોટો મોકલવા અને વિગતો આપવાની સિસ્ટમ છે
  • 50 હજાર રૂપિયા કે તેથી વધુના ચેક માટે આ વ્યવસ્થાને અમલમાં મૂકવાની યોજના

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati