AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPO: INDIGO PAINTSનો આજથી IPO ખુલશે, જાણો વિગતવાર માહિતી

આજે રોકાણ કરવા માટે વધુ એક ઉત્તમ તક આવી છે. જો તમે પણ IPO માં રોકાણ કરવામાં રસ ધરાવતા હોય તો આજથી ઈન્ડિગો પેઇન્ટ્સ(INDIGO PAINTS)નો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે.

IPO:  INDIGO PAINTSનો આજથી IPO ખુલશે, જાણો વિગતવાર માહિતી
IPO - INDIGO PAINTS
Ankit Modi
| Edited By: | Updated on: Jan 20, 2021 | 7:28 AM
Share

આજે રોકાણ કરવા માટે વધુ એક ઉત્તમ તક આવી છે. જો તમે પણ IPO માં રોકાણ કરવામાં રસ ધરાવતા હોય તો આજથી ઈન્ડિગો પેઇન્ટ્સ(INDIGO PAINTS)નો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ આઈપીઓ 20 થી 22 જાન્યુઆરી 2021 સુધી ખુલ્લો રહેશે. વર્ષ 2021 માં ઈન્ડિગો પેઇન્ટ્સ માટે બીજો આઈપીઓ છે. ઈન્ડિગો સાથે IRFC નો IPO પણ ખુલ્યો છે જેની આજે છેલ્લી તારીખ છે.

વર્ષ 2021 માં ઘણી કંપનીઓ આઈપીઓ લાવવા જઈ રહી છે. ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) પછી, દેશની પાંચમી સૌથી મોટી ડેકોરેટિવ પેઇન્ટ કંપની ઇન્ડિગો પેઇન્ટ્સ પોતાનો આઈપીઓ લાવી રહી છે. આજે 20 જાન્યુઆરીએ ઈન્ડિગો પેઇન્ટ્સનો IPO ખુલવા જઈ રહ્યો છે.

300 કરોડ એકત્ર કરવાની યોજના છે ઇન્ડિગો પેઈન્ટ્સ તેના IPO દ્વારા 300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપની આ ભંડોળનો ઉપયોગ તમિલનાડુમાં પુડ્કોકોટાઇના મેન્યુફેક્ચરિંગ યુનિટના વિસ્તરણ માટે કરશે. આ ઉપરાંત 150 કરોડના ખર્ચે એક અલગ પ્લાન્ટ બનાવવામાં આવશે. ભંડોળનો એક ભાગ રી-પેમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

પ્રાઇસ બેન્ડ રૂ 1480-1490 ઈન્ડિગો પેઇન્ટ્સે તેના આઈપીઓ માટે 1480-1490 રૂપિયાની કિંમત બેન્ડ નક્કી કરી છે. કંપનીના 70,000 ઇક્વિટી શેર કર્મચારીઓના સબ્સ્ક્રિપ્શન માટે અનામત છે. કર્મચારીઓને શેર દીઠ 148 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઈન્ડિગો પેઇન્ટ્સના શેર મળશે.

ઓછામાં ઓછું આટલું રોકાણ કરવું પડશે કોઈપણ રોકાણકારે ઓછામાં ઓછી એક લોટ માટે બોલી લગાવવી પડશે. ઈન્ડિગો પેઈન્ટ્સ IPOના એક લોટમાં 10 શેર હશે એટલે કે રોકાણકારોએ ઓછામાં ઓછા 10 શેર્સ અથવા 14900 રૂપિયા રોકાણ કરવા પડશે. મહત્તમ કોઈ પણ રકમમાં રોકાણ કરી શકાય છે.

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વેપાર IPO આવતા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ પર ટ્રેડ કરે છે. IPOની ઘોષણા પછી તે ઇશ્યૂ પ્રાઈસ માટે રૂ. 1490 ના હાયર બેન્ડના 50 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરે છે. 15 જાન્યુઆરીએ ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ લગભગ 840-850 રૂપિયા હતું. એટલે કે તે દિવસે તે 2,340-2,330 ની વચ્ચે વેચાઇ રહ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી બે દિવસમાં વધશે ઠંડી, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી

Follow Us
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
પાલનપુરમાં વીજ કેબલમાં ભયાવહ આગ
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
g clip-path="url(#clip0_868_265)">