ચીન ઉંધા માથે પડ્યું, ભારત હવે આ મામલે ડ્રેગનને પાછળ છોડી દીધુ, આંકડા જોઈને તમે પણ ખુશ થઈ જશો

|

Feb 09, 2024 | 5:49 PM

ચીનની અર્થવ્યવસ્થા કથળી રહી છે જ્યારે ભારતની તેજી જોવા મળી રહી છે. ચીનના રોકાણકારો ભારતમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે અને ભારતીય શેરબજારે એમસીએપી એટલે કે કદના સંદર્ભમાં હોંગકોંગને પાછળ છોડી દીધું છે. હવે ભારતે ટ્રેડિંગ વોલ્યુમના મામલે પણ ચીનને હરાવ્યું છે.

ચીન ઉંધા માથે પડ્યું, ભારત હવે આ મામલે ડ્રેગનને પાછળ છોડી દીધુ, આંકડા જોઈને તમે પણ ખુશ થઈ જશો

Follow us on

ચીનની હાલત ખરાબ છે. આર્થિક મોરચે પરેશાન ચીનની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ભારતની અર્થવ્યવસ્થા જોરદાર ઝડપે ચાલી રહી છે. ત્યારે ચીનની અર્થવ્યવસ્થા સંઘર્ષ કરી રહી છે. હવે દુનિયાભરના રોકાણકારો ચીન છોડીને ભારતમાં નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ભારતીય શેરબજારે એમકેપ એટલે કે કદના સંદર્ભમાં હોંગકોંગને પાછળ છોડી દીધું છે.

હોંગકોંગને પાછળ છોડી દીધુ છે

ભારત તાજેતરમાં જ હોંગકોંગને હરાવીને વિશ્વનું ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. હવે ભારતે ટ્રેડિંગ વોલ્યુમના મામલે પણ ચીનને હરાવ્યું છે. ભારતીય બજારો BSE અને NSE હવે વેપારના જથ્થાના સંદર્ભમાં હોંગકોંગથી આગળ નીકળી ગયા છે. BSE અને NSEનો એક મહિનાનો સરેરાશ વેપાર વોલ્યુમ પ્રતિ દિવસ 16.5 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, જ્યારે હોંગકોંગ સ્ટોક માર્કેટની સરેરાશ પ્રતિ દિવસ 13.1 બિલિયન ડોલર રહી છે.

ગયા વર્ષે સતત આઠમા વર્ષે ભારતીય ઈક્વિટી માર્કેટમાં વધારો થયો હતો. બીજી તરફ હોંગકોંગના હેંગસેંગમાં સતત ચોથા વર્ષે ઘટાડો નોંધાયો છે, જ્યારે ચીનના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં પણ સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

ચીનની હાલત ખરાબ

બજારના આંકડા અનુસાર, છેલ્લા 2થી 3 મહિનામાં હોંગકોંગનું ટ્રેડિંગ વોલ્યુમ ઘટી રહ્યું છે. ભારતમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા વર્ષમાં ભારતના સેન્સેક્સમાં લગભગ 17 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ લગભગ 27 ટકા નીચે છે. ગયા મહિને, ભારતે વિશ્વના ચોથા સૌથી મોટા ઇક્વિટી હબ તરીકે હોંગકોંગને પાછળ છોડી દીધું હતું.

રોકાણકારો ઉપાડી રહ્યા છે પૈસા

ચીનની ધીમી અર્થવ્યવસ્થાના કારણે રોકાણકારો હવે ડોલર પાછા ખેંચી રહ્યા છે. રોકાણકારો તેમના અબજો ડોલર પાછા ખેંચી રહ્યા છે. ભારત અને ચીન અલગ-અલગ રસ્તાઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અહીં વિદેશી રોકાણકારો બાય ઈન્ડિયા સેલ ચાઈનાની વ્યૂહરચના અપનાવી રહ્યા છે. ચીન સરકારની દખલગીરીને કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઓછો થયો છે. આ બાબતએ ભારત અને ચીનની ચાલમાં સૌથી મોટો ફરક પડ્યો છે.

આ પણ વાંચો: ચીનને ફરી લાગ્યો ઝટકો, ઈન્ટરનેશનલ ટોય ફેરમાં ભારતનો ડંકો, ભારતના રમકડાથી રમશે અમેરિકા, યૂરોપ અને આફ્રિકા

Published On - 5:39 pm, Fri, 9 February 24

Next Article