શેરબજારમાં આવેલા ઉછાળાથી રોકાણકારોએ આ સ્ટોક્સ પર રાખવી જોઈએ નજર

ભારતીય શેર બજારમાં તેજીના જુવાળ વચ્ચે કારોબાર ચાલી રહ્યો છે. શેરબજાર પ્રારંભિક સત્રમાં જ ૦.૬ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીમાં 2-2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. ટાઇટન અને બ્રિટાનિયાના શેરમાં પણ 1-1 ટકાનો વધારો છે. જ્યારે ગેઇલ, પાવર ગ્રીડ અને કોટક બેંકના શેરમાં […]

શેરબજારમાં આવેલા ઉછાળાથી રોકાણકારોએ આ સ્ટોક્સ પર રાખવી જોઈએ નજર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 06, 2020 | 11:18 AM

ભારતીય શેર બજારમાં તેજીના જુવાળ વચ્ચે કારોબાર ચાલી રહ્યો છે. શેરબજાર પ્રારંભિક સત્રમાં જ ૦.૬ ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નિફ્ટીમાં 2-2 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. ટાઇટન અને બ્રિટાનિયાના શેરમાં પણ 1-1 ટકાનો વધારો છે. જ્યારે ગેઇલ, પાવર ગ્રીડ અને કોટક બેંકના શેરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ RIL એ સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ સાથે રિટેલ સબ્સિડરી કંપની રિલાયન્સ રીટેલ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 2.04% હિસ્સો વેચવાની જાહેરાત કરી છે . આ ડીલ માટે સાઉદી અરેબિયાના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ 9,555 કરોડનું રોકાણ કરશે.

અદાણી પાવર કંપનીએ સપ્ટેમ્બરના ત્રિમાસિક પરિણામો રજૂ કર્યા છે. કંપનીએ 2,228.05 કરોડનો નફો કર્યો છે. કંપનીની કુલ રકમ પણ વધીને રૂ. 8,792.28 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 6,815.22 કરોડ હતી.

બર્જર પેઇન્ટ્સ બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 13.55% વધીને રૂ. 221.05 કરોડ થયો છે. કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ખર્ચ 1,471.97 કરોડ રૂપિયા રહ્યો હોવાનું જણાવ્યું છે.

દાલમીયા ઈંડિયા સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 544% વધીને રૂ. ૨૩૨ કરોડ થયો છે, જે ગયા વર્ષના બીજા ક્વાર્ટરમાં રૂ.36 કરોડ હતો.

ત્રિમાસિક પરિણામો આજે આઇટીસી, સિપ્લા, વેદાંત, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અશોક લેલેન્ડ, બીઈએલ, ભેલ, ગ્લેનમાર્ક, શિપિંગ કોર્પોરેશન અને આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ પોતાના બીજા ક્વાર્ટર પરિણામ જાહેર કરશે.આ તમામ શેર ઉપર રોકાણકારોની નજર રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">