AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

How to check Jio IPO allotment : ક્યારે થશે Jio IPOનું અલોટમેન્ટ ? કેવી રીતે ચેક કરશો IPO લાગ્યો કે નહીં, જાણો આખી પ્રોસેસ

Jio IPO Allotment Date: જિયો પ્લેટફોર્મ્સના IPOનું અલોટમેન્ટ 26 ઓક્ટોબરના રોજ થવાની સંભાવના છે, જ્યારે તેનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરના રોજ થશે. રોકાણકારો NSEની વેબસાઇટ પર પોતાનો PAN નંબર દાખલ કરીને સરળતાથી IPO અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકશે.

How to check Jio IPO allotment : ક્યારે થશે Jio IPOનું અલોટમેન્ટ ? કેવી રીતે ચેક કરશો IPO લાગ્યો કે નહીં, જાણો આખી પ્રોસેસ
| Updated on: Oct 25, 2026 | 2:35 PM
Share

Jio પ્લેટફોર્મ્સનો IPO 21 ઓક્ટોબરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 23 ઓક્ટોબરના રોજ કુલ 22.19 ગણો સબસ્ક્રાઇબ થયા બાદ બંધ થયો હતો. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. આ IPOમાં કુલ 19,75,25,934 શેર ઓફર કરવામાં આવ્યા હતા, જેની સામે 4,38,26,15,568 શેર માટે બિડ મળી હતી.

₹30,213 કરોડના આ IPO માટે 1 કરોડથી વધુ અરજીઓ મળી છે. આ આંકડો વિશ્વમાં અત્યાર સુધી કોઈ એક IPO માટે નોંધાયેલી અરજીઓમાં સૌથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ એક IPOમાં એક કરોડ અરજીઓનો આંકડો પાર થયો નહોતો. જોકે, જિયો IPOને 1.38 કરોડ (13.8 મિલિયન)થી વધુ અરજીઓ મળી છે, જેના કારણે એક જ પબ્લિક ઓફરિંગ માટે સૌથી વધુ રોકાણકાર અરજીઓનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હોવાનું જણાવાયું છે.

જો તમે પણ આ IPO માટે અરજી કરી હોય, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે તેનું અલોટમેન્ટ ક્યારે થશે અને તમને શેર મળ્યા છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકશો. ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા.

JIO IPOનું અલોટમેન્ટ ક્યારે થશે?

જિયો પ્લેટફોર્મ્સના IPOને કુલ 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. તેમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 70.55 ગણું, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 14 ગણું અને રિટેલ રોકાણકારોની કેટેગરીમાં 2.72 ગણું સબસ્ક્રિપ્શન નોંધાયું છે.

આ ઉપરાંત, કર્મચારીઓ માટે અનામત કેટેગરીમાં 2.93 ગણું અને શેરધારકો માટે અનામત કેટેગરીમાં 7.60 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.

જિયો પ્લેટફોર્મ્સના IPOનું અલોટમેન્ટ 26 ઓક્ટોબરના રોજ થવાની સંભાવના છે. જ્યારે શેરનું લિસ્ટિંગ 28 ઓક્ટોબરના રોજ સ્ટોક એક્સચેન્જ પર થવાની શક્યતા છે. જો તમે પણ આ IPO માટે અરજી કરી છે, તો તમે અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરીને જાણી શકશો કે તમને શેર મળ્યા છે કે નહીં.

JIO IPOનું અલોટમેન્ટ મળ્યું કે નહીં, કેવી રીતે ચેક કરશો?

જો તમે જિયો પ્લેટફોર્મ્સના IPO માટે અરજી કરી હોય, તો તમે NSEની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકો છો. આ માટે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો.

  • સ્ટેપ 1: સૌથી પહેલાં NSEની IPO બિડ સ્ટેટસ ચેક કરવાની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

લિંક: https://www.nseindia.com/invest/check-trades-bids-verify-ipo-bids

  • સ્ટેપ 2: વેબસાઇટ પર ગયા બાદ ‘Equity & SME IPO bid details’ વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 3: હવે તમે જે IPO માટે અરજી કરી છે, તે IPO પસંદ કરો. અહીં જિયો પ્લેટફોર્મ્સ (JPL)નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • સ્ટેપ 4: ત્યારબાદ નિર્ધારિત જગ્યાએ તમારો PAN નંબર દાખલ કરો.
  • સ્ટેપ 5: હવે ‘Submit’ બટન પર ક્લિક કરો.

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમે તમારી અરજી સંબંધિત ઉપલબ્ધ વિગતો ચેક કરી શકશો અને IPO બિડની સ્થિતિ જાણી શકશો. અલોટમેન્ટ સ્ટેટસ ઉપલબ્ધ થયા બાદ તમને શેર ફાળવાયા છે કે નહીં તેની માહિતી તપાસી શકશો.

નોંધ: અલોટમેન્ટની તારીખ 26 ઓક્ટોબર અને લિસ્ટિંગની તારીખ 28 ઓક્ટોબર સંભવિત છે. અંતિમ તારીખો અને અલોટમેન્ટ સંબંધિત માહિતી માટે NSE તથા IPOના સત્તાવાર અપડેટ્સ તપાસવા જરૂરી છે.

ભારતીયોએ ગીરવે મૂકી દીધું 2,200 ટન સોનું ? 5 વર્ષમાં ગોલ્ડ લોનમાં 35% નો ઉછાળો, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">