એનએસઈના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા

મુંબઈ સ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાના ઘરે આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા છે. તેમના પર આધ્યાત્મિક ગુરુ સાથે કેટલીક ગુપ્ત માહિતી શેર કરવાનો આરોપ છે.

એનએસઈના પૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા
Chitra Ramakrishna, former CEO of National Stock Exchange (NSE)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 12:43 PM

મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ CEO ચિત્રા રામકૃષ્ણાના (Chitra Ramakrishna) ઘરે ઈન્કમ ટેક્સના દરોડા (Income Tax Raid) પાડવામાં આવ્યા છે. તેમના પર આધ્યાત્મિક ગુરુ સાથે ગુપ્ત માહિતીની આપલે કરવાનો આરોપ છે. આ પહેલા 11 ફેબ્રુઆરીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Sebi) એ ચિત્રા રામકૃષ્ણને દંડ ફટકાર્યો હતો. માર્કેટ રેગ્યુલેટરે ચિત્રા પર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે એક્સચેન્જની આંતરિક ગુપ્ત માહિતી શેર કરવા બદલ 3 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય ચિત્રા પર એક વરિષ્ઠ અધિકારી આનંદ સુબ્રમણ્યમની નિમણૂકમાં અનિયમિતતાનો પણ આરોપ છે. આ માટે NSE અને વરિષ્ઠ મેનેજમેન્ટ પણ જવાબદાર હતા.

રામકૃષ્ણએ કહ્યું હતું કે સુબ્રમણ્યમના વળતર અંગેના નિર્ણયો લેવા માટે હિમાલયમાં રહેતા યોગી દ્વારા તેમને સલાહ આપવામાં આવતી હતી. સેબીના આદેશ મુજબ, ડિસેમ્બર 2016માં રાજીનામું આપનાર ચિત્રા રામકૃષ્ણએ અજાણી વ્યક્તિ સાથે મેનેજમેન્ટ સ્ટ્રક્ચર, ડિવિડન્ડની સ્થિતિ, નાણાકીય પરિણામો, એચઆર નીતિ અને સંબંધિત બાબતો, રેગ્યુલેટરની પ્રતિક્રિયા જેવી માહિતી શેર કરી હતી. ચિત્રાએ 2014 અને 2016 વચ્ચે ઈમેલ આઈડી rigyajursama@outlook.com પરથી લખ્યું હતું.

NSEમાં સુબ્રમણ્યમની નિમણૂક પર સવાલ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

સુબ્રમણ્યમ એપ્રિલ 1, 2013 થી NSEના મુખ્ય સલાહકાર હતા. અને તેમને 21 ઓક્ટોબર 2016 સુધી ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર અને MD અને CEOના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. માર્કેટ રેગ્યુલેટરના આદેશ અનુસાર, ચિંત્રા રામકૃષ્ણ દ્વારા, આનંદ સુબ્રમણ્યનને NSEના મુખ્ય સલાહકાર તરીકે લાવવામાં આવ્યા હતા. જેમનું કામ અઠવાડિયામાં ચાર દિવસ હતું. આ પહેલા તેમણે Balmer and Lawrie માં મિડ-લેવલ મેનેજર તરીકે કામ કર્યું હતું. અને તેમને અગાઉ શેરબજારમાં કોઈ અનુભવ નહોતો. Balmer and Lawrie મા તેમનો પગાર વાર્ષિક રૂ. 15 લાખ હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તે વધીને રૂ. 1.68 કરોડ થયો હતો.

તમને જણાવી દઈએ કે રામકૃષ્ણ એપ્રિલ 2013 થી ડિસેમ્બર 2016 સુધી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના MD અને CEO હતા. તે યોગી સિરોમણીને બોલાવતી હતી, જેઓ તેમના મતે એક આધ્યાત્મિક શક્તિ છે અને છેલ્લા 20 વર્ષથી વ્યક્તિગત અને વ્યાવસાયિક બાબતોમાં તેમનું માર્ગદર્શન કરી રહ્યા છે. રામકૃષ્ણના જણાવ્યા અનુસાર, આ અજાણ્યા વ્યક્તિ અથવા યોગી કથિત રીતે એક આધ્યાત્મિક શક્તિ હતા, જે તેઓ ઇચ્છે ત્યાં દેખાઈ શકે છે.

આ પણ વાંચોઃ

IPO પહેલા LIC અંગે આવ્યા આ માઠા સમાચાર, કોરોનાકાળમાં LIC પોલિસીના વેચાણમાં ઘટાડો નોંધાયો

આ પણ વાંચોઃ

LIC IPO: 10 માર્ચે ખુલી શકે છે દેશનો સૌથી મોટો IPO, જાણો યોજનાની મહત્વની 15 બાબતો

g clip-path="url(#clip0_868_265)">