AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારમાં ભારે અસ્થિરતાને કારણે રોકાણકારોએ આજે ​​₹50,000 કરોડ ગુમાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી સ્થિરતા સાથે બંધ

Share Market Close: ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો ભારે અસ્થિરતા વચ્ચે 11 જાન્યુઆરી, બુધવારે નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યાં BSE સેન્સેક્સ 9.98 પોઈન્ટ ઘટીને 60,105.50 પર બંધ રહ્યો હતો. તે જ સમયે NSE નિફ્ટી 17,895.70ના સ્તરે સરકી ગયો. આ ઉતાર-ચઢાવને કારણે આજે શેરબજારના રોકાણકારોને લગભગ રૂ. 52,000 કરોડનું નુકસાન થયું છે.

શેરબજારમાં ભારે અસ્થિરતાને કારણે રોકાણકારોએ આજે ​​₹50,000 કરોડ ગુમાવ્યા, સેન્સેક્સ-નિફ્ટી સ્થિરતા સાથે બંધ
Sensex-Nifty closed flat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 4:52 PM
Share

Share Market Close: ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો ભારે અસ્થિરતા વચ્ચે 11 જાન્યુઆરી, બુધવારે નજીવા ઘટાડા સાથે બંધ થયા હતા. BSEનો 30 શેર વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 9.98 પોઈન્ટ અથવા 0.017% ઘટીને 60,105.50 ના સ્તર પર બંધ થયા છે. બીજી તરફ NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 18.45 પોઈન્ટ અથવા 0.10% ઘટીને 17,895.70 ના સ્તર પર બંધ થયો છે. જ્યાં કારોબાર દરમિયાન મેટલ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ એફએમસીજી, ફાર્મા અને ઓટો શેરના સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. BSE મિડકેપ ઈન્ડેક્સ પણ 0.27 ટકા ઘટીને બંધ થયો છે. આ અસ્થિર કારોબારના કારણે આજે શેરબજારના રોકાણકારોને લગભગ 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

રોકાણકારોને ₹52 હજાર કરોડનું નુકસાન

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી બુધવાર, 11 જાન્યુઆરીના રોજ ઘટીને રૂ. 280.30 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે, મંગળવાર, 10 જાન્યુઆરીએ રૂ. 280.82 લાખ કરોડ હતી. આ રીતે આજે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ રૂ. 52 હજાર કરોડનો મોટો ઘટાડો થયો છે.

સેન્સેક્સના આ 5 શેરમાં આજે સૌથી વધુ વધારો થયો હતો

સેન્સેક્સના 30માંથી 14 શેર આજે વધીને બંધ રહ્યા હતા. સન ફાર્માના શેરમાં સૌથી વધુ 1.70 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ પછી અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો (L&T), TCS અને HDFC બેન્કમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો અને તે લગભગ 1.22% થી 1.58% ના ઉછાળા સાથે બંધ થયા.

સેન્સેક્સના આ 5 શેરમાં આજે સૌથી વધુ ઘટાડો થયો હતો

બીજી તરફ સેન્સેક્સના 16 શેરો આજે ઘટીને બંધ રહ્યા હતા. આમાં પણ ભારતી એરટેલમાં સૌથી વધુ 3.37%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર (HUL), ટાઈટન (Titan), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને નેસ્લે ઇન્ડસ્ટ્રીઝ પણ આજે 1.25 ટકાથી 1.99 ટકા સુધીના ઘટાડા સાથે બંધ થયા હતા.

શું રહી પુરા દિવસની સ્થિતી

આજે 1,816 શેર વધારા સાથે બંધ થયા

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં આજે મોટી સંખ્યામાં શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. એક્સચેન્જમાં આજે કુલ 3,633 સ્ક્રીપ્સના વેપાર થયા હતા. તેમાંથી 1,816 શેર આજે ઉછાળા સાથે બંધ થયા હતા. તે જ સમયે, 1,660 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 157 શેર કોઈપણ ઉતાર-ચઢાવ વિના સપાટ બંધ રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">