AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Filing: શું તમે જાણો છો! ઇન્કમટેક્સ રિટર્ન કરબચત ઉપરાંત આ 5 લાભ પણ આપે છે, જાણો વિગતવાર

જો તમારો પગાર આવકવેરાની મર્યાદા કરતા ઓછો હોય તો પણ તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ કારણ કે તેના ઘણા ફાયદા છે.

ITR Filing: શું તમે જાણો છો! ઇન્કમટેક્સ રિટર્ન કરબચત ઉપરાંત આ 5 લાભ પણ આપે છે, જાણો વિગતવાર
Know Income Tax Rules
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 8:02 AM
Share

નાણાકીય વર્ષ 2020-21 માટે આવકવેરા રિટર્ન (Income Tax Return)ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2021 છે. 60 વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ રૂ 2.5 લાખ સુધીની વાર્ષિક કમાણી આવકવેરામાંથી બાદ મેળવી શકે છે. જે વ્યક્તિની કુલ આવક કર મુક્તિની મર્યાદાને વટાવી જાય છે તેમણે ઇન્કમટેક્સ રિટર્ન ભરવું પડે છે.

આપણે બધા જાણીએ છીએ કે 60 વર્ષથી ઉપરના અને 80 વર્ષથી ઓછા વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ મર્યાદા રૂ 3 લાખ જ્યારે સુપર સિનિયર સિટિઝન્સ એટલે કે 80 વર્ષથી ઉપરની મર્યાદા રૂ 5 લાખ છે. જો તમારો પગાર આવકવેરાની મર્યાદા કરતા ઓછો હોય તો પણ તમારે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ કારણ કે તેના ઘણા ફાયદા છે.

લોનની યોગ્યતા નક્કી થાય છે જો તમે લોન લેવા જઇ રહ્યા છો તો બેંક તમારી પાત્રતા તપાસે છે જે આવક પર આધારિત છે. બેંક તમને કેટલી લોન આપશે તે તમે કેટલી ઇન્કમ તમારા રિટર્નમાં બતાવી છે , આ બાબત ઉપર લોનની રકમ અને યોગ્યતા નિર્ભર કરે છે. હકીકતમાં ITR એક દસ્તાવેજ છે જેનો ઉપયોગ તમામ બેન્કો લોનની સરળ પ્રક્રિયા માટે કરે છે.

લોન પ્રોસેસિંગ દરમિયાન બેંકો સામાન્ય રીતે તેમના ગ્રાહકો પાસેથી 3 ITR માંગે છે. તેથી જો તમે હોમ લોન ,કાર લોન અથવા પર્સનલ લોન સાથે ઘર ખરીદવા માંગતા હો તો તમારે ITR ફાઇલ કરવું આવશ્યક છે કારણ કે તે લોન મેળવવાનું સરળ બનાવે છે.

ટેક્સ રિફંડ માટે જરૂરી જો તમે ITR ફાઇલ કરો છો, તો તમે ટર્મ ડિપોઝિટ જેવી બચત યોજનાઓ પર મળતા વ્યાજ પર ટેક્સ બચાવી શકો છો. ડિવિડન્ડની આવક પર પણ ટેક્સ બચાવી શકાય છે. તમે ITR રિફંડ દ્વારા ટેક્સનો ક્લેમ કરી શકો છો, જો કુલ સ્રોતોની કમાણીમાંથી કુલ આવક 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો તમે કાપેલા TDS નો દાવો કરી શકો છો.

આવક પુરાવા અને સરનામાં માટે માન્ય દસ્તાવેજ આવકવેરા આકારણી ઓર્ડરનો સરનામાંના માન્ય પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવા માટે પણ થઈ શકે છે. કંપની વતી કર્મચારીઓને ફોર્મ -16 આપવામાં આવે છે. જે તેની આવકનો પુરાવો છે. ITR ફાઇલિંગ દસ્તાવેજ સ્વ-રોજગાર અથવા ફ્રીલાન્સર્સ માટે માન્ય આવક પુરાવા તરીકે પણ કામ કરે છે.

નુકશાનનો દાવો કરી શકે છે કરદાતાએ ખોટનો દાવો કરવા માટે ચોક્કસ તારીખની અંદર આવકવેરા રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આ નુકસાન મૂડી લાભ, બિઝનેસ અથવા પ્રોફેશનના રૂપમાં હોઈ શકે છે. જે લોકો સંબંધિત આકારણી વર્ષમાં ITR ફાઇલ કરે છે. આવકવેરાના નિયમો ફક્ત તે જ લોકોને મૂડી લાભ સામે નુકસાન આગળ ધપાવવાની મંજૂરી આપે છે.

વિઝા પ્રક્રિયા માટે પણ જરૂરી દસ્તાવેજો જો તમે વિદેશ જઈ રહ્યા છો, તો મોટાભાગના દેશો ITR ની માંગ કરે છે. આ બતાવે છે કે વ્યક્તિ કર સુસંગત નાગરિક છે. આ વિઝા પ્રોસેસિંગ અધિકારીઓને તમારી વર્તમાન નાણાકીય સ્થિતિ અને આવક વિશે સ્પષ્ટ માહિતી આપે છે. આ તમારા માટે વિઝા મેળવવાનું સરળ બનાવે છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ચિંતાના સમાચાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતમાં ઉછાળાથી શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે?

આ પણ વાંચો :  CMS Info System IPO પ્રથમ દિવસે 40 ટકા ભરાયો, 23 ડિસેમ્બર સુધી રોકાણની છે તક

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">