AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IREDA IPO :સરકારી કંપની રોકાણ માટેની તક લાવશે, મૂલ્યાંકન સહિતની કામગીરી શરૂ કરાઈ

IREDA IPO: સરકાર જાહેર ક્ષેત્રની ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) ના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે સપ્ટેમ્બર સુધીમાં ડ્રાફ્ટ દસ્તાવેજો સબમિટ કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ આ માહિતી આપી છે.

IREDA IPO :સરકારી કંપની રોકાણ માટેની તક લાવશે, મૂલ્યાંકન સહિતની કામગીરી શરૂ કરાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2023 | 7:30 AM
Share

IREDA IPO: સરકાર જાહેર ક્ષેત્રની ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) ના પ્રારંભિક જાહેર ભરણાં (IPO) માટે સપ્ટેમ્બર સુધીમાં ડ્રાફ્ટ દસ્તાવેજો સબમિટ કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ આ માહિતી આપી છે. સરકાર IREDAમાં 25 ટકા સુધીનો હિસ્સો વેચશે. પાંડેએ જણાવ્યું હતું કે અમે મર્ચન્ટ બેન્કર્સની નિમણૂક કરી છે અને તેઓ મૂલ્યાંકન સાથે આગળ વધશે. આગામી ત્રણ-ચાર મહિનામાં ડ્રાફ્ટ દસ્તાવેજો ફાઇલ કરવામાં આવશે. IREDA એ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ કરતું ઉર્જા મંત્રાલય (MNRE) હેઠળનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. Renewable energy અને  energy efficiency projectsમાટે ભંડોળ પૂરું પાડે છે.

કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ (CCEA)એ ગયા મહિને સરકારનો કેટલોક હિસ્સો વેચીને IREDAના લિસ્ટિંગને મંજૂરી આપી હતી. સરકાર નવા શેર જારી કરીને IREDA માટે ભંડોળ એકત્ર કરવા માંગે છે. આ IPO હેઠળ સરકાર તેનો આંશિક હિસ્સો વેચશે અને IREDA માટે મૂડી એકત્ર કરવાના હેતુસર નવા ઇક્વિટી શેર પણ ઇસ્યુ કરવામાં આવશે.

IREDA એ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) છે. માર્ચ 2022માં, સરકારે IREDAમાં રૂ. 1,500 કરોડનું રોકાણ કર્યું હતું. નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીએ તેનો સૌથી વધુ ચોખ્ખો નફો રૂ. 865 કરોડ મેળવ્યો હતો.

Coal India ને 417% સબ્સ્ક્રિપશન મળ્યું

દેશની સૌથી મોટી કોલસા કંપની કોલ ઈન્ડિયા(Coal India)ના સરકારના હિસ્સાના વેચાણ માટેની ઓફરને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ શુક્રવાર સુધી એટલે કે OFSના છેલ્લા દિવસ સુધી તે નોન-રિટેલ અને રિટેલ રોકાણકારો દ્વારા 417 ટકા ઓવરસબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ઓફર ફોર સેલ દ્વારા સરકાર તેના કોલ ઈન્ડિયામાં 3 ટકા એટલે કે 18.48 કરોડ શેર વેચી રહી છે.

BALCO હિસ્સો વેચશે

સરકાર ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (Balco) માં તેનો 49% હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે જેના માટે તેણે તેના મુખ્ય પ્રમોટર વેદાંતા(Vedanta)ને ચાલી રહેલા આર્બિટ્રેશન કેસને પાછો ખેંચવા કહ્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે ખાણ મંત્રાલયે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ને વેદાંત સાથે હાથ મિલાવીને આર્બિટ્રેશન કેસ પાછો ખેંચવાની વિનંતી કરી હોવાનું કહેવાય છે કારણ કે સરકારની યોજનાનો પ્રારંભિક જાહેર ભરણું (IPO) રૂટ છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">