ભારતીય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં નરમાશ દેખાઈ, સેન્સેક્સ 46 હજાર નીચે પહોંચ્યો

ભારતીય શેરબજારમાં પ્રારંભિક સત્રમાં નરમાશ દેખાઈ, સેન્સેક્સ 46 હજાર નીચે પહોંચ્યો

વૃદ્ધિ સાથે શેરબજારના શરૂ થયેલો કારોબાર હવે નરમાશ  સાથે આગળ વધી રહ્યો છે. શરૂઆતી સત્રમાં સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી  94  પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બેન્કિંગ શેર બજારને ઘટાડા તરફ લીડ કરી રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 200 અંક નીચે કારોબાર કરી રહ્યો છે. ભારતીય શેરબજાર ઉપર વૈશ્વિક નબળા સંકેતોની અસર દેખાઈ […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Dec 15, 2020 | 12:05 PM

વૃદ્ધિ સાથે શેરબજારના શરૂ થયેલો કારોબાર હવે નરમાશ  સાથે આગળ વધી રહ્યો છે. શરૂઆતી સત્રમાં સેન્સેક્સ 300 પોઇન્ટ અને નિફ્ટી  94  પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. બેન્કિંગ શેર બજારને ઘટાડા તરફ લીડ કરી રહ્યા છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 200 અંક નીચે કારોબાર કરી રહ્યો છે.

ભારતીય શેરબજાર ઉપર વૈશ્વિક નબળા સંકેતોની અસર દેખાઈ રહી છે. આજે અમેરિકા મિશ્ર સંકેત સાથે બંધ થયા છે અને એશિયાના બજાર પ્રારંભિક સ્તરથી નરમાશ સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 46,287.૩૯ ઉપર ખુલ્યા બાદ સતત નીચે તરફ જઈ રહ્યો છે જેનું લઘુત્તમ સ્તર 45,869.86 નોંધાયું છે. નિફટીની વાત કરીએતો 13,547.૨૦ ઉપર ખુલ્યા બાદ 13,451.30સુધી ગગડ્યો હતો. શરૂઆતી કારોબારમાંજ શેરબજારમાં સેન્સેક્સ 0.7%નો ઘટાડો દર્જ કરી ચુક્યા છે

નિફ્ટી બેંક ઈન્ડેક્સ 203 અંક નીચે 30,542 પર ટ્રેડ કરી રહ્યો છે.  પીએનબીનો શેર 2% થી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. બીએસઈમાં એસબીઆઈ અને આરઆઈએલ 1-1% નીચે છે. ઇન્ફોસીસ, ઈન્ડસઇન્ડ બેંક અને ટીસીએસના શેરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય એચડીએફસી અને એચયુએલના શેર પણ ઘટવા લાગ્યા છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 10.15 વાગે)

બજાર              સૂચકાંક         ઘટાડો

સેન્સેક્સ    45,919.54      −333.92 

નિફટી      13,464.25     −93.90 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati