BSNL ને પછાડી Jio બની સૌથી મોટી લેન્ડલાઈન કંપની, રિલાયન્સ જિયોના વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા 73.52 લાખ પર પહોંચી

ખાનગી ક્ષેત્રે લેન્ડલાઇન સર્વિસનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં આ વધારો કરવામાં ફાળો આપ્યો હતો. આ સમયગાળા દરમિયાન જિયોએ 2.62 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા, ભારતી એરટેલે 1.19 લાખ જ્યારે વોડાફોન આઈડિયા (Vi) અને ટાટા ટેલિસર્વિસિસે અનુક્રમે 4,202 અને 3,769 નવા ગ્રાહકો ઉમેર્યા.

BSNL ને પછાડી Jio બની સૌથી મોટી લેન્ડલાઈન કંપની, રિલાયન્સ જિયોના વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા 73.52 લાખ પર પહોંચી
Jio overtakes BSNL to become the largest landline company
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 11:59 AM

ખાનગી ટેલિકોમ કંપની Reliance Jio ઓગસ્ટમાં રાજ્ય સંચાલિત ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ને પાછળ છોડી દેશની સૌથી મોટી ફિક્સ્ડ લાઇન સર્વિસ પ્રોવાઇડર બની. દેશમાં ટેલિકોમ સેવા શરૂ થયા બાદ પ્રથમ વખત કોઈ ખાનગી કંપનીએ લેન્ડલાઇન શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા મંગળવારે જાહેર કરાયેલ ગ્રાહક રિપોર્ટ અનુસાર, ઓગસ્ટમાં રિલાયન્સ જિયોના વાયરલાઈન સબસ્ક્રાઈબર્સની સંખ્યા 73.52 લાખ પર પહોંચી ગઈ છે, જ્યારે BSNL સબસ્ક્રાઈબર્સની સંખ્યા 71.32 લાખ હતી.

BSNL છેલ્લા 22 વર્ષથી દેશમાં વાયરલાઇન સેવા પૂરી પાડી રહી છે, જ્યારે Jio એ તેની વાયરલાઇન સેવા ત્રણ વર્ષ પહેલા જ શરૂ કરી હતી. આ સાથે ઓગસ્ટમાં દેશમાં વાયરલાઇન ગ્રાહકોની સંખ્યા વધીને 2.59 કરોડ થઈ છે, જે જુલાઈમાં 2.56 કરોડ હતી. ટ્રાઈના ડેટા અનુસાર, વાયરલાઈન સેવાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં આ વધારામાં ખાનગી ક્ષેત્રનો ફાળો છે. આ સમયગાળા દરમિયાન જિયોએ 2.62 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા, ભારતી એરટેલે 1.19 લાખ જ્યારે વોડાફોન આઈડિયા (Vi) અને ટાટા ટેલિસર્વિસિસે અનુક્રમે 4,202 અને 3,769 નવા ગ્રાહકો ઉમેર્યા.

BSNLના ગ્રાહકો સતત ઘટી રહ્યા છે

તેનાથી વિપરીત, રાજ્યની માલિકીની ટેલિકોમ કંપનીઓ – BSNL અને MTNL-એ ઓગસ્ટ મહિનામાં અનુક્રમે 15,734 અને 13,395 વાયરલાઇન સબસ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે. રિપોર્ટ અનુસાર, દેશમાં ટેલિકોમ સબસ્ક્રાઈબર્સની કુલ સંખ્યા ઓગસ્ટમાં નજીવી રીતે વધીને 1175 મિલિયન થઈ છે, જેમાં Jioએ મોટાભાગના નવા સબસ્ક્રાઈબર ઉમેર્યા છે. ઉપરાંત, ગ્રામીણ વિસ્તારો શહેરી કેન્દ્રો કરતાં ઊંચા દરે વૃદ્ધિ પામ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

TRAIના ઓગસ્ટ 2022 માટેના ગ્રાહક અહેવાલમાં જણાવાયું છે કે, “ભારતમાં ટેલિફોન ગ્રાહકોની સંખ્યા જુલાઈ 2022ના અંતે 117.36 કરોડથી વધીને ઓગસ્ટ 2022ના અંતે 117.50 કરોડ થઈ ગઈ છે.” અગાઉના મહિનાની સરખામણીએ તેમાં 0.12 ટકાનો વધારો થયો છે.

સરકારી કંપનીઓને સૌથી વધુ નુકસાન

આ સિવાય ફક્ત રિલાયન્સ જિયો (32.81 લાખ) અને ભારતી એરટેલ (3.26 લાખ) એ આ વર્ષે ઓગસ્ટમાં નવા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જ્યારે દેવા હેઠળ દબાયેલી ખાનગી કંપની Viએ આ મહિનામાં 19.58 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા. આ સમયગાળા દરમિયાન, BSNLએ 5.67 લાખ, MTNL 470 અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સના 32 ગ્રાહકો ગુમાવ્યા.

આ સાથે, દેશમાં 5G મોબાઇલ સેવા શરૂ થઈ છે, જેમાં કેટલાક રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાદમાં દેશભરમાં 5G સેવાઓ વધારવામાં આવશે. જેમાં Jio, Bharti Airtel અને Vi સામેલ છે. ત્રણેય કંપનીઓ તબક્કાવાર રીતે વિવિધ રાજ્યોમાં તેમની 5G સેવા શરૂ કરશે. કંપનીઓના દાવા મુજબ, આ સેવા હાલમાં દેશના 8 શહેરોમાં આપવામાં આવી રહી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">